સુરહ અલ્ અઅ્-રાફ 33,34

 PART:-468

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


    (૧). બુરાઈ થી બચવાનો હુકમ


         (૨). એક નિશ્ચિત સમય

      

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 33,34 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


قُلۡ اِنَّمَا حَرَّمَ رَبِّىَ الۡـفَوَاحِشَ مَا ظَهَرَ مِنۡهَا وَمَا بَطَنَ وَ الۡاِثۡمَ وَالۡبَـغۡىَ بِغَيۡرِ الۡحَـقِّ وَاَنۡ تُشۡرِكُوۡا بِاللّٰهِ مَا لَمۡ يُنَزِّلۡ بِهٖ سُلۡطٰنًا وَّاَنۡ تَقُوۡلُوۡا عَلَى اللّٰهِ مَا لَا تَعۡلَمُوۡنَ(33)


(33). તમે કહી દો કે, “મારા રબે તમામ છૂપી અને ખુલી અશ્લિલતાની વાતોને હરામ કરી છે અને ગુનાહ અને નાહક જુલમ કરવાને અને અલ્લાહના સાથે કોઈ એવાને ભાગીદાર બનાવો જેની કોઈ દલીલ નથી ઉતારી અને અલ્લાહ પર એવી વાતો કહો જેના વિશે તમે જાણતા ન હોય.



તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


ગુનાહ અલ્લાહની નાફરમાનીનું નામ છે અને એક હદીસમાં નબી (ﷺ)એ ફરમાવ્યું, “ગુનાહ તે છે જે તારી છાતીમાં ખટકે અને લોકોને તેની જાણ થઈ જવા પર તું બુરૂ સમજે.” (સહીહ મુસ્લિમ, કિતાબુલ બિર્ર)


 અને કેટલાક લોકો કહે છે કે ગુનાહ તે છે જેની અસર કરનાર સુધી સિમિત હોય અને (બગ્ય) તે છે કે જેની અસર બીજા સુધી પણ પહોંચે, અહીં બગ્ય સાથે નાહકનો અર્થ વગર કારણે જુલમ અને સખ્તી છે. જેમ કે લોકોના અધિકારોનું હનન કરવું, કોઈનો માલ છીનવી લેવો, વગર કારણે મારઝૂડ કરવી અને ભલુ-બુરૂ તથા સખત વાત કરીને બેઈજ્જત કરવું વગેરે.

=======================


وَلِكُلِّ اُمَّةٍ اَجَلٌ‌ۚ فَاِذَا جَآءَ اَجَلُهُمۡ لَا يَسۡتَاۡخِرُوۡنَ سَاعَةً‌ وَّلَا يَسۡتَقۡدِمُوۡنَ‏(34)


(34). અને દરેક કોમ (સમુદાય)નો એક નિશ્ચિત સમય છે પછી જ્યારે કોઈ કોમનો નિશ્ચિત સમય આવી જાય તો એક ક્ષણનું પણ મોડું કે વહેલું થતુ નથી.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


એક નિશ્ચિત સમય એટલે દરેક ગિરોહ (કોમને) સમય આપવામાં આવે છે તેમની અજમાઈશ (પરીક્ષા) કરવા માટે અને આ સમયનો ઉપયોગ કરીને તેઓ ફાયદો હાસિલ કરે કે તેઓ અલ્લાહને રાજી કરવાની કોશિશ કરે કે પછી બગાવત કે સરકશી કે ગુનાહો માં વધારો કરે છે


 આ સમય કેટલાક ને  પુરી જીંદગી એટલેકે દુનિયાવી જીવનકાળ સુધી હોય છે જેમને મર્યા પછી આખિરત માં ગિરફ્તાર કરવામાં આવે છે. અને કેટલાક ને દુનિયામાં જ અઝાબ ચખાડી દેવામાં આવે છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92