સુરહ આલે ઈમરાન 173,174

PART:-234
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-173,174
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلَّذِيۡنَ قَالَ لَهُمُ النَّاسُ اِنَّ النَّاسَ قَدۡ جَمَعُوۡا لَـكُمۡ فَاخۡشَوۡهُمۡ فَزَادَهُمۡ اِيۡمَانًا  ۖ وَّقَالُوۡا حَسۡبُنَا اللّٰهُ وَنِعۡمَ الۡوَكِيۡلُ(173)

173).જેમને લોકોએ કહ્યું કે લોકો તમારા માટે ભેગા થઈ ચૂક્યા
છે એટલા માટે તેમનાથી ડરો, તો તેમનું ઈમાન વધી ગયું અને કહ્યું કે અલ્લાહ અમારા માટે પૂરતો છે અને તે સૌથી સારો સંરક્ષક છે.

તફસીર(સમજુતી):-

"હમરાઉલ અસદ" એને કહેવામાં આવે છે કે નાના બદ્રના સ્થળ પર અબૂ સુફિયાને કેટલાક લોકોની પૈસા વડે ખિદમત મેળવી અને તેમના વડે એવી અફવા ફેલાવી કે મક્કાના મૂર્તિપૂજકો યુદ્ધના માટે ભરપૂર તૈયારી કરી રહ્યા છે જેથી આ સાંભળીને મુસલમાનોની હિંમત તુટી જાય. કેટલાક કથનમાં એમ છે કે આ કામ શયતાને તેના
ચેલાઓથી લીધું, પરંતુ મુસલમાન આ અફવા સાંભળીને વધારે મજબૂત ઈરાદા અને હિંમતથી તૈયાર થઈ ગયા જેને અહિંયા ઈમાનની અધિકતાથી તુલના કરવામાં આવી છે કેમ કે ઈમાન જેટલું મજબૂત હશે, જિહાદની
હિમ્મત અને ઈરાદો પણ એટલો જ મજબૂત હશે. આ આયત એ વાતની ગવાહ છે. ઈમાન કોઈ સખત વસ્તુ નથી. તેમાં પણ વધારો અને ઘટાડો થતો રહે છે જેવો કે મોહદ્દિસીનનો ખ્યાલ છે એ પણ જાણવા મળ્યું કે દુઃખમાં ઈમાનવાળા અલ્લાહ પર યકીન અને ભરોસો કરે છે એટલા માટે હદીષમા(حَسۡبُنَا اللّٰهُ وَنِعۡمَ الۡوَكِيۡلُ)પઢવા પર જોર આપવામાં આવ્યું છે તે જ રીતે સહીહ બુખારીમાં છે કે જ્યારે હજરત ઈબ્રાહીમ(અ.સ.) આગમાં
નાખવામાં આવ્યા ત્યારે તેમની જીભ પર આ જ શબ્દો હતા. (ફતહુલ કદીર)

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَانْقَلَبُوۡا بِنِعۡمَةٍ مِّنَ اللّٰهِ وَفَضۡلٍ لَّمۡ يَمۡسَسۡهُمۡ سُوۡٓءٌ ۙ وَّاتَّبَعُوۡا رِضۡوَانَ اللّٰهِ ‌ؕ وَاللّٰهُ ذُوۡ فَضۡلٍ عَظِيۡمٍ(174)

174).(સાબિત એ થયું કે) તેઓ અલ્લાહની કૃપા સાથે પાછા ફર્યા, તેમને કોઈ દુઃખ ન પહોંચ્યું, તેઓએ અલ્લાહની પ્રસન્નતાનો રસ્તો અપનાવ્યો અને અલ્લાહ મોટો ફઝલવાળો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92