કુર્આન સાચે જ ઈશ્વરીય ગ્રંથ છે
(1).‘‘આ અલ્લાહનો ગ્રંથ છે, એમાં કોઈ શંકા નથી.” (કુર્આન, સૂરહ: બકરહ:-૨)
(2).”તમારા પાસે અલ્લાહ તરફથી પ્રકાશ આવી ગયો છે અને એક એવો સત્ય-દર્શક ગ્રંથ જેના વડે અલ્લાહ તે લોકોને જેઓ તેની પ્રસન્નતાની પ્રબળ ઇચ્છા રાખે
છે, સલામતીના માર્ગો બતાવે છે અને પોતાના હુકમથી તેમને અંધકારમાંથી કાઢીને અજવાળા તરફ લાવે છે અને સન્માર્ગ તરફ તેમનું માર્ગદર્શન કરે છે.”
(કુર્આન, સૂરહ: માઈદા:-૧૬)
(3).”રમઝાન એ મહિનો છે, જેમાં કુર્આન અવતરિત કરવામાં આવ્યું, જે માનવજાત માટે સંપૂર્ણ માર્ગદર્શન છે અને એવું સ્પષ્ટ શિક્ષણ ધરાવે છે, જે સીધો માર્ગ
દેખાડનારું તથા સત્ય અને અસત્યનો ભેદ સ્પષ્ટ કરી દેનારું છે.”(કુર્આન,સૂરહ: બકરહ:-૧૮૫)
(4).”લોકો ! તમારા પાસે તમારા ૨બ તરફથી બોધ આવી ગયો છે. આ તે વસ્તુ છે જે હૃદયોના રોગોનો ઇલાજ છે અને જેઓ તેને સ્વીકારી લે તેમના માટે માર્ગદર્શન
અને કૃપા છે.” (કુર્આન,સૂરહ યુનુસ:- ૫૭)
(5).“હે પયગંબર ! આ એક ગ્રંથ છે જેને અમે તમારા ઉપર અવતરિત કર્યો છે જેથી તમે લોકોને અંધકારમાંથી કાઢીને પ્રકાશમાં લાવો, તેમના રબ (માલિક અને પાલનહાર)ની સદ્-પ્રેરણાથી, તે અલ્લાહના માર્ગ ઉપર જે પ્રભુત્વશાળી અને
સ્વયં પ્રશંસાપાત્ર છે.’’ (કુર્આન, સૂરહ: ઇબ્રાહીમ:-૧)
(6).‘‘તે અલ્લાહ જ તો છે જે પોતાના બંદા ઉપર સ્પષ્ટ આયતો અવતરિત કરી રહ્યો છે
જેથી તમને અંધકારમાંથી કાઢી પ્રકાશમાં લઈ આવે, અને હકીકત આ છે કે અલ્લાહ તમારા પર ખૂબ જ કરુણામય અને મહેરબાન છે.” (કુર્આન,સૂરહઃ હદીદ:-૯) !
(7).”આ એક સંદેશ છે સમગ્ર માનવજાત માટે, અને એટલા માટે આ મોકલવામાં આવેલ છે કે તેમને આના દ્વારા ચેતવી દેવામાં આવે અને તેઓ જાણી લે કે હકીકતમાં
અલ્લાહ બસ એક જ છે અને જે લોકો બુદ્ધિ રાખે છે, તેઓ ભાનમાં આવી જાય.”(કુર્આન, સૂરહઃ ઇબ્રાહીમ:-૫૨)
(8).‘‘આ એક ઘણો બરકતવાળો ગ્રંથ છે, જે (હે પયગંબર !) અમે તમારા તરફ અવતરિત કર્યો છે જેથી આ લોકો તેની આયતો પર વિચારે અને બદ્ધિ અને સમજ
રાખવાવાળા લોકો તેનાથી બોધ ગ્રહણ કરે.” (કુર્આન, સૂરહઃ સૌદ:- ૨૯)
(9).”અમે આ કુર્આનમાં લોકોને વિવિધ દૅષ્ટાંતો આપ્યા છે જેથી આ લોકો ભાનમાં આવે. એવું કુર્આન જે અરબી ભાષામાં છે, જેમાં સહેજ પણ વિકૃતિ નથી, જેથી આ લોકો ખરાબ પરિણામથી બચે.” (કુર્આન, સૂરહઃ ઝુમર:- ૨૭-૨૮)
(10).”લોકો ! અમે તમારા તરફ એક એવો ગ્રંથ મોકલ્યો છે જેમાં તમારું જ વર્ણન છે, શું તમે સમજતા નથી ?” (કુર્આન, સૂરહ અંબિયા, ૧૦).
(11).”જયારે કુર્આન તમારા સમક્ષ પઢવામાં આવે તો તેને ધ્યાનપૂર્વક સાંભળો અને ચુપ રહો, કદાચ તમારા પર પણ કૃપા થઈ જાય.” (કુર્આન, સૂરહ આ’રાફ, ૨૦૪)
(12).”અલ્લાહે સર્વોત્તમ વાણી અવતરિત કરી છે, એવો ગ્રંથ જેના તમામ ભાગો સુસંગત છે અને જેમાં વિષયો વારંવાર દોહરાવવામાં અાવ્યા છે. તેને સાંભળીને તે લોકોના રૂંવાડાં ઊભા થઈ જાય છે જેઓ પોતાના રબ (પ્રભુ)થી ડરનારા છે અને પછી તેમના શરીર અને તેમના હદય નરમ પડીને અલ્લાહના સ્મરણ તરફ વળી જાય છે. આ અલ્લાહનું માર્ગદર્શન છે જેના દ્વારા તે સન્માર્ગ ઉપર લઈ આવે છે, જેને ચાહે છે અને જેને અલ્લાહ જ માર્ગદર્શન ન આપે તેના માટે પછી કોઈ માર્ગદર્શક નથી.” (કુર્આન, સૂરહ ઝુમર, ૨૩)
(13).”આ પરમ્ કૃપાળુ અને પ૨મ્ દયાળુ અલ્લાહ તરફથી અવતરિત કરવામાં આવેલ વસ્તુ છે, એક એવો ગ્રંથ જેની આયતો ખૂબ જ સ્પષ્ટતાપુર્વક વર્ણવવામાં આવી
છે. અરબી ભાષાનું કુર્આન, તે લોકો માટે જેઓ જ્ઞાન ધરાવે છે, ખુશખબર આપનાર અને ડરાવનાર. પરંતુ આમાંના ઘણાંખરાએ તેનાથી મોઢુ ફેરવી લીધું અને તેઓ સાંભળવા તૈયાર નથી. કહે છે, જે વસ્તુ તરફ તું અમને બોલાવી રહ્યો છે તેના
માટે અમારા હૃદયો પર ગલેફ ચઢેલા છે, અમારા કાન બહેરા થઈ ગયા છે, અને અમારા અને તારા વચ્ચે એક આવરણ રુકાવટ બની ગયું છે. તું તારુ કામ કર, અમે
અમારું કામ કર્યો જઈશું.” (કુર્આન, સૂરહ હા-મીમ-સજદહ, ૨-૫)
(14).”અમે તમારા તરફ એવી આયતો અવતરિત કરી છે જે સ્પષ્ટપણે સત્યને જાહેર
કરનારી છે અને તેના અનુસરણથી માત્ર તે જ લોકો ઇન્કાર કરે છે, જેઓ અવજ્ઞાકારી છે.” (કુર્આન, સૂરહ બકરહ, ૯૯)
(15).”શું આ લોકોએ કુર્આન પર વિચાર કર્યો નથી, કે તેમના હૃદયો પર તાળાં લાગેલા ! છે ?” (કુર્આન, સૂરહ મુહમ્મદ, ૨૪)
(16).”જે લોકો અમારા ઉતારેલા સ્પષ્ટ શિક્ષણ અને માર્ગદર્શનને છુપાવે છે, તે પછી પણ કે અમે તેને તમામ મનુષ્યોના માર્ગદર્શન માટે અમારા ગ્રંથમાં વર્ણવી ચૂક્યા
છીએ, વિશ્વાસ રાખો કે અલ્લાહ પણ તેમના પર ફિટકાર કરે છે અને બધા ફિટકાર કરનારાઓ પણ તેના પર ફિટકાર કરે છે.” (કુર્આન, સૂરહ બકરહ, ૧૫૯)
(17).”પછી તમે લોકો કઈ તરફ જઈ રહ્યા છો ? આ તો સમસ્ત જગતવાસીઓ માટે એક ઉપદેશ છે, તમારામાંથી તે દરેક વ્યક્તિ માટે જે સન્માર્ગ પર ચાલવા ઇચ્છતો હોય.” (કુર્આન, સૂરહ તકવીર, ૨૬-૨૮)
(18).”લોકો ! તમારા ૨બ તરફથી તમારા પાસે સ્પષ્ટ દલીલ આવી ગઈ છે અને અમે તમારા તરફ એવો પ્રકાશ મોકલી દીધો છે જે તમને સાફ-સાફ રસ્તો દેખાડનારો
છે. હવે જેઓ અલ્લાહની વાત માની લેશે અને તેનું શરણ શોધશે તેમને અલ્લાહ પોતાની દયા અને પોતાની કૃપામાં દાખલ કરી લેશે અને પોતાના તરફ આવવાનો
સીધો માર્ગ તેમને દેખાડી દેશે.” (કુર્આન, સૂરહ નિસા, ૧૭૪-૧૭૫)
(19).‘‘અમે આ કુર્આનને બોધપાઠ ગ્રહણ કરવા માટે સરળ માધ્યમ બનાવી દીધું છે, તો હવે છે કોઈ બોધ ગ્રહણ કરનાર ?” (કુર્આન, સૂરહ કમર, ૧૭)