સુરહ અલ્ અઅ્-રાફ 31,32

 PART:-467

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


મસ્જિદમાં જવાના દરેક સમયે જીનત અપનાવો

      

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 31,32 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


يٰبَنِىۡۤ اٰدَمَ خُذُوۡا زِيۡنَتَكُمۡ عِنۡدَ كُلِّ مَسۡجِدٍ وَّكُلُوۡا وَاشۡرَبُوۡا وَلَا تُسۡرِفُوۡا‌ ۚ اِنَّهٗ لَا يُحِبُّ الۡمُسۡرِفِيۡنَ(31)


(31). “હે આદમની સંતાન! મસ્જિદમાં જવાના દરેક સમયે પોતાનો પોશાક પહેરી લો, અને ખાઓ-પીઓ અને હદથી આગળ ન વધો, બેશક હદથી આગળ વધી જનારાઓને અલ્લાહ મોહબ્બત નથી કરતો.''


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


આયતમા શોભાથી આશય કપડા છે. આનો સંબંધ મૂર્તિપૂજકોના નગ્ન અવસ્થામાં તવાફ કરવાના તરફ છે. જેના રદ માં તેમને કહેવામાં આવ્યું કે કપડા પહેરીને અલ્લાહની બંદગી કરો.


અપવ્યય (ઈસરાફ) કોઈપણ બાબતમાં ત્યાં સુધી કે ખાવા-પીવામાં પણ સારો માનવામાં આવતો નથી, એક હદીસમાં નબી (ﷺ)એ ફરમાવ્યું, "જે ચાહો ખાઓ, જે ચાહો પહેરો, પરંતુ બે વાતોથી બચો, અપવ્યય અને ઘમંડ.” (સહીહ બુખારી, કિતાબુલિબાસ, બાબ કોલ અલ્લાહ તઆલા કુલ મન હર્રમ જીનતલ્લાહ...)


 કેટલાક સલફનો કોલ છે (وَّكُلُوۡا وَاشۡرَبُوۡا وَلَا تُسۡرِفُوۡا‌ ۚ  ) આ અડધી આયતમાં તમામ બિમારીઓની ચિકિત્સા (ઈલાજ) જમા કરી દેવામાં આવી.


કેટલાક નું કહેવું છે કે જીનત થી મુરાદ પોતાને સાફ સુથરા કરવા અને સારા માં સારા કપડાં એટલે કે એવા કપડાં જે મર્દો ના  શરીરને વ્યવસ્થિત ઢાંકે અને ઔરતો ના શરીર ને સંપૂર્ણ ઢાંકી દે અને જો ઔરતો ના બારિક કપડાં હોય તો તે નગ્ન હોવાને બરાબર છે ભલે ને ઉપરથી નીચે સુધી હોય, 

=======================


قُلۡ مَنۡ حَرَّمَ زِيۡنَةَ اللّٰهِ الَّتِىۡۤ اَخۡرَجَ لِعِبَادِهٖ وَالطَّيِّبٰتِ مِنَ الرِّزۡقِ‌ؕ قُلۡ هِىَ لِلَّذِيۡنَ اٰمَنُوۡا فِى الۡحَيٰوةِ الدُّنۡيَا خَالِصَةً يَّوۡمَ الۡقِيٰمَةِ‌ؕ كَذٰلِكَ نُفَصِّلُ الۡاٰيٰتِ لِقَوۡمٍ يَّعۡلَمُوۡنَ(32)


(32). (હે રસૂલ!) તમે કહી દો કે, “તે સાજ-સજ્જા કોણે હરામ કરી છે જેને અલ્લાહે પોતાના બંદાઓ માટે પેદા કરી છે અને પવિત્ર રોજીને ” તમે કહી દો, “તે દુનિયાની જિંદગીમાં એવા લોકો માટે છે જેમણે યકીન કર્યું (અને) ખાસ કરીને કયામતના દિવસમાં તેમના માટે જ છે અમે આયતોનું આવી રીતે વિગતવાર વર્ણન કરી રહ્યા છીએ તે લોકો માટે જેઓ ઈલ્મવાળા છે.”


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


જેવી રીતે મુશરિકોએ તવાફ કરતી વખતે કપડાં પહેરવાં હરામ કર્યા એના સિવાય પણ અમુક ખાવાની વસ્તુ તથા અન્ય વસ્તુઓ હરામ કરી લીધેલી (જેવી રીતે કે કેટલાક સુફીયા પણ આવું કરે છે) અને મુર્તિઓના નામે વકફ કરેલ અમુક ચીઝોને પણ હરામ કરી દીધી હતી. અલ્લાહ ફરમાવે છે કે લોકોની જીનત માટે (મષલન કપડાં વગેરે) અથવા સારી અને બહેતર ખાવા પીવાની વસ્તુઓ જૈ અલ્લાહે પૈદા કરી છે તેને હરામ કરવાવાળું છે કોણ ?  એટલે કે તેમના હરામ કરવાથી તે હરામ નથી થઈ જતી તે હલાલ જ રહે છે. જેનો ફાયદો દુનિયામાં મોમિનો લે છે અને કાફિરો પણ લે છે બલ્કે કાફિરોને તો દુનિયામાં મોમિનો કરતાં વધારે ફાયદો મળે છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92