સુરહ આલે ઈમરાન 154

PART:-224
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-154
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

ثُمَّ اَنۡزَلَ عَلَيۡكُمۡ مِّنۡۢ بَعۡدِ الۡغَمِّ اَمَنَةً نُّعَاسًا يَّغۡشٰى طَآئِفَةً مِّنۡكُمۡ‌ۙ وَطَآئِفَةٌ قَدۡ اَهَمَّتۡهُمۡ اَنۡفُسُهُمۡ يَظُنُّوۡنَ بِاللّٰهِ غَيۡرَ الۡحَـقِّ ظَنَّ الۡجَـاهِلِيَّةِ‌ؕ يَقُوۡلُوۡنَ هَلۡ لَّنَا مِنَ الۡاَمۡرِ مِنۡ شَىۡءٍ‌ؕ قُلۡ اِنَّ الۡاَمۡرَ كُلَّهٗ لِلّٰهِ‌ؕ يُخۡفُوۡنَ فِىۡۤ اَنۡفُسِهِمۡ مَّا لَا يُبۡدُوۡنَ لَكَ‌ؕ يَقُوۡلُوۡنَ لَوۡ كَانَ لَنَا مِنَ الۡاَمۡرِ شَىۡءٌ مَّا قُتِلۡنَا هٰهُنَا ‌ؕ قُلۡ لَّوۡ كُنۡتُمۡ فِىۡ بُيُوۡتِكُمۡ لَبَرَزَ الَّذِيۡنَ كُتِبَ عَلَيۡهِمُ الۡقَتۡلُ اِلٰى مَضَاجِعِهِمۡ‌ۚ وَلِيَبۡتَلِىَ اللّٰهُ مَا فِىۡ صُدُوۡرِكُمۡ وَلِيُمَحِّصَ مَا فِىۡ قُلُوۡبِكُمۡ‌ؕ وَاللّٰهُ عَلِيۡمٌۢ بِذَاتِ الصُّدُوۡرِ(154)

154).આ દુ:ખ પછી તમારા પર શાંતિ ઉતારી અને તમારામાંથી એક જૂથને શાંતિની ઉંઘ આવવા લાગી, અને હા, કેટલાક એવા લોકો પણ હતા જેમને પોતાના જીવની પડી
હતી.' તેઓ અલ્લાહ (તઆલા)ના માટે નાહક મૂર્ખતા જેવા ખોટા વિચારો કરવા લાગ્યા અને કહેતા હતા કે અમને પણ કેટલોક હક છે, તમે કહી દો તમામ કામો તો
અલ્લાહના અધિકારમાં છે. આ લોકો પોતાના દિલોના રહસ્યો તમને નથી બતાવતા, કહે છે કે જો અમને થોડો અધિકાર હોત તો અહિયા કતલ કરવામાં ન આવતા. તમે કહી દો કે જો તમે પોતાના ઘરોમાં હોત તો પણ જેના નસીબમાં કતલ થવાનું હતું તે ક્તલની જગ્યા તરફ ચાલીને આવતા. અલ્લાહ (તઆલા)ને તમારા દિલોમાં જે છુપાયેલું હતું તેની કસોટી કરવી હતી અને જે કંઈ તમારા દિલોમાં છે તેનાથી પવિત્ર કરવું હતું, અને અલ્લાહ (તઆલા) ગૈબને જાણવાવાળો છે (દિલોના રહસ્યોને સારી રીતે જાણે છે.)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92