સુરહ અલ્ અન્-આમ 27,28,29,30

 PART:-400


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

       કયામત અને કાફિરોના હાલાત          

                  

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-27,28,29,30


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَلَوۡ تَرٰٓى اِذۡ وُقِفُوۡا عَلَى النَّارِ فَقَالُوۡا يٰلَيۡتَنَا نُرَدُّ وَلَا نُكَذِّبَ بِاٰيٰتِ رَبِّنَا وَنَكُوۡنَ مِنَ الۡمُؤۡمِنِيۡنَ(27)


(27). અને જો તમે તે સમયે જોશો કે જયારે તેમને જહન્નમની નજીક ઊભા કરી દેવામાં આવશે ત્યારે કહેશે, “હાય! કેટલી સરસ વાત હોય કે અમને ફરી પાછા મોકલી દેવામાં આવે (અને જો આવું થઈ જાય) તો અમે પોતાના રબની નિશાનીઓને ન જૂઠાડીએ અને અમે ઈમાનવાળાઓમાં સામેલ થઈ જઈએ.


તફસીર(સમજુતી):-


અહીં 'જો' નો જવાબ અદશ્ય છે જે આ પ્રમાણે થશે, "તો આપને ભયાનક મંઝર દેખાશે."


આ ભયાનક મંઝર જોયા પછી તેમની આરઝુ હશે કે દુનિયામાં પાછા જઈને રબની નિશાનીઓને માનીશું પરંતુ આ આરઝુ જ રહેવાની જે કદી પુરી નથી થવાની.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


بَلۡ بَدَا لَهُمۡ مَّا كَانُوۡا يُخۡفُوۡنَ مِنۡ قَبۡلُ‌ؕ وَلَوۡ رُدُّوۡا لَعَادُوۡا لِمَا نُهُوۡا عَنۡهُ وَاِنَّهُمۡ لَـكٰذِبُوۡنَ‏(28)


(28). બલ્કે જે વસ્તુને આના પહેલા છૂપાવ્યા કરતા હતા તે તેમના સામે આવી ગઈ છે, જો આ લોકોને ફરી પાછા મોકલી દેવામાં આવે તો પણ તેઓ એ જ કરશે જેનાથી તેમને રોકવામાં આવ્યા હતા અને બેશક તે લોકો જૂઠા છે.


તફસીર(સમજુતી):-


એટલે કે દુનિયામાં પાછા જવા ઈમાન લાવવા માટે નહીં પરંતુ તેમણે જે અંઝાબ પોતાની આંખો થી જોયો છે તેનાથી બચવા માટે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَقَالُوۡۤا اِنۡ هِىَ اِلَّا حَيَاتُنَا الدُّنۡيَا وَمَا نَحۡنُ بِمَبۡعُوۡثِيۡنَ(29)


(29). અને તેઓ કહે છે ફક્ત આ દુનિયાની જિંદગી જ અમારી જિંદગી છે અને અમે બીજીવાર જીવતા કરવામાં આવીશું નહિં.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَلَوۡ تَرٰٓى اِذۡ وُقِفُوۡا عَلٰى رَبِّهِمۡ‌ ؕ قَالَ اَلَـيۡسَ هٰذَا بِالۡحَـقِّ‌ ؕ قَالُوۡا بَلٰى وَرَبِّنَا‌ ؕ قَالَ فَذُوۡقُوا الۡعَذَابَ بِمَا كُنۡتُمۡ تَكۡفُرُوۡنَ(30)


(૩૦). અને જો તમે તે સમયે જોશો જયારે તેમને પોતાના રબના સામે ઊભા કરી દેવામાં આવશે, અલ્લાહ (તઆલા) ફરમાવશે કે, “શું આ સાચું નથી ?' તેઓ કહેશે, ‘બેશક રબની કસમ સાચું છે.” અલ્લાહ (તઆલા) ફરમાવશે, "તો પોતાના કુફ્રનો અઝાબ સહન કરો"


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92