સુરહ અન્-નિસા 49,50,51,52

PART:-276
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-49,50,51,52

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ يُزَكُّوۡنَ اَنۡفُسَهُمۡ‌ ؕ بَلِ اللّٰهُ يُزَكِّىۡ مَنۡ يَّشَآءُ وَلَا يُظۡلَمُوۡنَ فَتِيۡلًا(49)

49).શું તમે તેમને નથી જોયા જેઓ પોતાની પવિત્રતા (અને
પ્રશંસા) પોતે કરે છે ? પરંતુ અલ્લાહ જેને ઈચ્છે પવિત્ર કરે છે,
અને એમના ઉપર લેશમાત્ર પણ જુલમ કરવામાં નહિં આવે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اُنْظُرۡ كَيۡفَ يَفۡتَرُوۡنَ عَلَى اللّٰهِ الۡـكَذِبَ‌ؕ وَكَفٰى بِهٖۤ اِثۡمًا مُّبِيۡنًا(50)

50).જુઓ આ લોકો અલ્લાહ (તઆલા) પર કેવી રીતે જૂઠો આરોપ લગાવે છે, અને આ સ્પષ્ટ ગુનાહ માટે પુરતું છે

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ اُوۡتُوۡا نَصِيۡبًا مِّنَ الۡكِتٰبِ يُؤۡمِنُوۡنَ بِالۡجِبۡتِ وَالطَّاغُوۡتِ وَيَقُوۡلُوۡنَ لِلَّذِيۡنَ كَفَرُوۡا هٰٓؤُلَۤاءِ اَهۡدٰى مِنَ الَّذِيۡنَ اٰمَنُوۡا سَبِيۡلًا(51)

51).શું તમે તેમને નથી જોયા જેમને કિતાબનો કેટલોક ભાગ
મળ્યો છે, જેઓ મૂર્તિઓ પર અને જૂઠા દેવતાઓ પર ઈમાન
રાખે છે, અને કાફિરોની તરફેણમાં કહે છે કે આ લોકો ઈમાનવાળાઓથી વધારે સાચા રસ્તા પર છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اُولٰٓئِكَ الَّذِيۡنَ لَعَنَهُمُ اللّٰهُ‌ ؕ وَمَنۡ يَّلۡعَنِ اللّٰهُ فَلَنۡ تَجِدَ لَهٗ نَصِيۡرًا(52)

52).આ તે લોકો છે જેમના ઉપર અલ્લાહ (તઆલા) એ લા’નત કરી છે અને જેમને અલ્લાહ (તઆલા) લા’નતી કહી દે તો તમે તેમનો કોઈ મદદ કરવાવાળો નહિં જુઓ.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92