સુરહ અલ્ અન્-આમ 31,32

 PART:-401


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

    પોતાનો બોજ પોતાની પીઠો ઉપર હશે     

                  

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-31,32


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


قَدۡ خَسِرَ الَّذِيۡنَ كَذَّبُوۡا بِلِقَآءِ اللّٰهِ‌ؕ حَتّٰٓى اِذَا جَآءَتۡهُمُ السَّاعَةُ بَغۡتَةً قَالُوۡا يٰحَسۡرَتَنَا عَلٰى مَا فَرَّطۡنَا فِيۡهَا ۙ وَهُمۡ يَحۡمِلُوۡنَ اَوۡزَارَهُمۡ عَلٰى ظُهُوۡرِهِمۡ‌ؕ اَلَا سَآءَ مَا يَزِرُوۡنَ(31)


(31). બેશક તે લોકો નુક્સાનમાં પડ્યા જેમણે અલ્લાહની મુલાકાતને જૂઠાડી, ત્યાં સુધી કે જયારે તે નક્કી સમય તેમના પર અચાનક આવી પડશે, કહેશે કે, “હાય અફસોસ! અમારી 

સુસ્તી પર જે આના બારામાં થઈ" અને તેમની હાલત એવી હશે કે પોતાના બોજ પોતાની પીઠો ઉપર લાદેલા હશે, ખબરદાર! તેઓ ખરાબ બોજ લાદશે.


તફસીર(સમજુતી):-


જે કાફિર લોકો અલ્લાહની મુલાકાત નો ઈનકાર કરતાં હતાં તેમની ના-મુરાદી અને માયુસી વિષે વર્ણન  થાય છે કે જ્યારે કયામત અચાનક તેમના ઉપર આવશે તો તેમને પોતાના ખરાબ કામોની શર્મિન્દગી અને પછતાવો થશે અને કહેશે કે હાય અફસોસ અમે હકના વિરુદ્ધ થયા. અને પોતાના ગુનાહોનો બોજ પોતાની પીઠો ઉપર જ લાગેલો હશે. અફસોસ આ કેટલું ખરાબ વજન હશે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَ مَا الۡحَيٰوةُ الدُّنۡيَاۤ اِلَّا لَعِبٌ وَّلَهۡوٌ‌ ؕ وَلَـلدَّارُ الۡاٰخِرَةُ خَيۡرٌ لِّـلَّذِيۡنَ يَتَّقُوۡنَ‌ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ(32)


(32). અને દુનિયાની જિંદગી તો કશું જ નથી સિવાય ખેલ-તમાશાના, અને અંતિમ ઘર (આખિરત) અલ્લાહથી ડરનારાઓ માટે સારૂ છે, શું તમે સોચ વિચાર નથી કરતા?


તફસીર(સમજુતી):-


દુનિયાની જિંદગી તો થોડીક જ છે તેના મુકાબલામાં આખિરતની જિંદગી નો કોઈ અંત જ નથી. દુનિયાની જિંદગી ખેલ તમાશો છે ઐશો ઈસરત અને સોહરત તો ક્ષણિક ભર છે અસલ જિંદગી તો આખિરત ની છે જે પરહેઝગારો માટે છે અને તે કાયમ રહેવાની છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92