માનવીઓ સાથે અલ્લાહનું વર્તન

(1). આ તો અમારી મહેરબાની છે કે અમે બની આદમ (આદમની સંતાન)ને પ્રતિષ્ઠા આપી અને તેમને જમીન અને પાણીમાં સવારીના સાધનો આપ્યા અને
તેમને શુદ્ધ વસ્તુઓમાંથી રોજી આપી અને પોતાની અનેક મખ્લૂકો (પોતે સર્જેલા અનેકો) ઉપર સ્પષ્ટ શ્રેષ્ઠતા આપી.'' (કુર્આન, સુર: બની ઇસરાઈલ, ૭૦)

(2).અમે કોઈ વ્યક્તિને તેની શક્તિથી વધુ કષ્ટ આપતા નથી અને અમારી પાસે
પુસ્તક છે. જે (દરેકે-દરેકની સ્થિતિ) સાચેસાચી બતાવી દેનારુ છે. અને કોઈ પણ
સ્થિતિમાં લોકો સાથે અન્યાય કરવામાં નહીં આવે.” (કુર્અાન, સૂર: મુમિનુન, ૬૨)


(3).અલ્લાહ પોતાના નૂર તરફ જેને ચાહે છે માર્ગદર્શન આપે છે, તે લોકોને દષ્ટાંતો વડે વાત સમજાવે છે, તે દરેક વસ્તુને સારી રીતે જાણે છે. (તેના નૂ૨ તરફ
માર્ગદર્શન પામનારા) તે ઘરોમાં જોવા મળે છે જેમને ઉચ્ચ કરવાનો, અને જેમાં
પોતાના નામનું સ્મરણ કરવાનો અલ્લાહે આદેશ આપ્યો છે. તેમાં એવા લોકો
સવાર સાંજ તેની તસ્બીહ (ગુણગાન) કરે છે જેમને વેપાર અને ખરીદ-વેચાણ
અલ્લાહના સ્મરણથી અને નમાઝ કાયમ કરવા અને ઝકાત આપવાથી ગાફેલ
કરી દેતા નથી. તેઓ તે દિવસથી ડરતા રહે છે જેમાં હ્દયો ઊંધા થઈ જવાનો
અને આખો ફાટી જવાનો સમય આવી જશે. (અને તેઓ આ બધું એટલા માટે
કરે છે) કે જેથી અલ્લાહ તેમના ઉત્તમ કર્મોનો બદલો તેમને આપે અને વધુમાં
પોતાની કૃપા પ્રદાન કરે. અલ્લાહ જેને ચાહે છે બેહિસાબ આપે છે. (આનાથી વિપરીત) જેમણે કુફ્ર કર્યું, તેમના કર્મોનું દૃષ્ટાંત એવું છે જેમ કે પાણી વિનાના રણમાં મૃગજળ કે તરસ્યો તેને પાણી સમજી રહ્યો હતો, પણ જયારે ત્યાં પહોંચ્યો તો કંઈ ન જોયું, બલ્કે ત્યાં તેણે અલ્લાહને મોજૂદ જોયો જેણે તેનો પૂરેપૂરો હિસાબ ચૂકવી આપ્યો, અને અલ્લાહને હિસાબ લેતાં વાર નથી લાગતી; અથવા પછી તેનું દૃષ્ટાંત એવું છે જેમ કે ઊંડા સમુદ્રમાં અંધકાર કે તેના ઉપર એક મોજું છવાયેલું છે,
તેના ઉપર બીજું એક મોજું અને તેના ઉપર વાદળ, અંધકાર ઉપર અંધકાર છવાયેલો છે. માણસ પોતાનો હાથ કાઢે તો તેને પણ જોઈ ન શકે, જેને અલ્લાહ નુર પ્રદાન ન કરે, તેના માટે પછી કોઈ નૂર નથી.” (કુર્અાન, સૂરઃ નૂર, ૩૫-૪૦)

[નોંધ:-નૂર થી તાત્પર્ય તે વસ્તુ છે જેના કારણે ચીજો-વસ્તુઓ પ્રગટ થાય છે અર્થાત્ જે પોતાની જાતે જ પ્રગટ થાય અને બીજી વસ્તુઓ ને પણ પ્રગટ કરે.]













Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92