સુરહ અન્-નિસા 47,48

PART:-275
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-47,48

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ اٰمِنُوۡا بِمَا نَزَّلۡنَا مُصَدِّقًا لِّمَا مَعَكُمۡ مِّنۡ قَبۡلِ اَنۡ نَّـطۡمِسَ وُجُوۡهًا فَنَرُدَّهَا عَلٰٓى اَدۡبَارِهَاۤ اَوۡ نَلۡعَنَهُمۡ كَمَا لَعَنَّاۤ اَصۡحٰبَ السَّبۡتِ‌ؕ وَكَانَ اَمۡرُ اللّٰهِ مَفۡعُوۡلًا(47)

47).અય કિતાબવાળાઓ! જે કંઈ અમે ઉતાર્યું છે તે તેનું
સમર્થન કરનાર છે જે તમારા પાસે છે, તેના ઉપર તેનાથી પહેલા ઈમાન લાઓ કે અમે ચહેરા બગાડી દઈએ અને તેમને ફેરવીને પીઠ તરફ કરી દઈએ, અથવા
તેમના ઉપર લા’નત મોકલીએ, જેવું કે અમે શનિવારવાળા દિવસના લોકો પર લા’નત કરી છે અને અલ્લાહ (તઆલા)નો નિર્ણય જરૂર પૂરો કરેલ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ اللّٰهَ لَا يَغۡفِرُ اَنۡ يُّشۡرَكَ بِهٖ وَيَغۡفِرُ مَا دُوۡنَ ذٰ لِكَ لِمَنۡ يَّشَآءُ‌ ۚ وَمَنۡ يُّشۡرِكۡ بِاللّٰهِ فَقَدِ افۡتَـرٰۤى اِثۡمًا عَظِيۡمًا‏(48)

48).બેશક અલ્લાહ (તઆલા) પોતાની સાથે શિર્ક કરવાને માફ નથી કરતો અને તેના સિવાય જેને ઈચ્છે માફ કરી દે, અને જે અલ્લાહ (તઆલા)ની સાથે શિર્ક
કરે તેણે અલ્લાહ પર ભારે આરોપ ઘડ્યો.

તફસીર(સમજુતી):-

એટલે કે એવા ગુનાહ જેનાથી ઈમાનવાળા માફી માગ્યા વગર મૃત્યુ પામે, અલ્લાહ તઆલા જો કોઈને ઈચ્છે તો વગર સજાએ માફ કરી દેશે, ઘણા લોકોને સજા આપ્યા પછી અને ઘણા લોકોને નબી (ﷺ)ની ભલામણ પર માફ
કરી દેશે, પરંતુ શિર્ક કોઈપણ હાલતમાં માફ થશે નહિં, કેમકે મુશરિક (બહુદેવવાદી) પર અલ્લાહ તઆલાએ
જન્નત હરામ કરી દીધી છે..

બીજી જગ્યાએ ફરમાવ્યું “શિર્ક ઘણો મોટો જુલમ છે.” હદીસમાં તેને ઘણો મોટો ગુનોહ કહેવામાં આવ્યો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92