દુનિયાનું જીવન ક્ષણિક અને હંગામી છે.

(1).અને આ દુનિયા (આલોક)નું જીવન કંઈ નથી, બલ્કે એક ખેલ અને દિલ બહેલાવવાની વસ્તુ. અસલ જિંદગીનું ઘર તો આખિરત (પરલોક)નું ઘર છે , કદાચ, આ લોકો જાણતા હોત.” (કુર્અાન, સૂરઃ અન્-કબૂત, ૬૪)

(2).અલ્લાહ જેને ચાહે છે વિપુલ રોજી આપે છે અને જેને ચાહે છે બાંધી રોજી આપે છે. આ લોકો દુનિયાના જીવનમાં મગ્ન છે, જો કે દુનિયા (આલોક)નું જીવન આખિરત (પરલોક)ના મુકાબલામાં અલ્પ સુખ-સામગ્રી સિવાય કંઈ નથી.” ( કુર્અાન, સૂરઃ રા’દ, ૨૬)

(3).સફળ થઈ ગયો તે જેણે પવિત્રતા અપનાવી અને પોતાના રબ (પ્રભુ)નું નામ યાદ કર્યું, પછી નમાઝ પઢી. પરંતુ તમે લોકો દુનિયા (આલોક)ના જીવનને પ્રાથમિકતા આપો છો, જો કે આખિરત (પરલોક) વધુ સારી છે અને બાકી
રહેનારી છે.” (કુર્અાન, સૂરઃ આ’લા, ૧૪-૧૭)

(4).તમને લોકોને વધુને વધુ અને એકબીજાથી વધીને દુનિયા પ્રાપ્ત કરવાની ધુને ગફલતમાં નાખી રાખ્યા છે, ત્યાં સુધી કે (આ જ ચિંતામાં) તમે કબરોના કિનારા
સુધી પહોંચી જાઓ છો. કદાપિ નહીં, ટૂંક સમયમાં તમને ખબર પડી જશે. પછી(સાંભળી લો કે) કદાપિ નહીં, ટૂંક સમયમાં તમને ખબર પડી જશે. કદાપિ નહીં, જો તમે વિશ્વસનીય જ્ઞાનના રૂપે (આ વર્તનના અંજામને) જાણતા હોત
(તો તમારું આ વર્તન ન હોત). તમે જહન્નમ (નર્ક) જોઈને રહેશો પછી ( સાભળી લો કે ) તમે વિશ્વાસની સાથે તેને જોઈ લેશો. પછી જરૂર તે દિવસે તમારા પાસેથી
આ કૃપાઓ વિષે જવાબ માગવામાં આવશે.” (કુર્આન, સુર: તકાસુર)



(5).નજીક આવી ગયો છે. લોકોના હિસાબનો સમય અને તેઓ છે કે ગફલતમાં વિમુખ બનેલા છે. તેમના પાસે જે નવીન ઉપદેશ પણ તેમના રબ (પ્રભુ) તરફથી આવે છે તેને અનિરછાએ સાંભળે છે અને રમતમાં પડ્યા રહે છે, હૃદય એમના
(બીજી જ ચિંતાઓમાં) ડૂબેલા છે, અને જાલિમો એકબીજા સાથે ગુસપુસ કરે છે કે ‘આ માણસ છેવટે તમારા જેવો એક મનુષ્ય તો છે, પછી શું તમે દેખતી આંખે
જાદુના ફંદામાં ફસાઈ જશો ?” રસલે કહ્યું, ‘મારો રબ તે દરેક વાતને જાણે છે જે આકાશ અને ધરતીમાં કરવામાં આવે, તે સાંભળનાર અને જાણનાર છે.”
(કુર્આન , સુર: અંબિયા, ૧-૪)

(6).નુકસાનમાં ગયા તે લોકો જેમણે અલ્લાહ સાથેની પોતાની મુલાકાતની ખબરને ખોટી ઠેરવી. જ્યારે અચાનક તે ક્ષણ આવી જશે તો આ જ લોકો કહેશે,
“અફસોસ ! આપણાથી આ બાબતમાં કેવી ભૂલ થઈ ?’ અને તેમની હાલત એવી હશે કે પોતાની પીઠો પર પોતાના ગુનાઓનો બોજ ઉપાડી રહ્યા હશે.જુઓ, કેવો ખરાબ બોજ છે જે આ લોકો ઉપાડી રહ્યા છે ! દુનિયા(આલોક)નું
જીવન તો એક ખેલ અને એક તમાશો છે. હકીકતમાં આખિરત (પરલોક)નું ઠેકાણું જ તે લોકો માટે સારું છે જે લોકો નુકસાનથી બચવા માગે છે. પછી શું તમે
લોકો બુદ્ધિથી કામ નહી લો ?’
(કુર્અાન, સૂરઃ અન્આમ, ૩૧-૩૨)

(7).આ લોકો તો તત્કાળ પ્રાપ્ત થનારી વસ્તુ (દુનિયા આલોક)ને પ્રેમ કરે છે અને આગળ જે ભારે દિવસ આવવાનો છે તેની ઉપેક્ષા કરે છે. અમે જ આમને પેદા કર્યા
છે અને આમના સાંધા-બંધનો મજબૂત કર્યા છે, અને અમે જ્યારે ચાહીએ ત્યારે આમના રૂપ-રંગ બદલી નાખીએ. આ એક ઉપદેશ છે. હવે જેનું મન ચાહે પોતાના
૨બ (પ્રભુ) તરફ જવાનો માર્ગ અપનાવી લે.” (કુર્અાન, સુરઃ દહ્-ર, ૨૭-૨૯)

(8).બરાબર જાણી લો કે આ દુનિયાનું જીવન તેના સિવાય કંઈ નથી કે એક ખેલ અને દિલ્લગી અને બાહ્ય ભપકો અને એકબીજાના સામે શેખી કરવી અને ધન અને સંતાનમાં એકબીજાથી આગળ વધી જવાની કોશિશ કરવું છે. આનું દૃષ્ટાંત
એવું છે કે જાણે એક વરસાદ થઈ ગયો તો તેનાથી પેદા થનારી ખેતીની જોઈને ખેડુતો ખુશ થઈ ગયા. પછી તે જ ખેતી પાકી જાય છે અને તમે જુઓ છો કે પીળી
પડી ગઈ, પછી તે ભૂસું બનીને રહી જાય છે. આનાથી વિપરીત આખિરત(પરલોક) તે જગ્યા છે જયાં કઠોર યાતના છે અને અલ્લાહની ક્ષમા અને તેની
પ્રસન્નતા છે. દુનિયાનું જીવન ભ્રમમાં નાખવા ઊભી કરેલ માયાજાળ સિવાય કશું નથી.”
(કુર્અાન, સૂર: હદીદ, ૨૦)

(9).લોકો ! બચો પોતાના રબના પ્રકોપથી અને ડરો તે દિવસથી જ્યારે કે કોઈ પિતા પોતાના પુત્ર તરફથી બદલો નહીં આપે અને ન કોઈ પુત્ર પોતાના પિતા તરફથી કંઈ બદલો આપનાર હશે. હકીકતમાં અલ્લાહનો વાયદો સાચો છે. તો
તમને આ દુનિયા (આલોક)નું જીવન ધોખામાં ન નાખે, અને ન તો ધોખાબાજ(શેતાન) તમને અલ્લાહના મામલામાં ધોખો આપી જાય.”
(કુર્અાન, સૂર: લુકમાન, ૩૩)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92