દુષ્ટ લોકોનુ વર્તન
(1).મનુષ્યો પૈકી કોઈ તો એવો છે જેની વાતો સાંસારિક જીવનમાં તમને ઘણી સારી લાગે છે, અને પોતાના શુભ આશય માટે તે વારંવાર અલ્લાહને સાક્ષી ઠેરવે છે,
પરંતુ હકીકતમાં તે સત્યનો સૌથી ખરાબ દુશ્મન હોય છે. જયારે તેને સત્તા મળી જાય છે તો ધરતી ઉપર તેની સમગ્ર દોડધામ એટલા માટે હોય છે કે બગાડ ફેલાવે,
ખેતીઓને ઉજાડી નાખે અને માનવવંશને તબાહ કરે - જો કે અલ્લાહ (જેને તે સાક્ષી ઠેરવતો હતો) બગાડને કદાપિ પસંદ કરતો નથી. – અને જ્યારે તેને
કહેવામાં આવે છે કે અલ્લાહથી ડર, તો પોતાની પ્રતિષ્ઠાનો ખ્યાલ તેને પાપ ઉપર જમાવી દે છે. એવી વ્યક્તિ માટે તો માત્ર જહન્નમ (નર્ક) જ પર્યાપ્ત છે અને તે ઘણું ખરાબ ઠેકાણું છે. બીજી બાજુ મનુષ્યો પૈકી કોઈ એવો પણ છે જે
અલ્લાહની પ્રસન્નતાની ચાહનામાં પોતાના પ્રાણ ખપાવી દે છે અને આવા બંદાઓ ઉપર અલ્લાહ ઘણો મહેરબાન છે,'' (કુર્અાન, સૂર: બકરહ, ૨૦૪-૨૦૭)

(2).અને કઠોર વિનાશકારી સજા છે સત્ય ગ્રહણ કરવાથી ઇન્કાર કરનારાઓ માટે, જેઓ દુનિયાની જિંદગીને આખિરત (પરલોક) પર પસંદગી આપે છે, જેઓ અલ્લાહના માર્ગથી લોકોને રોકી રહ્યા છે અને ઇચ્છે છે કે આ માર્ગ (તેમનીઇચ્છાઓ અનુસાર) વાંકો થઈ જાય. આ લોકો પથભ્રષ્ટતામાં ઘણે દૂર નીકળી ગયા છે.'' (કુર્અાન, સૂર: ઇબ્રાહીમ, ૧-૩)
(3).મોટાભાગના લોકોની હાલત એ છે કે જ્ઞાન વિના માત્ર પોતાની ઈચ્છાઓના આધારે પથભ્રષ્ટ કરનારી વાતો કરે છે. આ હદથી વધી જનારાઓને તમારો રબ
બરાબર જાણે છે. તમે ખુલ્લા ગુનાઓથી પણ બચો અને છૂપા ગુનાઅોથી પણ,જે લોકો ગુનાઓની કમાણી કરે છે, તેઓ પોતાની આ કમાણીનો બદલો પામીને ૨હેશે.” (કુર્અાન, સુર: અન્આમ, ૧૧૯-૧૨૦)

(4).બીજા કેટલાક લોકો એવા છે જેઓ કોઈ જ્ઞાન અને માર્ગદર્શન અને પ્રકાશ આપનાર ગ્રંથ વિના ગરદન અકકડ રાખીને, અલ્લાહ વિષે ઝઘડે છે, જેથી લોકોને
અલ્લાહના માર્ગથી ભટકાવી મુકે. આવા માણસ માટે દુનિયામાં બદનામી છે અને કયામતના દિવસે તેને અમે આગની યાતનાની મજા ચખાડીશુ. આ છે તારું તે (ભવિષ્ય) જે તારા પોતાના હાથોએ તારા માટે તૈયાર કર્યું છે. નહી તો અલ્લાહ પોતાના બંદાઓ પર અત્યાચાર કરવાવાળો નથી."
(કુર્અાન, સૂરઃ હજજ, ૮-૧)

(5).શું તે લોકો જેમણે દુષ્કૃત્યો કર્યા છે એવું સમજી બેઠા છે કે અમે તેમને અને ઈમાન લાવનારાઓને તથા સદ્કાર્યો કરનારાઓને એક-સમાન કરી દઈશું જેથી તેમનું જીવવું અને મરવું એક-સમાન થઈ જાય? ઘણાં ખરાબ નિર્ણયો છે જે આ લોકો કરે છે.” (કુર્અાન, સૂરઃ જાસિયહ, ૨૧)