સુરહ આલે ઈમરાન 175,176

PART:-235
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-175,176
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّمَا ذٰلِكُمُ الشَّيۡطٰنُ يُخَوِّفُ اَوۡلِيَآءَهٗ ۖ فَلَا تَخَافُوۡهُمۡ وَخَافُوۡنِ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ‏(175)

175).આ શયતાન જ છે જે પોતાના દોસ્તોથી ડરાવે છે,એટલા માટે તેમનાથી ન ડરો મારાથી જ ડરો, જો તમે ઈમાનવાળા છો.

તફસીર(સમજુતી):-

એટલે કે મુસલમાનોના દિલમાં શયતાન વસવસો નાખે છે કે કાફિરો વધુ મજબુત અને તાકાતવર છે માટે અલ્લાહ કહે છે કે તમે ડરો નહીં અને મારા તરફ જ
રુજુ કરો અને ફક્ત મારા પર જ ભરોસો કરો હુ કાફી છું તમારા માટે

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَا يَحۡزُنۡكَ الَّذِيۡنَ يُسَارِعُوۡنَ فِى الۡكُفۡرِ‌ۚ اِنَّهُمۡ لَنۡ يَّضُرُّوا اللّٰهَ شَيۡــئًا ‌ؕ يُرِيۡدُ اللّٰهُ اَلَّا يَجۡعَلَ لَهُمۡ حَظًّا فِىۡ الۡاٰخِرَةِ ‌ۚ وَلَهُمۡ عَذَابٌ عَظِيۡمٌ‏(176)

176).જે ઝડપથી કુફ્ર તરફ જઈ રહ્યા છે, તેમનાથી તમે ગમગીન ન થાઓ, તેઓ અલ્લાહ (તઆલા)નું કશું બગાડી નહિ શકે, અલ્લાહ આખિરતમાં તેમને કોઈ હિસ્સો આપવા ઈચ્છતો નથી, અને તેમના માટે મોટો અઝાબ છે.

તફસીર(સમજુતી):-

નબી (ﷺ)ના દિલની તમન્ના હતી કે બધા જ લોકો મુસલમાન થઈ જાય, એટલા માટે તેઓના ઈન્કાર અને જુઠાડવાથી આપને દુઃખ થતું હતું, અલ્લાહ તઆલાએ આ આયતમાં આપ (ﷺ )ને દિલાસો આપ્યો કે તમે દુ:ખી ન થાવ આ લોકો અલ્લાહનું કશું બગાડી શકવાના નથી, પોતાની જ આખિરત ખરાબ કરી રહ્યા છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92