સુરહ અલ્ અન્-આમ 17,18,19

PART:-397


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

 મુશ્કેલીઓ દુર કરવાવાળો ફક્ત અલ્લાહ છે

     ‌   તેના સિવાય બીજું કોઈ જ નથી

                    

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-17,18,19


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَاِنۡ يَّمۡسَسۡكَ اللّٰهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهٗۤ اِلَّا هُوَ‌ؕ وَاِنۡ يَّمۡسَسۡكَ بِخَيۡرٍ فَهُوَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(17)


(17). અને જો અલ્લાહ (તઆલા) તને કોઈ તકલીફ આપે તો તેને દૂર કરવાવાળો અલ્લાહ (તઆલા) સિવાય કોઈ બીજો નથી અને જો તને અલ્લાહ (તઆલા) ફાયદો પહોંચાડે તો તે દરેક વસ્તુ પર વર્ચસ્વ ધરાવે છે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَهُوَ الۡقَاهِرُ فَوۡقَ عِبَادِهٖ‌ ؕ وَهُوَ الۡحَكِيۡمُ الۡخَبِيۡرُ(18)


(18). તે પોતાના બંદાઓ ઉપર પ્રભાવશાળી છે અને તે જ હિકમતવાળો, ખબર રાખવાવાળો છે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


قُلۡ اَىُّ شَىۡءٍ اَكۡبَرُ شَهَادَةً ؕ قُلِ اللّٰهُ ‌ۙ شَهِيۡدٌ ۢ بَيۡنِىۡ وَبَيۡنَكُمۡ‌ ۚ وَاُوۡحِىَ اِلَىَّ هٰذَا الۡـقُرۡاٰنُ لِاُنۡذِرَكُمۡ بِهٖ وَمَنۡۢ بَلَغَ‌ ؕ اَئِنَّكُمۡ لَـتَشۡهَدُوۡنَ اَنَّ مَعَ اللّٰهِ اٰلِهَةً اُخۡرٰى‌ؕ قُلْ لَّاۤ اَشۡهَدُ‌ ۚ قُلۡ اِنَّمَا هُوَ اِلٰـهٌ وَّاحِدٌ وَّاِنَّنِىۡ بَرِىۡٓءٌ مِّمَّا تُشۡرِكُوۡنَ‌ۘ(19)


(19). તમે કહી દો કે, “કોની ગવાહી મોટી છે?” કહો કે, "મારા અને તમારા વચ્ચે અલ્લાહ ગવાહ છે." અને આ કુરઆન મારા તરફ વહી કરવામાં આવ્યું છે જેથી તેના વડે તમને અને જેમના સુધી પહોંચે તે બધાને ખબરદાર કરું,' શું તમે ગવાહી આપો છો કે અલ્લાહ સાથે બીજા મા'બૂદ છે?" તમે કહી દો, “હું આની ગવાહી નથી આપતો, "તમે કહી દો કે, “તે એક જ મા'બૂદ છે અને હું તમારા શિર્કથી અલગ છું.


તફસીર(સમજુતી):-


રબીઅ બિન અનસ કહે છે કે હવે જેની પાસે આ કુરઆન પહોંચી જાય, જો રસૂલ (ﷺ) નો સાચો પેરોકાર છે તો તેની એ ફરજ છે કે તે પણ લોકોને અલ્લાહ  તરફ એવી રીતે આમંત્રણ આપે, જેવી રીતે રસૂલ (ﷺ) એ લોકોને આમંત્રણ આપ્યું હતું અને એવી રીતે બાખબર કરે જેવી રીતે આપ (ﷺ) એ બાખબર કર્યા હતાં (ઈબ્ને કસીર)


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92