સુરહ અલ્ અઅ્-રાફ 38,39

 PART:-470

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


      જહન્નમીઓનુ અંદરો-અંદર ઝઘડવું અને

            એકબીજાના ઉપર લાનત કરવું

      

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 38,39 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


قَالَ ادۡخُلُوۡا فِىۡۤ اُمَمٍ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِكُمۡ مِّنَ الۡجِنِّ وَالۡاِنۡسِ فِى النَّارِ‌ ؕ كُلَّمَا دَخَلَتۡ اُمَّةٌ لَّعَنَتۡ اُخۡتَهَا‌ ؕ حَتّٰۤى اِذَا ادَّارَكُوۡا فِيۡهَا جَمِيۡعًا ۙ قَالَتۡ اُخۡرٰٮهُمۡ لِاُوۡلٰٮهُمۡ رَبَّنَا هٰٓؤُلَۤاءِ اَضَلُّوۡنَا فَاٰتِهِمۡ عَذَابًا ضِعۡفًا مِّنَ النَّارِ‌  ؕ قَالَ لِكُلٍّ ضِعۡفٌ وَّلٰـكِنۡ لَّا تَعۡلَمُوۡنَ(38)


(38). (અલ્લાહ) ફરમાવશે કે, “જિન્નાતો અને મનુષ્યોના તે જૂથોની સાથે જે તમારાથી પહેલા પસાર થઈ ગયા! જહન્નમમાં દાખલ થઈ જાઓ, જ્યારે કોઈ જૂથ દાખલ થશે તો બીજાને લા’નત (ધિક્કાર) કરશે, એટલે સુધી કે જયારે તેમાં (જહન્નમમાં) બધા ભેગા થઈ જશે તો તેમના પાછળના પોતાના આગળનાઓના વિષે કહેશે કે, “અય અમારા રબ! તેમણે જ અમને ગુમરાહ કર્યા તો તું એમને જહન્નમની બમણી સજા આપ”, (અલ્લાહ) ફ૨માવશે કે, “બધા માટે બમણી સજા છે પરંતુ તમે જાણતા નથી.”


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


ઉમમ,ઉમ્મતનુ બહુવચન છે. આશય તે કોમ અથવા ઉમ્મત છે કે જે કુફ્ર અને વિરોધ તથા શિર્ક અને જુઠાડવામા એક જેવા જ હશે.


"એકબીજાને લાનત કરશે" એટલે કે બન્ને ખોટા મઝહબ હતાં અથવા ગુમરાહ હતાં અથવા જહન્નમના સાથી હતાં


"બધા ભેગા થઈ જશે" એટલે કે જહન્નમીઓ એકબીજાને મળશે અને બધા ભેગા થશે


"પાછળના લોકો" એટલે કે પાછળથી અથવા પછી દાખિલ થયા હોય, "આગળના લોકો" એટલે કે પહેલા દાખિલ થયા હોય એટલે કે મુરાદ પૈરોકાર અને લીડર અને સરદાર પણ હોય,જેઓનો વધારાનો જુર્મ એ કે તેઓ પોતે રાહે હક થી દુર હતા અને બીજાને પણ રાહે હક થી દુર રાખવાની કોશિશ કરતા એટલે તેઓ જહન્નમમાં પહેલાં જશે.


"તેમણે અમને ગુમરાહ કર્યા તો તું એમને બમણી સજા આપ" જેવી રીતે કે કુરઆનમાં બીજી જગ્યાએ છે કે: ("અય અમારા રબ! અમે તો પોતાના સરદારો અને બુઝુર્ગો ની પાછળ જ લાગેલાં રહ્યા બસ તેમણે જ અમને સીધી રાહ (રાહે હક) થી ગુમરાહ કર્યા, યા અલ્લાહ તેમને બે ગણો વધારે અઝાબ આપ અને તેમના પણ મોટી લાનત કર -- અલ અહઝાબ-૬૭,૬૮)


"અલ્લાહ ફરમાવશે બધા માટે બમણી સજા" એટલે કે એકબીજાને તાના આપવાથી, કોસવાથી કે ઈલ્જામ લગાવવાથી કોઈ ફાયદો નહીં તમે બધા જ મોટા ગુનેહગાર છો તો બધાને મોટી જ સજા છે.

=======================


وَقَالَتۡ اُوۡلٰٮهُمۡ لِاُخۡرٰٮهُمۡ فَمَا كَانَ لَـكُمۡ عَلَيۡنَا مِنۡ فَضۡلٍ فَذُوۡقُوا الۡعَذَابَ بِمَا كُنۡتُمۡ تَكۡسِبُوۡنَ(39)


(39). અને આગળના પોતાના પાછળનાઓને કહેશે કે, "અમારા ઉપર તમારી કોઈ શ્રેષ્ઠતા નથી, એટલા માટે તમે પણ પોતાના કર્મો મુજબ અઝાબની મજા ચાખો."


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92