સુરહ અલ્ અન્-આમ 20,21,22,23,24

  PART:-398




           ~~~~~~~~~~~~~


         આજની આયાતના વિષય


          ~~~~~~~~~~~~~~


  


     દરેક ધર્મની કિતાબોમાં મુહંમદ (ﷺ)

     ‌    નું ઝિક્ર કરવામાં આવ્યું છે


                    


=======================        


     


            પારા નંબર:- 07


            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-20,21,22,23,24




=======================




اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم




અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)




☘☘☘☘☘☘☘☘☘☘️☘️




اَ لَّذِيۡنَ اٰتَيۡنٰهُمُ الۡـكِتٰبَ يَعۡرِفُوۡنَهٗ كَمَا يَعۡرِفُوۡنَ اَبۡنَآءَهُمُ‌ۘ اَ لَّذِيۡنَ خَسِرُوۡۤا اَنۡفُسَهُمۡ فَهُمۡ لَا يُؤۡمِنُوۡنَ‏(20)




(20). જેમને અમે કિતાબ (તૌરાત અને ઈન્જીલ) આપી છે. તેઓ તમને (મુહંમદ (ﷺ)) ને એવી રીતે ઓળખે છે, જેવી રીતે પોતાના પુત્રને, તેઓ પોતે પોતાનું નુકસાન કરી બેઠા છે તેઓ જ યકીન કરશે નહિં.




☘☘☘☘☘☘☘☘☘☘️☘️




وَمَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوۡ كَذَّبَ بِاٰيٰتِهٖؕ اِنَّهٗ لَا يُفۡلِحُ الظّٰلِمُوۡنَ(21)




(21). અને તેનાથી વધીને જાલિમ કોણ છે જે અલ્લાહ પર જૂઠો આરોપ લગાવે અને તેની નિશાનીઓને જૂઠી ઠેરવે, બેશક જાલિમો કામયાબ થઈ શકતા નથી.




☘☘☘☘☘☘☘☘☘☘️☘️




وَيَوۡمَ نَحۡشُرُهُمۡ جَمِيۡعًا ثُمَّ نَقُوۡلُ لِلَّذِيۡنَ اَشۡرَكُوۡۤا اَيۡنَ شُرَكَآؤُكُمُ الَّذِيۡنَ كُنۡتُمۡ تَزۡعُمُوۡنَ(22)




(22). અને જે દિવસે અમે બધાને ભેગા કરીશું, પછી જેમણે શિર્ક કર્યું તેમને કહીશું તેઓ ક્યાં છે જેમને તમે (અલ્લાહના)ભાગીદાર સમજી રહ્યા હતા (તે દિવસો યાદ છે)




☘☘☘☘☘☘☘☘☘☘️☘️




ثُمَّ لَمۡ تَكُنۡ فِتۡـنَـتُهُمۡ اِلَّاۤ اَنۡ قَالُوۡا وَاللّٰهِ رَبِّنَا مَا كُنَّا مُشۡرِكِيۡنَ(23)




(23). પછી તેમના શિર્કનું એના સિવાય કોઈ બહાનું નહિ હોય કે કહેશે, “અમારા રબ અલ્લાહની કસમ! અમે મુશરિક ન હતા.”




તફસીર(સમજુતી):-




ફિત્નાનો એક અર્થ શિર્ક અને એક અર્થ તૌબા કરેલ છે, એટલે કે અંતમાં આ દલીલ અને તૌબાને રજૂ કરી છૂટકારો મેળવવાની કોશિશ કરશે કે અમે તો મૂર્તિપૂજક ન હતા.




અહીંયા એવી શંકા ન થાય કે ત્યાં તો મનુષ્યના હાથ-પગ ગવાહી આપશે અને મોઢાં પર મહોર મારી દેવામાં આવશે, પછી આ ઈન્કાર કેવી રીતે કરશે ? તેનો જવાબ હજરત ઈબ્ને અબ્બાસે આપ્યો કે જયારે મૂર્તિપૂજકો જોશે કે મુસલમાનો જન્નતમાં જઈ રહ્યા છે તો તેઓ પરસ્પર વિચાર-વિમર્શ કરીને મૂર્તિપૂજનથી જ ઈન્કાર કરી દેશે, ત્યારે અલ્લાહ તઆલા તેમના મોઢા પર મહોર મારી દેશે અને તેમના હાથ-પગ તેમણે જે કર્યું હશે તેની ગવાહી આપશે, પછી તેઓ અલ્લાહ તઆલાથી કોઈ વાત છૂપાવવાની તાકાત રાખી શકશે નહિં. (ઈબ્ને કસીર)




☘☘☘☘☘☘☘☘☘☘️☘️




اُنْظُرۡ كَيۡفَ كَذَبُوۡا عَلٰٓى اَنۡفُسِهِمۡ‌ وَضَلَّ عَنۡهُمۡ مَّا كَانُوۡا يَفۡتَرُوۡنَ(24)




(24). જુઓ કે તેઓ કેવી રીતે પોતાના ઉપર જૂઠ બોલી ગયા અને તેમનો આરોપ તેમનાથી ખોવાઈ ગયો.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92