સુરહ આલે ઈમરાન 157,158

PART:-226
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-157,158
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَئِنۡ قُتِلۡتُمۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَوۡ مُتُّمۡ لَمَغۡفِرَةٌ مِّنَ اللّٰهِ وَرَحۡمَةٌ خَيۡرٌ مِّمَّا يَجۡمَعُوۡنَ(157)

157).જો તમે અલ્લાહના માર્ગમાં શહીદ થઈ જાઓ અથવા મૃત્યુ પામો તો અલ્લાહની માફી અને રહમત તેના (માલ)થી સારી છે જેને તેઓ જમા કરી રહ્યા છે.

તફસીર(સમજુતી):-

મૃત્યુ તો હકીકતમાં આવવાનું જ છે, પરંતુ જો મૃત્યુ એવું આવે જેના પછી વ્યક્તિ અલ્લાહની માફી અને
રહમતનો હકદાર થઈ જાય, તો આ દુનિયાની ધન-દોલતથી બહેતર છે, જેને જમા કરવામાં માણસ જિંદગી પૂરી કરી નાખે છે, એટલા માટે અલ્લાહના માર્ગમાં જિહાદ કરવાથી પાછા ન હટવું જોઈએ, તેનાથી લગાવ અને મોહબ્બત હોવી જોઈએ કેમકે તેનાથી અલ્લાહની માફી અને રહમત પ્રાપ્ત થાય છે પરંતુ તેની સાથે શરત એ છે કે તે મનની પવિત્રતા સાથે હોય.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَئِنۡ مُّتُّمۡ اَوۡ قُتِلۡتُمۡ لَا اِلَى اللّٰهِ تُحۡشَرُوۡنَ(158)

158).અને તમે મૃત્યુ પામો અથવા માર્યા જાઓ, તમારે અલ્લાહના પાસે જ જમા થવાનું છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92