સુરહ આલે ઈમરાન 163,164

PART:-229
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-163,164
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

هُمۡ دَرَجٰتٌ عِنۡدَ اللّٰهِ ‌ؕ وَاللّٰهُ بَصِيۡرٌۢ بِمَا يَعۡمَلُوۡنَ(163)

163).અલ્લાહ(તઆલા) પાસે તેમના અલગ-અલગ દરજ્જાઓ છે તેમના બધા કાર્યોને અલ્લાહ સારી રીતે જોઈ રહ્યો છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

لَقَدۡ مَنَّ اللّٰهُ عَلَى الۡمُؤۡمِنِيۡنَ اِذۡ بَعَثَ فِيۡهِمۡ رَسُوۡلًا مِّنۡ اَنۡفُسِهِمۡ يَتۡلُوۡا عَلَيۡهِمۡ اٰيٰتِهٖ وَيُزَكِّيۡهِمۡ وَيُعَلِّمُهُمُ الۡكِتٰبَ وَالۡحِكۡمَةَ  ۚ وَاِنۡ كَانُوۡا مِنۡ قَبۡلُ لَفِىۡ ضَلٰلٍ مُّبِيۡنٍ(164)

164).બેશક મુસલમાનો પર અલ્લાહનો ઉપકાર છે કે તેણે તેમનામાંથી એક રસૂલ તેમનામાં મોકલ્યો છે જે તેની આયતો તેમને સંભળાવે છે અને તેમને પવિત્ર કરે છે અને તેમને કિતાબ અને હિકમત શીખવે છે અને બેશક આ બધા આના પહેલા સ્પષ્ટ રીતે ગુમરાહ હતા.

તફસીર(સમજુતી):-

આ આયતમાં રિસાલતના ત્રણ ખાસ હેતુઓનું વર્ણન છે (૧) આયતોનું પઠન (૨) પવિત્ર કરવું (૩) કિતાબ અને સૂઝબૂઝની નસીહત. કિતાબની તાલિમમાં કિતાબના પઠન વગર તાલિમનું અસ્તિત્વ શક્ય નથી. તેના
સિવાય પઠનને એક હેતુની રીતે વર્ણવેલ છે તેનાથી સ્પષ્ટ થાય છે કે કિતાબનું પઠન પણ પવિત્રતા અને સવાબ કામ છે. ભલેને પઢનાર તેનો અર્થ સમજે અથવા ન સમજે. કુરઆનનો મતલબ અને હેતુ સમજવાની કોશિશ કરવી દરેક મુસલમાન માટે જરૂરી છે, પરંતુ જયાં સુધી આ મકસદ હાસિલ ન થાય અથવા એટલી સમજ અથવા કાબિલયત ન હોય કુરઆન ના પઠનમાં સુસ્તી અથવા રોકાઈ રહેવું ઠીક નથી પવિત્રતાનો મતલબ છે
ઇમાન, કર્મ અને આચરણમાં સુધાર જેવી રીતે આપ (ﷺ)એ તેમને મૂર્તિપૂજાથી હટાવીને તૌહીદ (એકેશ્વરવાદ) તરફ લગાવ્યા, તેજ રીતે અસભ્ય સમાજને સભ્ય અને ચારિત્ર્યના રસ્તા પર ચલાવ્યા. હિકમત વ્યાખ્યાકારની નજદીક હદીસ છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92