સુરહ આલે ઈમરાન 159,160

PART:-227
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-159,160
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَبِمَا رَحۡمَةٍ مِّنَ اللّٰهِ لِنۡتَ لَهُمۡ‌ۚ وَلَوۡ كُنۡتَ فَظًّا غَلِيۡظَ الۡقَلۡبِ لَانْفَضُّوۡا مِنۡ حَوۡلِكَ‌ ۖ فَاعۡفُ عَنۡهُمۡ وَاسۡتَغۡفِرۡ لَهُمۡ وَشَاوِرۡهُمۡ فِى الۡاَمۡرِ‌ۚ فَاِذَا عَزَمۡتَ فَتَوَكَّلۡ عَلَى اللّٰهِ‌ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الۡمُتَوَكِّلِيۡنَ(159)

159).અલ્લાહની રહેમતના કારણે તમે તેમના માટે નરમ બની ગયા છો અને તમે કઠોર સ્વભાવના અને
સખત દિલના હોત તો આ બધા તમારા પાસેથી દૂર જતા ૨હેતા, એટલા માટે તમે તેમને માફ કરો, અને તેમના માટે માફી માગો અને કામનો મશવરો તેમનાથી કર્યા કરો પછી જ્યારે તમારો ઈરાદો મજબૂત થઈ જાય તો અલ્લાહ(તઆલા) પર ભરોસો કરો અને અલ્લાહ(તઆલા) ભરોસો કરનારને દોસ્ત રાખે છે.

તફસીર(સમજુતી):-

નબી(ﷺ) ઉચ્ચ આચરણવાળા હતા, અલ્લાહ તઆલા પોતાના આ પયગમ્બર પર એક અહેસાનને વર્ણન કરી રહ્યો છે કે આપ(ﷺ)ની અંદર જે નરમી છે તે અલ્લાહ તઆલાની ખાસ રહમતનું પરિણામ છે જો આપ(ﷺ)ની અંદર આ નરમી ન હોત તો તેનાથી વિપરિત આપ(ﷺ)દુર્વ્યવહારી (બદઅખલાક) અને સખત દિલના હોતા તો લોકો આપ (ﷺ)ની નજીક રહેવાને બદલે દૂર ભાગતા એટલા માટે આપ (ﷺ) માફીથી જ કામ લે.

એટલે કે મુસલમાનોના દિલાસા માટે મશવરો કરી લો, આ આયતથી મશવરાની જરૂરીયાત, શ્રેષ્ઠતા, ફાયદો અને તેનું સારૂ હોવાનું સાબિત થાય છે. મશવરો લેવાનો આ હુકમ કેટલાક આલિમોની નજદીક જરૂરી છે અને
કેટલાકના વિચારમાં મુસ્તહબ છે.

મશવરાના પછી જેના પર આપનો ઈરાદો પાકો થઈ જાય, પછી અલ્લાહ પર ભરોસો રાખીને કરી નાખો, આનાથી એક વાત એ માલુમ થઈ કે મશવરા પછી અંતિમ નિર્ણય હાકિમનો જ હશે ન કે મશવરો આપવાવાળાઓ
અથવા તેમના બહુમતનો જેવું કે લોકતંત્રમાં છે. બીજુ એ કે બધો ભરોસો અલ્લાહ પર જ હશે ન કે મશવરો આપવાવાળાની અકલ અથવા સમજ પર. આગલી આયતમાં પણ અલ્લાહ પર ભરોસો રાખવા પર વધારે જોર
આપવામાં આવ્યું છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنۡ يَّنۡصُرۡكُمُ اللّٰهُ فَلَا غَالِبَ لَـكُمۡ‌ۚ وَاِنۡ يَّخۡذُلۡكُمۡ فَمَنۡ ذَا الَّذِىۡ يَنۡصُرُكُمۡ مِّنۡۢ بَعۡدِهٖ ‌ؕ وَعَلَى اللّٰهِ فَلۡيَتَوَكَّلِ الۡمُؤۡمِنُوۡنَ(160)

160).જો અલ્લાહ(તઆલા) તમારી મદદ કરે તો તમારા પર કોઈ પ્રભાવી થઈ શકતું નથી, અને જો તે તમને છોડી દે તો કોણ છે જે તમારી મદદ કરે? અને ઈમાનવાળાઓ એ અલ્લાહ (તઆલા) પર જ ભરોસો કરવો જોઈએ.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92