સુરહ અલ્ અન્-આમ 25,26

 PART:-399


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

                દિલો પર પડદા

                  

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-25,26


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَمِنۡهُمۡ مَّنۡ يَّسۡتَمِعُ اِلَيۡكَ‌‌ ۚ وَجَعَلۡنَا عَلٰى قُلُوۡبِهِمۡ اَكِنَّةً اَنۡ يَّفۡقَهُوۡهُ وَفِىۡۤ اٰذَانِهِمۡ وَقۡرًا ‌ؕ وَاِنۡ يَّرَوۡا كُلَّ اٰيَةٍ لَّا يُؤۡمِنُوۡا بِهَا‌ ؕ حَتّٰۤى اِذَا جَآءُوۡكَ يُجَادِلُوۡنَكَ يَقُوۡلُ الَّذِيۡنَ كَفَرُوۡۤا اِنۡ هٰذَاۤ اِلَّاۤ اَسَاطِيۡرُ الۡاَوَّلِيۡنَ(25)


(25). તેમનામાંથી કેટલાક તમારા તરફ કાન ધરે છે, અને અમે તેમના દિલો પર પડદા નાખી રાખ્યા છે કે તેને સમજે નહિ અને તેમના કાન બહેરા છે, અને તેઓ બધી નિશાનીઓને જોઈ લે તો પણ તેના ઉપર ઈમાન નહિ લાવે, ત્યાં સુધી કે જયારે તમારા પાસે આવે છે તો ઝઘડો કરે છે, કાફિરો કહે છે કે, “આ ફક્ત પહેલાનાઓની કાલ્પનિક વાર્તાઓ સિવાય (બીજુ કશું જ) નથી.”


તફસીર(સમજુતી):-


"કેટલાક તમારા તરફ કાન ધરે છે" એટલે કે મુર્તિપૂજકો છે જે તમારી પાસે આવીને કુરઆન સાંભળે છે પરંતુ તેમનો મકસદ હિદાયત પ્રાપ્ત કરવાનો નથી, એટલા માટે તેનાથી કોઈ ફાયદો પ્રાપ્ત કરતા નથી.


☘☘☘☘☘☘☘☘☘☘☘☘


وَهُمۡ يَنۡهَوۡنَ عَنۡهُ وَيَنْأَوْنَ عَنۡهُ‌ۚ وَاِنۡ يُّهۡلِكُوۡنَ اِلَّاۤ اَنۡفُسَهُمۡ وَمَا يَشۡعُرُوۡنَ‏(26)


(26). અને આ લોકો આનાથી બીજાઓને પણ રોકે છે અને પોતે પણ દૂર દૂર રહે છે, અને આ લોકો પોતે પોતાની જાતને બરબાદ કરી રહ્યા છે અને કશું સમજતા નથી.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92