મુસીબતમાં અને અલ્લાહની કૃપા વખતે માનવીનું વર્તન ભિન્ન છે.

(1).‘‘મનુષ્યની હાલત એ છે કે જયારે તેના પર કોઈ કઠીન સમય આવે છે તો ઊભા અને બેઠા અને સૂતાં અમને પોકારે છે, જ્યારે અમે તેની મુસીબત ટાળી દઈએ છીએ તો એવી રીતે ચાલી નીકળે છે જાણે તેણે ક્યારેય પોતાના ખરાબ સમયમાં અમને પોકાર્યા જ ન હતા. આવી રીતે હદ વટાવી જનારાઓ માટે તેમના કરતૂતો સુંદર બનાવી દેવામાં આવ્યા છે.” (કુર્અાન, સૂર: યુનુસ, ૧૨)

(2)“મનુષ્યને અમે જયારે નેઅ્મત (કૃપા) પ્રદાન કરીએ છીએ ત્યારે તે મોઢું ફેરવે છે અને અકડાઈ દેખાડે છે અને જયારે તેને કોઈ આફત સ્પર્શ પણ કરી જાય છે તો
લાંબી-લાંબી દુઆઓ (પ્રાર્થનાઓ) કરવા લાગે છે.'' (કુર્અાન, સૂર: હા-મીમ-સજદહ, ૫૧)



(3)‘‘તમારા ઉપર જે મુસીબત પણ આવી છે તે તમારા પોતાના હાથોની કમાણીથી આવી છે. અને કેટલાય ગુનાઓને તો તે આમ જ દરગુજર કરી દે છે.”
(કુર્અાન, સૂર: શૂરા, ૩૦)


(4).‘‘મનુષ્યની હાલત એવી છે કે જ્યારે અમે તેને પોતાની કૃપાનો સ્વાદ ચખાડીએ છીએ તો તેના ઉપર ફૂલાઈ જાય છે, અને જો તેના હાથનું કરેલું કોઈક મુસીબતના રૂપમાં તેના પર પાછું ફરે છે તો મોટો અપકારી બની જાય છે.”(કુર્અાન, સૂરઃ શૂરા, ૪૮)

(5).‘‘મનુષ્ય કાચા મનનો બનેલો છે, જયારે તેના પર મુસીબત આવે છે ત્યારે ગભરાઈ જાય છે અને જયારે તેને સુખ-સંપન્નતા પ્રાપ્ત થાય છે ત્યારે કંજૂસી કરવા લાગે છે.” (કુર્આન, સૂરઃ મઆરિજ, ૧૯-૨૧).


(6).‘‘હે પયગંબર ! આમને કહો, "જો ક્યાંક મારા ૨બની કૃપાના ખજાના તમારા કબજામાં હોત તો તમે ખર્ચ થઈ જવાના ડરથી જરૂર તેમને રોકી રાખતા. વાસ્તવમાં
મનુષ્ય ખૂબ સંકુચિત મનનો (કંજૂસ) છે." (કુર્આન, સૂર: બની ઇસરાઈલ ૧૦૦)

(7)"આ જ મનુષ્ય જ્યારે થોડી પણ મુસીબત તેને સ્પર્શી જાય છે તો અમને પોકારે છે, અને જ્યારે અમે તેને પોતાના તરફથી કૃપા પ્રદાન કરીને સંતૃત્પ કરી દઈએ
છીએ તો કહે છે કે આ તો મને જ્ઞાનના કારણે આપવામાં આવ્યું છે, નહીં, બલ્કે આ તો પરીક્ષા છે પરંતુ આમાંના અધિકાંશ લોકો જાણતા નથી. આ જ વાત આમના પહેલાં થઈ ગયેલા લોકો પણ કહી ચૂક્યા છે, પરંતુ તેઓ જે કંઈ કમાતા હતા તે તેમના કોઈ કામમાં ન આવ્યું. પછી પોતાની કમાણીના ખરાબ પરિણામો તેમણે ભોગવ્યા, અને આ લોકોમાંથી પણ જેઓ અત્યાચારીઓ છે તેઓ ટુંક
સમયમાં જ પોતાની કમાણીના ખરાબ પરિણામો ભોગવશે, આ લોકો અમને વિવશ કરી શકવાના નથી. અને શું આમને ખબર નથી કે અલ્લાહ જેની ચાહે છે, રોજી વિશાળ કરી દે છે અને જેની ચાહે છે, તંગ કરી દે છે ? આમાં નિશાનીઓ છે તે લોકો માટે જેઓ ઈમાન લાવે છે.” (કુર્અાન, સૂરઃ ઝુમર, ૪૯-૫૨)

(8).તમને જે નેઅમત (કુપા) પણ પ્રાપ્ત છે, અલ્લાહ જ તરફથી છે. પછી જયારે કોઈ કઠિન સમય તમારા પર આવે છે તો તમે લોકો સ્વયં પોતાની ફરિયાદો લઈને તેના જ તરફ દોડો છો. પરંતુ જ્યારે અલ્લાહ તે સમય ટાળી દે છે તો
એકાએક તમારામાંથી એક જૂથ (આ મહેરબાની માટે કૃતજ્ઞતા દર્શાવવામાં) પોતાના રબના સાથે બીજાઓને ભાગીદાર બનાવવા લાગે છે, જેથી અલ્લાહના
ઉપકાર પ્રત્યે કૃતજ્ઞતા કરે. ભલે, મજા કરી લો, ટૂંક સમયમાં તમને ખબર પડી જશે.” (કુર્અાન, સૂર: નહ્-લ, ૫૩-૫૫)


(9).મનુષ્યની સ્થિતિ એ છે કે જયારે અમે તેને નેેઅ્મત (કૃપા) પ્રદાન કરીએ છીએ તો અકડાઈ કરે છે અને પીઠ ફેરવી લે છે અને જયારે સહેજ મુસીબતમાં પડે છે તો
નિરાશા થવા લાગે છે.” (કુર્અાન, સૂરઃ બની ઇસરાઈલ, ૮૩)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92