સુરહ આલે ઈમરાન 155,156

PART:-225
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-155,156
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ الَّذِيۡنَ تَوَلَّوۡا مِنۡكُمۡ يَوۡمَ الۡتَقَى الۡجَمۡعٰنِۙ اِنَّمَا اسۡتَزَلَّهُمُ الشَّيۡطٰنُ بِبَعۡضِ مَا كَسَبُوۡا ‌ۚ وَلَقَدۡ عَفَا اللّٰهُ عَنۡهُمۡ‌ؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ حَلِيۡمٌ(155)

155).તમારામાંથી જે લોકોએ તે દિવસે પીઠ બતાવી જે દિવસે બંને જૂથોમાં મુકાબલો થયો હતો, આ લોકો પોતાના કેટલાક કર્મોના કારણે શયતાનના બહેકાવામાં
આવી ગયા, પરંતુ યકીન કરો કે અલ્લાહ (તઆલા)એ તેમને માફ કરી દીધા, અલ્લાહ (તઆલા) માફ કરનાર અને સહનશીલ છે.

તફસીર(સમજુતી):-

ઓહદના યુદ્ધમાં જે લોકો પીઠ બતાવીને ભાગેલા તેમની અંદરુની કમજોરી ના લીધે શયતાન તેમને બહકાવવામા કામયાબ થઈ ગયો આમ છતાં અલ્લાહએ તેમને આ આયતમા તેમની આ કરતૂતના બદલામાં માફીનુ એલાન કરી દીધું

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَكُوۡنُوۡا كَالَّذِيۡنَ كَفَرُوۡا وَقَالُوۡا لِاِخۡوَانِهِمۡ اِذَا ضَرَبُوۡا فِى الۡاَرۡضِ اَوۡ كَانُوۡا غُزًّى لَّوۡ كَانُوۡا عِنۡدَنَا مَا مَاتُوۡا وَمَا قُتِلُوۡا ۚ لِيَجۡعَلَ اللّٰهُ ذٰ لِكَ حَسۡرَةً فِىۡ قُلُوۡبِهِمۡ‌ؕ وَاللّٰهُ يُحۡىٖ وَيُمِيۡتُ‌ؕ وَ اللّٰهُ بِمَا تَعۡمَلُوۡنَ بَصِيۡرٌ(156)

156).અય મુસલમાનો! તમે તેમના જેવા ન બનો જેઓ નાશુક્રા (અપકારી) બની ગયા અને તેમના ભાઈઓએ જ્યારે ધરતી પર મુસાફરી કરી અથવા જિહાદ માટે
નીકળ્યા તો કહ્યું કે જો તેઓ અમારા સાથે રહેતા તો ન
મૃત્યુ પામતા, ન તેઓ કતલ થતા, (તેમના આ વિચારનું કારણ એ છે કે) અલ્લાહ તેને તેમના દિલોના
અફસોસનું કારણ બનાવી દે, જીવન અને મૃત્યુ અલ્લાહ
જ આપે છે અને અલ્લાહ તમારા કાર્યોને જોઈ રહ્યો છે.

તફસીર(સમજુતી):-

ઈમાનવાળાઓને કાફિરો અને મુનાફિકોના જેવા ઈમાનથી રોકવામાં આવી રહ્યા છે, કેમકે આવું ઈમાન કાયરતાનો આધાર છે. તેના વિરુદ્ધ જયારે યકીન હોય કે મૃત્યુ અને જીવન અલ્લાહના હાથમાં છે, પછી એ કે મૃત્યુનો સમય નક્કી છે તો એનાથી માણસના અંદર ઈરાદો, હિમ્મત અને અલ્લાહના માર્ગમાં લડવાની ભાવના પેદા થાય છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92