સુરહ અલ્ અઅ્-રાફ 35,36,37

 PART:-469

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


       અચ્છા અંજામ યા બુરા અંજામ

      

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 35,36,37 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


يٰبَنِىۡۤ اٰدَمَ اِمَّا يَاۡتِيَنَّكُمۡ رُسُلٌ مِّنۡكُمۡ يَقُصُّوۡنَ عَلَيۡكُمۡ اٰيٰتِىۡ‌ۙ فَمَنِ اتَّقٰى وَاَصۡلَحَ فَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُوۡنَ(35)


(35). હે આદમની સંતાનો! જો તમારા પાસે તમારામાંથી મારા રસૂલ આવે જે તમારા સામે મારી આયતો પઢીને સંભળાવે તો જેઓ પરહેઝગારી અપનાવશે અને સુધાર કરી લેશે તેમના પર ન કોઈ ડર હશે ન તેઓ દુઃખી હશે.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


આ એવા એહલે ઈમાનનો હુસ્ને અંજામ (સારૂ પરિણામ) છે જેઓ તકવા (અલ્લાહ નો ડર) અને અમલે સાલેહ (નેકીના કાર્યો) કરતાં રહ્યાં હતાં, કુર્આને ઘણી જગ્યાએ ઈમાન સાથે અમલે સાલેહ (નેકીના કાર્યો) નું જરૂર ઝિક્ર કર્યું છે. જેથી માલૂમ થાય છે કે ઈન્દલ્લાહ ઈમાન એવો જ મોઅતબર છે જેની સાથે નેક અમલ પણ હોય.

=======================


وَالَّذِيۡنَ كَذَّبُوۡا بِاٰيٰتِنَا وَاسۡتَكۡبَرُوۡا عَنۡهَاۤ اُولٰۤئِكَ اَصۡحٰبُ النَّارِ‌ۚ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ‏(36)


(36). અને જેમણે અમારી આયતોનો ઈન્કાર કર્યો અને તેનાથી ઘમંડ કર્યો તેઓ જ જહન્નમી છે, જ્યાં તેઓ હંમેશા રહેશે.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


એહલે ઈમાનના હાલાતને બયાન કર્યા પછી એહલે કુફ્રના બુરા અંજામની વાત થાય છે જેઓએ અલ્લાહના અહકામ ની પરવાહ ન કરી અને બેફિકર રહીને ઘમંડ કર્યું.


એહલે ઈમાન અને એહલે કુફ્ર બન્ને નો અંજામ બયાન કરવાનો મકસદ એ છે કે લોકો તેવા કિરદારને અપનાવે જેનો અંજામ સારો હોય અને એવા કિરદાર થી બચે જેનો અંજામ ખરાબ હોય.

=======================


فَمَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَـرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوۡ كَذَّبَ بِاٰيٰتِهٖ ؕ اُولٰۤئِكَ يَنَالُهُمۡ نَصِيۡبُهُمۡ مِّنَ الۡـكِتٰبِ‌ؕ حَتّٰٓى اِذَا جَآءَتۡهُمۡ رُسُلُـنَا يَتَوَفَّوۡنَهُمۡ ۙ قَالُوۡۤا اَيۡنَ مَا كُنۡتُمۡ تَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰهِ‌ ؕ قَالُوۡا ضَلُّوۡا عَنَّا وَشَهِدُوۡا عَلٰٓى اَنۡفُسِهِمۡ اَنَّهُمۡ كَانُوۡا كٰفِرِيۡنَ(37)


(37). તેનાથી મોટો જાલિમ કોણ હશે જેણે અલ્લાહ પર જૂઠ બાંધ્યું અથવા તેની આયતોને જૂઠાડી દીધી, તેમને કિતાબમાંથી નિર્ધારિત હિસ્સો પહોંચશે, એટલે સુધી કે જયારે તેમની પાસે અમારા ફરિશ્તા તેમનો જીવ કાઢવા આવશે તો કહેશે, “તેઓ ક્યાં છે જેમને તમે અલ્લાહના સિવાય પોકારતા રહ્યા ?'' તેઓ કહેશે, ‘‘અમારાથી ખોવાઈ ગયા" અને પોતાને કાફિર હોવાનું પોતે કબૂલ કરી લેશે.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


"કિતાબમાંથી નિર્ધારિત હિસ્સો" જેનો મતલબ અલગ અલગ કાઢવામાં આવે છે જેમ કે અમલ, રોજી(જીવિકા) અને ઉંમર એટલે કે તેમની કિસ્મતમાં જેટલી રોજી અને ઉંમર લખી હશે તેટલી મળી જશે, અંતે મૌત સાથે ભેટો થવાનો જ છે. 

આ આયતના મતલબ જેવી બીજી આયત છે કે (જે લોકોએ અલ્લાહ પર જૂઠ બાંધ્યું છે તેઓ કામિયાબ નહીં થાય દુનિયા નો થોડોક ફાયદો ઉઠાવીને અંતે અમારી પાસે જ પલટીને આવવાના છે.-સુરહ યુનુસ ૬૯,૭૦)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92