અલ્લાહ ને ઓળખો



(1).આ ગ્રંથનું અવતરણ અલ્લાહ તરફથી થયું છે જે પ્રભુત્વશાળી છે, બધું જ જાણવાવાળો છે, ગુના માફ કરવાવાળો અને તૌબા (ક્ષમા અને પશ્ચાતાપ) સ્વીકારવાવાળો છે, કઠોર સજા આપવાવાળો અને મોટો મહેરબાન છે, તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી, તેના જ તરફ સૌને પાછા ફરવાનું છે.’
(કુર્અાન, સૂરઃ મુ‘મિન, ૨-૩)

(2).અલ્લાહ જ તો છે જેણે નિર્બળતાની હાલતથી તમારા સર્જનની શરૂઆત કરી,પછી આ નિર્બળતા બાદ તમને શક્તિ પ્રદાન કરી, ત્યારબાદ આ શક્તિ પછી
તમને કમજોર અને વૃદ્ધ ક૨ી દીધા. તે જે કંઈ ચાહે છે, પેદા કરે છે અને તે બધું જ જાણનાર અને દરેક વસ્તુનું સામર્થ્ય ધરાવનાર છે.'' (કુર્અાન, સુર: રૂમ,૫૪)

(3).તે ઘડીનું જ્ઞાન અલ્લાહ પાસે જ છે, તે જ વરસાદ વરસાવે છે. તે જ જાણે છે કે માતાઅોની કૂખમાં શું ઊછરી રહ્યું છે, કોઈ જીવધારી નથી જાણતો કે કાલે તે શું કમાણી કરવાનો છે, અને ન કોઈ વ્યક્તિને એ ખબર છે કે કયા ભૂ-ભાગ પર તેને મોત આવવાનું છે, અલ્લાહ જ બધું જાણનાર અને માહિતગાર છે.'(કુર્અાન, સૂરઃ લુકમાન, ૩૪)
(4).આકાશો અને ધરતીમાં જે કંઈ છે, બધું અલ્લાહનું છે. તમે પોતાના હૃદયની વાતો ચાહે જાહેર કરો, ચાહે છુપાવો, અલ્લાહ ચોક્કસપણે તેનો હિસાબ તમારા પાસે થી લઈ લેશે. પછી તેને અધિકાર છે, જેને ચાહે માફ કરી દે અને જેને ચાહે સજા આપે
તેને દરેક વસ્તુ ઉપર સામર્થ્ય પ્રાપ્ત છે.” (કુર્અાન, સૂર: બકરહ, ૨૮૪)

(5).અને શું આ લોકોને એ સૂઝતું નથી કે જે અલ્લાહે આ ધરતી અને આકાશોને પેદા કર્યા અને તેમનું નિર્માણ કરતાં તે થાક્યો નહીં, તે અવશ્ય એમ કરવાનું સામર્થ્ય ધરાવે છે કે મડદાંને જીવતાં કરે ? કેમ નહીં, ચોક્કસ તે દરેક વસ્તુ પર
સામર્થ્ય ધરાવે છે.” (કુર્અાન, સૂરઃ અહકાફ, ૩૩) :

(6).તમારા રબની વાત સત્ય અને ન્યાયની દષ્ટિએ પૂર્ણ છે, કોઈ તેના ફરમાનોને બદલનાર નથી અને તે બધું જ સાંભળે છે અને જાણે છે. અને હે નબી ! જો તમે તેમના બહુમતિ લોકોના કહેવા પર ચાલો જેઓ ધરતી ઉપર વસે છે, તો તેઓ તમને અલ્લાહના માર્ગથી ભટકાવી દેશે. તેઓ તો માત્ર કલ્પનાઓ પર ચાલે છે અને અટકળો કરે છે. હકીકતમાં તમારો રબ વધુ સારી રીતે જાણે છે કે કોણ તેના માર્ગથી હટી ગયેલો છે અને કોણ સીધા માર્ગ ઉપર છે.”(કુર્આન, સુર: અન્આમ, ૧૧૫-૧૧૭)

(7).શૈતાન તમને ગરીબીથી ડરાવે છે અને શરમજનક વર્તન અપનાવવા માટે પ્રેરે છે, પરંતુ અલ્લાહ તમને પોતાની ક્ષમ અને કૃપાની આશા આપે છે. અલ્લાહ
મોટો ઉદાર અને સર્વજ્ઞ છે.” (કુર્આન, સુરક બકરહ, ૨૨૮)
(8).હે પયગંબર ! તમે જે સ્થિતિમાં પણ હોવ છો અને કુર્આનમાંથી જે કંઈ પણ
સંભળાવો છો, અને લોકો! તમે પણ જે કંઈ કરો છો, તે બધા સમયે અમે તમને જોતા રહીએ છીએ. કોઈ અણુ માત્ર વસ્તુ આકાશ અને ધરતીમાં  એવી નથી, ન નાની કે મોટી, જે તારા રબની નજરથી છુપાયેલ હોય અને એક સ્પષ્ટ પત્રકમાં નોંધાયેલ ન હોય. (કુર્આન, સુ૨ યૂનુસ, ૬૧)

(9).ધરતી ઉપર ચાલનાર કોઈ પ્રાણી એવું નથી જેની રોજી અલ્લાહના શિરે ન હોય અને જેના વિષે તે ન જાણતો હોય કે ક્યાં તે રહે છે, અને ક્યાં તેને સોંપવામાં
આવે છે, બધું જ એક સ્પષ્ટ પત્રકમાં નોંધાયેલું છે.''(કુર્અાન, સૂરઃ હૂદ, ૬)

(10).અલ્લાહ કોઈ પણ વ્યક્તિ પર તેની શક્તિથી વધુ જવાબદારીનો બોજ નાખતો
નથી. દરેક વ્યક્તિએ જે સત્કર્મો કમાવ્યા છે, તેનું ફળ તેના માટે જ છે અને જે દુષ્કર્મો સમેટ્યા છે, તેની મુસીબત અને જંજાળ પણ તેના જ ઉપર છે.''(કુર્અાન, સૂર: બકરહ, ૨૮૬)

(11). હા અલ્લાહ તો તમારા તરફ દયાળુતાની સાથે પલટવા ઇચ્છે છે, પરંતુ જે લોકો સ્વયં પોતાની મનેચ્છાઓના પાછળ ચાલી રહ્યા છે, તેઓ ચાહે છે કે તમે સીધા માર્ગથી ચલિત થઈને દૂર નીકળી જાઓ. અલ્લાહ તમારા પરથી પાબંદીઓને હળવી કરવા ઇચ્છે છે, કારણ કે મનુષ્ય નિર્બળ પેદા કરવામાં આવ્યો છે.”(કુર્અાન, સૂર: નિસા, ૨૭-૨૮).

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92