Posts

(2).સુરહ બકરહ 102

PART:-60 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-102 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اتَّبَعُوۡا مَا تَتۡلُوا الشَّیٰطِیۡنُ عَلٰی مُلۡکِ سُلَیۡمٰنَ ۚ وَ مَا کَفَرَ سُلَیۡمٰنُ وَ لٰکِنَّ الشَّیٰطِیۡنَ کَفَرُوۡا یُعَلِّمُوۡنَ النَّاسَ السِّحۡرَ ٭ وَ مَاۤ اُنۡزِلَ عَلَی الۡمَلَکَیۡنِ بِبَابِلَ ہَارُوۡتَ وَ مَارُوۡتَ ؕ وَ مَا یُعَلِّمٰنِ مِنۡ اَحَدٍ حَتّٰی یَقُوۡلَاۤ اِنَّمَا نَحۡنُ فِتۡنَۃٌ فَلَا تَکۡفُرۡ ؕ فَیَتَعَلَّمُوۡنَ مِنۡہُمَا مَا یُفَرِّقُوۡنَ بِہٖ بَیۡنَ الۡمَرۡءِ وَ زَوۡجِہٖ ؕ وَ مَا ہُمۡ بِضَآرِّیۡنَ بِہٖ مِنۡ اَحَدٍ اِلَّا بِاِذۡنِ اللّٰہِ ؕ وَ یَتَعَلَّمُوۡنَ مَا یَضُرُّہُمۡ وَ لَا یَنۡفَعُہُمۡ ؕ وَ لَقَدۡ عَلِمُوۡا لَمَنِ اشۡتَرٰىہُ مَا لَہٗ فِی الۡاٰخِرَۃِ مِنۡ خَلَاقٍ ۟ؕ وَ لَبِئۡسَ مَا شَرَوۡا بِہٖۤ اَنۡفُسَہُمۡ ؕ لَوۡ کَانُوۡا یَعۡلَمُوۡنَ ﴿۱۰۲﴾  102). અને તે વસ્તુઓનું અ...

(2).સુરહ બકરહ 100,101

PART:-59  (Quran-Section)          (2)સુરહ બકરહ             આયત નં.:-100,101 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ اَوَ کُلَّمَا عٰہَدُوۡا عَہۡدًا نَّبَذَہٗ فَرِیۡقٌ مِّنۡہُمۡ ؕ بَلۡ اَکۡثَرُہُمۡ لَا یُؤۡمِنُوۡنَ ﴿۱۰۰﴾ 100).જ્યારે તેમણે કોઈ કરાર કર્યો તો તેમનામાંથી કોઈ-ને-કોઈ જૂથે તેને તોડી નાખ્યો બલ્કે તેમનામાંથી ઘણાંખરા એવા જ છે, જેઓ બેઈમાન છે. __________________________ وَ لَمَّا جَآءَہُمۡ رَسُوۡلٌ مِّنۡ عِنۡدِ اللّٰہِ مُصَدِّقٌ لِّمَا مَعَہُمۡ نَبَذَ فَرِیۡقٌ مِّنَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ ٭ۙ کِتٰبَ اللّٰہِ وَرَآءَ ظُہُوۡرِہِمۡ کَاَنَّہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۱۰۱﴾۫ 101).અને જ્યારે તેમના પાસે અલ્લાહ તરફથી કોઈ પયગંબર તે ગ્રંથની પુષ્ટિ અને સમર્થન કરતો આવ્યો જે તેમને ત્યાં અગાઉથી મોજૂદ હતો, ત્યારે આ ગ્રંથવાળાઓમાંથી એક જૂથે અલ્લાહના ગ્રંથને એવી રીતે પીઠ પાછળ નાખ્યો, જાણે કે તેઓ કશું જાણતા જ નથી. ...

(2).સુરહ બકરહ 98,99

Image
PART:-58 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-98,99 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ مَنۡ کَانَ عَدُوًّا لِّلّٰہِ وَ مَلٰٓئِکَتِہٖ وَ رُسُلِہٖ وَ جِبۡرِیۡلَ وَ مِیۡکٰىلَ فَاِنَّ اللّٰہَ عَدُوٌّ لِّلۡکٰفِرِیۡنَ ﴿۹۸﴾ 98).જેઓ અલ્લાહ અને તેના ફરિશ્તાઓ અને તેના પયગંબરો અને જિબ્રઈલ અને મીકાઈલના દુશ્મનો છે, અલ્લાહ તે કાફિરોનો દુશ્મન છે. __________________________ وَ لَقَدۡ اَنۡزَلۡنَاۤ اِلَیۡکَ اٰیٰتٍۭ بَیِّنٰتٍ ۚ وَ مَا یَکۡفُرُ بِہَاۤ اِلَّا الۡفٰسِقُوۡنَ ﴿۹۹﴾ 99).અમે તમારા તરફ એવી આયતો અવતરિત કરી છે જે સ્પષ્ટપણે સત્યને જાહેર કરનારી છે અને તેના અનુસરણથી માત્ર તે જ લોકો ઇન્કાર કરે છે, જેઓ અવજ્ઞાકારી છે. તફસીર(સમજુતી):- એટલે કે, મુહમ્મદ (સ.અ.વ.) અમે તે નિશાનીઓ મોકલી છે જે તમારી નબુવતનો સ્પષ્ટ પુરાવો  છે, યહૂદીઓની વિશિષ્ટ માહિતી, તેમની કિતાબોમાં છુપાયેલી વાતો,  વગેરે વગેરે, આ બધું પવિત્ર કુરાનમા...

(2).સુરહ બકરહ 97

Image
PART:-57 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-97 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ قُلۡ مَنۡ کَانَ عَدُوًّا لِّجِبۡرِیۡلَ فَاِنَّہٗ نَزَّلَہٗ عَلٰی قَلۡبِکَ بِاِذۡنِ اللّٰہِ مُصَدِّقًا لِّمَا بَیۡنَ یَدَیۡہِ وَ ہُدًی وَّ بُشۡرٰی لِلۡمُؤۡمِنِیۡنَ ﴿۹۷﴾ 97).તેમને કહો કે જે કોઈ જિબ્રઈલ સાથે દુશ્મની રાખતો હોય, તેને ખબર હોવી જોઈએ કે જિબ્રઈલે અલ્લાહના જ હુકમથી આ કુઆર્ન તમારા હૃદય પર અવતરિત કર્યું છે, જે અગાઉ આવેલા ગ્રંથોની પુષ્ટિ કરે છે અને ઈમાન લાવનારાઓ માટે માર્ગદર્શન અને સફળતાની ખુશખબર બનીને આવ્યું છે. તફસીર(સમજુતી):- ઈમામ અબુ જાફર તબરી (ર.અ.) કહે છે કે બધા વિદ્વાનો આ વાત પર સહમત છે કે જ્યારે યહૂદીઓએ જીબ્રાઈલને તેમના દુશ્મન કહ્યું અને તેમના મિત્ર તરીકે માઇકલ નુ નામ લીધું, ત્યારે તેના જવાબ માં આ આયત નાઝિલ કરવામાં આવી પરંતુ કેટલાક કહે છે કે તેમણે આ વાત પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથેની વાતચીતમાં કરી હતી. અને ...

(2)સુરહ બકરહ 96

Image
PART:-56 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-96 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ لَتَجِدَنَّہُمۡ اَحۡرَصَ النَّاسِ عَلٰی حَیٰوۃٍ ۚۛ وَ مِنَ الَّذِیۡنَ اَشۡرَکُوۡا ۚۛ یَوَدُّ اَحَدُہُمۡ لَوۡ یُعَمَّرُ اَلۡفَ سَنَۃٍ ۚ وَ مَا ہُوَ بِمُزَحۡزِحِہٖ مِنَ الۡعَذَابِ اَنۡ یُّعَمَّرَ ؕ وَ اللّٰہُ بَصِیۡرٌۢ بِمَا یَعۡمَلُوۡنَ ﴿٪۹۶﴾ (96).તમે જોશો કે આ લોકો જીવવાની સૌથી વધુ લાલસા ધરાવે છે, બલ્કે આ બાબતમાં તેઓ મુશ્રિકો (અનેકેશ્વરવાદીઓ) કરતાં પણ આગળછે. તેમનામાંથી એકેએક વ્યક્તિ એવું ઇચ્છે છે કે કોઈ પણ રીતે હજારવર્ષ જીવે, જો કે લાંબું આયુષ્ય તેમને સજાથી તો દૂર રાખી શકતું નથી. જે કંઈ કૃત્યો તેઓ કરી રહ્યા છે, અલ્લાહ તો તેને જુએ જ છે. (રુકૂઅ-૧૧) તફસીર(સમજુતી):- આ આયત બતાવે છે કે યહૂદીઓ હંમેશાં તેમના દાવાઓમાં જૂઠું કહેતા હતા કે તેઓ અલ્લાહ ના પ્યારા અને મેહબુબ બંદાઓ છે અને સ્વર્ગ ના હકદાર છે, અને બીજા જહન્નમી છે જો કદાચ ...

(2).સુરહ બકરહ 94,95

Image
PART:-55 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-94,95 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ قُلۡ اِنۡ کَانَتۡ لَکُمُ الدَّارُ الۡاٰخِرَۃُ عِنۡدَ اللّٰہِ خَالِصَۃً مِّنۡ دُوۡنِ النَّاسِ فَتَمَنَّوُا الۡمَوۡتَ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۹۴﴾ 94).તેમને કહો કે જો હકીકતમાં અલ્લાહ પાસે આખિરત (પરલોક)નું ઘર તમામ મનુષ્યોને છોડીને માત્ર તમારા માટે જ વિશિષ્ટ હોય, તો તમારે મૃત્યુની ઇચ્છા કરવી જોઈએ, જો તમે તમારા આ વિચારમાં સાચા છો. તફસીર(સમજુતી):- હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (ર.અ.) કહે છે કે યહૂદીઓને અલ્લાહ એ મુહમ્મદ (સ.અ.વ.) દ્રારા મૌખિક સંદેશ આપવામાં આવ્યો હતો કે જો તમે સત્યવાદી હોવ તો સ્પર્ધામાં આવો અને આપણે અલ્લાહને પ્રાર્થના કરીશું કે તે આપણા વચ્ચે જે જૂઠા છે તેને હલાક કરી નાખે  પરંતુ એવી આગાહી પણ કરી કે તેઓ કદી સહમત નહીં થાય, જેથી તેઓ કદી પણ હરીફાઈમાં ન આવ્યા કારણ કે તેઓ દીલ થી હુઝુર સલ્લલ્લાહુ અલયહી વસ્સલ્લમ ને...

(2).સુરહ બકરહ 93

Image
 PART:-54 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-93 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ اَخَذۡنَا مِیۡثَاقَکُمۡ وَ رَفَعۡنَا فَوۡقَکُمُ الطُّوۡرَ ؕ خُذُوۡا مَاۤ اٰتَیۡنٰکُمۡ بِقُوَّۃٍ وَّ اسۡمَعُوۡا ؕ قَالُوۡا سَمِعۡنَا وَ عَصَیۡنَا ٭ وَ اُشۡرِبُوۡا فِیۡ قُلُوۡبِہِمُ الۡعِجۡلَ بِکُفۡرِہِمۡ ؕ قُلۡ بِئۡسَمَا یَاۡمُرُکُمۡ بِہٖۤ اِیۡمَانُکُمۡ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۹۳﴾ 93).પછી જરા તે કરારને યાદ કરો, જે તૂરને તમારા ઉપર ઉઠાવીને અમે તમારા પાસેથી લીધો હતો. અમે તાકીદ કરી હતી કે જે માર્ગદર્શન અમે આપી રહ્યા છીએ તેનું ચુસ્તપણે પાલન કરો અને ધ્યાનપૂર્વક સાંભળો. તમારા પૂર્વજોએ કહ્યું કે અમે સાંભળી લીધું, પરંતુ માનીશું નહીં અને તેમના કુફ્ર (ઇન્કાર)ની સ્થિતિ એ હતી કે તેમના હૃદયમાં વાછરડું જ વસી ગયું હતું. કહો, ''જો તમે ઈમાનવાળા છો, તો આ વિચિત્ર ઈમાન ખરાબ કૃત્યોનો તમને આદેશ આપે છે.'' તફસીર(સમજુતી):- અલ્લાહ ...