સુરહ અન્-નિસા 53,54,55


PART:-277
         (Quran-Section)
     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-53,54,55
☘☘☘☘☘☘☘☘☘☘☘                        

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَمۡ لَهُمۡ نَصِيۡبٌ مِّنَ الۡمُلۡكِ فَاِذًا لَّا يُؤۡتُوۡنَ النَّاسَ نَقِيۡرًا(53)

53).શું તેમનો કોઈ હિરસો રાજયમાં છે ? જો આવું હોય
તો પછી તેઓ કોઈને એક ખજૂરની ગુઠલી ના ફાંકા બરાબર પણ કશુ નહિ આપે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَمۡ يَحۡسُدُوۡنَ النَّاسَ عَلٰى مَاۤ اٰتٰٮهُمُ اللّٰهُ مِنۡ فَضۡلِهٖ‌ۚ فَقَدۡ اٰتَيۡنَاۤ اٰلَ اِبۡرٰهِيۡمَ الۡـكِتٰبَ وَالۡحِكۡمَةَ وَاٰتَيۡنٰهُمۡ مُّلۡكًا عَظِيۡمًا‏(54)

54).અથવા આ લોકોથી ઈર્ષા રાખે છે, તેના પર જે અલ્લાહ (તઆલા)એ પોતાની મહેરબાનીથી તેમને આપ્યું છે તો અમે તો ઈબ્રાહીમની સંતાનને કિતાબ અને
હિકમત પણ આપી અને મોટુ રાજય પણ પ્રદાન કર્યું.
☘☘☘☘☘☘☘☘☘☘☘

فَمِنۡهُمۡ مَّنۡ اٰمَنَ بِهٖ وَمِنۡهُمۡ مَّنۡ صَدَّ عَنۡهُ‌ ؕ وَكَفٰى بِجَهَـنَّمَ سَعِيۡرًا(55)

55).પછી તેમનામાંથી કેટલાકે તો તે કિતાબને માની અને કેટલાક તેનાથી રોકાઈ ગયા અને જહન્નમની ભડકે બળતી આગ જ પૂરતી છે.

તફસીર(સમજુતી):-

એટલે કે બની ઈસરાઈલની સંતાન જે હજરત ઈબ્રાહીમના ખાનદાન અને કબીલામાંથી છે, તેમને અમે નબૂવત પણ આપી અને મોટું રાજય અને હુકૂમત પણ, પછી પણ આ બધા યહૂદી તેમની પર ઈમાન ન લાવ્યા, કેટલાક ઈમાન લાવ્યા અને કેટલાક રોકાઈ ગયા. મતલબ તે છે મોહંમદ (ﷺ) જો તેઓ તમારા પર ઈમાન નથી લાવતા તો આ કોઈ અનોખી વાત નથી તેઓનો તો ઈતિહાસ જ નબીઓને જૂઠાડવામાં પડેલો છે ત્યાં સુધી કે તેઓ તો પોતાના વંશના નબીઓ પર પણ ઈમાન લાવ્યા નથી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92