સુરહ અલ્ અઅ્-રાફ 40,41

 PART:-471

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


  આકાશના દરવાજા ખોલવામાં નહીં આવે

  અને આગનું પાથરણું અને ઓઢવાનું હશે

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 40,41 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


اِنَّ الَّذِيۡنَ كَذَّبُوۡا بِاٰيٰتِنَا وَاسۡتَكۡبَرُوۡا عَنۡهَا لَا تُفَتَّحُ لَهُمۡ اَبۡوَابُ السَّمَآءِ وَلَا يَدۡخُلُوۡنَ الۡجَـنَّةَ حَتّٰى يَلِجَ الۡجَمَلُ فِىۡ سَمِّ الۡخِيَاطِ‌ ؕ وَكَذٰلِكَ نَجۡزِى الۡمُجۡرِمِيۡنَ(40)


(40). બેશક જે લોકોએ અમારી આયતોને જૂઠાડી અને તેનાથી ઘમંડ કર્યો તેમના માટે આકાશના દરવાજા ખોલવામાં નહિ આવે, અને તેઓ જન્નતમાં દાખલ નહિં થઈ શકે જ્યાં સુધી ઊંટ સોયના નાકામાંથી પસાર ન થઈ જાય અને અમે  ગુનેહગારોને આ પ્રમાણે બદલો આપીએ છીએ.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


આનાથી કેટલાકે આમાલ તો કેટલાકે રૂહો તો કેટલાકે દુઆ નો મતલબ કાઢ્યો છે એટલે કે તેમના આમાલ,દુઆ,રૂહો માટે આકાશનો દરવાજો નહીં ખુલે તેમને જમીન તરફ પાછી ધકેલી દેવાશે. (જેવી રીતે કે મુસ્નદ અહમદ માં એક હદીસ છે- જિલ્દ-૨,સફા-૩૬૪,૩૬૫) ઈમામ શવકાની કહે છે કે ત્રણેય વસ્તુઓ મુરાદ હોય શકે છે


આ વાત અશક્ય છે, જેવી રીતે ઊંટનું સોયના નાકામાંથી પસાર થવું અશક્ય છે તેવી જ રીતે કાફિરોનું જન્નતમાં જવું અશક્ય છે.


=======================


لَهُمۡ مِّنۡ جَهَـنَّمَ مِهَادٌ وَّمِنۡ فَوۡقِهِمۡ غَوَاشٍ‌ ؕ وَكَذٰلِكَ نَجۡزِى الظّٰلِمِيۡنَ(41)


(41). તેમના માટે જહન્નમની આગનું પાથરણું હશે અને તેમના ઉપર તેનું જ ઓઢવાનું હશે અને અમે જાલિમોને આવી જ સજા આપીએ છીએ.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92