અગાઉની દુરાચારી જાતિઓ શા માટે નષ્ટ થઈ ગઈ ?


(1).આ લોકોએ જોયું નથી કે તેમના પહેલાં કેટલીય એવી કોમોને અમે નષ્ટ કરી ચૂક્યા છીએ જેમનો પોત-પોતાના યુગમાં ખૂબ દબદબો અને પ્રભાવ રહ્યો છે ? તેમને અમે ધરતી ઉપર તે વર્ચસ્વ પ્રદાન કર્યું, જે તમને પ્રદાન નથી કર્યું. તેમના
ઉપર અમે આકાશમાંથી ખૂબ વરસાદ વરસાવ્યો અને તેમના નીચે નદીઓ વહેવડાવી દીધી, (પરંતુ જ્યારે તેમણે કૃતજ્ઞતાથી કામ લીધું તો) અમે તેમના ગુનાઓના કારણે તેમને નષ્ટ કરી દીધા અને તેમના સ્થાને બીજા યુગની કોમોને
ઉઠાવી.” (કુર્અાન, સૂરઃ અન્આમ, ૬)

(2).કેટલીય વસ્તીઓ છે જેમને અમે નષ્ટ કરી દીધી. તેમના ઉપર અમારી આપત્તિ ઓચિંતી રાત્રિના સમયે તૂટી પડી અથવા ધોળે દિવસે એવા સમયે આવી જ્યારે
કે તેઓ આરામ કરી ૨હ્યા હતા, અને જયારે અમારી આપત્તિ તેમના ઉપર આવી ગઈ તો તેમની જીભ ઉપર આ સિવાય કોઈ શબ્દો ન હતા કે વાસ્તવમાં અમે અત્યાચારી હતા.” (કુર્અાન, સૂરઃ આ'રાફ, ૪-૫),

(3).કેટલીય અત્યાચારી વસ્તીઓ છે જેમને અમે બરબાદ કરી મૂકી અને તેમના પછી બીજી કોઈ કોમને ઉઠાવી. જયારે તેમને અમારી યાતનાનો અનુભવ થયો
તો લાગ્યા ત્યાંથી ભાગવા. (કહેવામાં આવ્યું), "ભાગો નહીં, જાઓ પોતાના તે જ ઘરો અને વૈભવ-વિલાસના સાધનોમાં જયાં તમે મોજ-મજા કરી રહ્યા
હતા, કદાચ તમને પૂછવામાં આવે.” કહેવા લાગ્યા, ‘હાય અમારું દુર્ભાગ્ય ! નિ:શંક અમે દોષિત હતા.'' અને તેઓ આ જ પોકારતા રહ્યા, ત્યાં સુધી કે અમે
તેમને વાઢેલા ખેતર બનાવી દીધા, જીવનની એક ચિંગારી સુધ્ધાં તેમનામાં ન રહી. અમે આ આકાશ અને ધરતીને અને જે કંઈ તેમાં છે, કંઈ રમત માટે નથી બનાવ્યું.'” (કુર્અાન, સૂર: અંબિયા, ૧૧-૧૬)

(4).કેટલીય વસ્તીઓ છે જે અત્યાચારી હતી, મેં તેમને પહેલાં મહેતલ આપી, પછી ઝડપી લીધા, અને સૌને પાછા તો મારા જ પાસે આવવાનું છે.”(કુર્અાન, સૂરઃ હજજ, ૪૮)
(5).શું તેમણે ક્યારેય સ્વયં પોતાનામાં ચિંતન-મનન નથી કર્યું ? અલ્લાહે ધરતી અને આકાશો અને તે તમામ વસ્તુઓને જે તેમના વચ્ચે છે સત્ય પર અને એક
નિશ્ચિત સમય માટે જ પેદા કરી છે. પરંતુ ઘણાં લોકો પોતાના રબ (પ્રભુ)ની મુલાકાતનો ઇન્કાર કરે છે, અને શું આ લોકો ક્યારેય ધરતીમાં હર્યાફર્યા નથી કે
આમને તે લોકોનો અંજામ દેખાતો જે આમના પહેલાં થઈ ગયા છે ? તેઓ આમનાથી વધુ શક્તિશાળી હતા, તેમણે ધરતીને ખૂબ ખેડી હતી અને તેને એટલી આબાદ કરી હતી જેટલી આમણે કરી નથી. તેમના પાસે તેમના રસૂલો
(ઈશદૂતો) નિશાનીઓ લઈને આવ્યા, તો અલ્લાહ તેમના પર અત્યાચાર કરનાર ન હતો, પરંતુ તેઓ પોતે જ પોતાના પર અત્યાચાર કરી રહ્યા હતા. છેવટે જે લોકોએ બુરાઇઓ કરી હતી તેમનો અંજામ ખૂબ ખરાબ આવ્યો, કેમ કે તેમણે
અલ્લાહની આયતોને ખોટી ઠેરવી હતી અને તેઓ તેમની મજાક ઉડાવતા હતા.(કુર્આન, સૂરઃ રૂમ, ૮-૧૦)

(6).તમારા પહેલાં ઘણાં યુગો પસાર થઈ ચૂક્યા છે. ધરતી ઉપર હરી-ફરીને જોઈ
લો કે તે લોકોનું શું પરિણામ આવ્યું જેમણે (અલ્લાહના આદેશો અને માર્ગદર્શનને) ખોટા ઠેરવ્યાં.
લોકો માટે આ એક સ્પષ્ટ ચેતવણી છે અને જેઓ અલ્લાહથી ડરતા હોય તેમના માટે માર્ગદર્શન અને શિખામણ.” (કુર્અાન, સૂરઃ આલે ઇમરાન, ૧૩૭-૧૩૮)

(7).અમે આમના પહેલાં ઘણી કોમોને નષ્ટ કરી ચુક્યા છીએ જેઓ આમના કરતાં ઘણી વધારે શક્તિશાળી હતી અને દુનિયાના દેશો તેઓ ખૂંદી વળી હતી. તો શું
તેઓ કોઈ આશ્રયસ્થાન મેળવી શક્યા ? આ ઇતિહાસના બોધપાઠ છે તે દરેક વ્યક્તિ માટે જે હૃદય રાખતો હોય, અથવા ધ્યાનપૂર્વક વાત સાંભળે.” (કુર્આન , સુર: કૉફ, ૩૬-૩૭)

(8).કેટલીય ગુનેગાર વસ્તીઓ છે જે અમે નષ્ટ કરી છે અને આજે તે બધી પોતાની છતો પર ઊંધી પડી છે, કેટલાય કૂવાઓ અવાવરા અને કેટલાય મહેલો ખંડે૨ બનેલા છે. શું આ લોકો ધરતી ઉપર હર્યાફર્યા નથી કે તેમના હૃદય સમજનારા
અને તેમના કાન સાંભળનારા હોત ? હકીકત એ છે કે આંખો આંધળી નથી હોતી, પરંતુ તે હૃદય આંધળા બની જાય છે જે છાતીઓમાં છે.'(કુર્અાન, સૂરઃ હજજ, ૪૫-૪૬)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92