આ દુનિયા અને માનવીનુ જીવન નિર્થક નથી

(1).” આ આકાશો અને ધરતી અને તેમના વચ્ચેની વસ્તુઓ અમે કંઈ રમતના રૂપમાં નથી બનાવી. તેમને અમે સત્યપૂર્વક પેદા કરી છે, પરંતુ આમાના ઘણાખરા જાણતા નથી.”

(2).”અલ્લાહે તો આકાશો અને ધરતીને સત્યપૂર્વક પેદા કર્યા છે અને એટલા માટે કર્યા છે કે દરેક જીવધારીને તેની કમાણીનો બદલો આપવામાં આવે.લોકો ઉપર
અત્યાચાર કદાપિ નહીં કરવામાં આવે.” (કુર્આન, સુર: જાસિયહ,૨૨)

(3).”લોકો ! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીમાંથી પેદા કર્યા અને પછી તમારી કોમો (જાતિઓ) અને કબીલા (બિરાદરીઓ) બનાવી દીધા જેથી તમે એકબીજાને
ઓળખો. હકીકતમાં અલ્લાહના નજીક તમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત તે છે જે તમારામાં સૌથી વધુ પરહેઝગાર (અલ્લાહથી ડરનાર, સંયમી) છે, નિશ્ચિતપણે
અલ્લાહ સર્વજ્ઞ અને સુમાહિતગાર છે.” (કુર્આન, સૂરઃ હુજુરાત, ૧૩)

(4).“મેં જિન્નાતો અને મનુષ્યોને આના સિવાય બીજા કોઈ કામ માટે પેદા કર્યા નથી કે તેઓ મારી બંદગી (ઉપાસના) કરે.” (કુર્આન, સૂરઃ ઝારિયાત, ૫૬)

(5).”અને એ કે મનુષ્ય માટે આ સિવાય કશું જ નથી પરંતુ તે કે, જેના માટે તેણે પ્રયાસ કર્યો છે, અને એ કે તેના પ્રયાસો ટૂંક સમયમાં જ જોવામાં આવશે પછી
તેનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે, અને એ કે છેવટે પહોંચવાનું તારા રબના જ પાસે છે.” (કુર્આન, સૂર: નજ્મ, ૩૯-૪૨)

(6).”શું મનુષ્યએ એમ સમજી લીધું છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે? શું તે એક તુચ્છ પાણીનું વીર્ય ન હતો જે (માતાના ગર્ભાશયમાં) ટપકાવવામાં
આવે છે? પછી તે એક માંસનો લોચો બન્યો, પછી અલ્લાહે તેનું શરીર બનાવ્યું અને તેના અંગો સપ્રમાણ કયાં, પછી તેના વડે પુરુષ અને સ્ત્રીની બે જાતો બનાવી. શું તે એવું કરવા માટે સમર્થ નથી કે મૃત્યુ પામેલાઓને પુનઃ સજીવન કરી દે?”
(કુર્આન, સુર: કિયામહ, ૩૬-૪૦)

(7).”તે અલ્લાહ જ છે. જેણે સત્યપુર્વક આ ગ્રંથ અને તુલા અવતરિત કર્યા છે અને તમને શું ખબર, કદાચ નિર્ણયની ઘડી નજીક જ આવી પહોચી હોય. જે લોકો
તેના આવવા પર ઈમાન ધરાવતા નથી. તેઓ તો તેના માટે ઉતાવળ  કરે છે,પરંતુ જે લોકો તેના પર ઈમાન ધરાવે છે તેઓ તેનાથી ડરે છે અને જાણે છે કે તે ચોક્કસ આવવાની છે. બરાબર સાંભળી લો, જે લોકો તેના અાગમન વિષે
શંકામાં નાખનારી ચર્ચાઓ કરે છે તેઓ પથભ્રષ્ટતામા ઘણે દૂર નીકળી ગયા છે.’ (કુર્આન, સુરઃ શુરા, ૧૭-૧૮)

(8).”આમને કહો, “જે મૃત્યુથી તમે ભાગો છો તે તો તમને આવીને રહેશે પછી તમે તેના સામે રજૂ કરવામાં આવશો જે છૂપા અને જાહેરનો જાણવાવાળો છે અને તે
તમને બતાવી દેશે કે તમે શું-શું કરતા રહ્યા છો.” (કુર્આન,સૂર: જુમુઆ,૮)

(9).”ફિટકાર પડે મનુષ્ય પર! સત્યનો કેવો કટ્ટર ઇન્કાર કરનારો છે આ ! કઈ વસ્તુમાંથી અલ્લાહે એને પેદા કર્યો છે ? વીર્યના એક ટીપામાંથી. અલ્લાહે એને પેદા કર્યો, પછી એનું ભાગ્ય નિશ્ચિત કર્યું, પછી એના માટે જીવનનો માર્ગ સરળ બનાવ્યો, પછી એને મૃત્યુ આપ્યું અને કબરમાં પહોંચાડ્યો. પછી જ્યારે ઇરછે ત્યારે તે એને બીજીવાર ઉઠાવી ઊભો કરી દે. કદાપિ નહીં, એણે તે કર્તવ્ય
નિભાવ્યું નથી જેનો અલ્લાહે એને આદેશ આપ્યો હતો.”
(કુર્અાન, સૂરઃ અબસ, ૧૭-૨૩)

(10).‘‘હકીકત તો એ છે કે મનુષ્ય પોતાના રબ (પ્રભુ)નો ખૂબ કૃતધ્ન છે, અને તે સ્વયં આના પર સાક્ષી છે, અને તે ધન-દોલતના પ્રેમમાં ખરાબ રીતે ગ્રસ્ત થઈ ગયો છે. તો શું તે સમયને તે નથી જાણતો જયારે કબરોમાં જે કંઈ (દટાયેલું) છે તેને કાઢી લેવામાં આવશે, અને હૃદયોમાં જે કંઈ (છુપાયેલું) છે તેને બહાર કાઢીને તેની તપાસ કરવામાં આવશે ? ચોક્કસપણે તેમનો ૨બ તે દિવસે તેમની પૂરી માહિતી રાખતો હશે.” (કુર્આન, સૂરઃ આદિયાત, ૬-૧૧)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92