Posts

સુરહ બકરહ 211,212

PART:-118          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-211,212                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ سَلۡ بَنِىۡٓ اِسۡرَآءِيۡلَ كَمۡ اٰتَيۡنٰهُمۡ مِّنۡ اٰيَةٍۢ بَيِّنَةٍ ‌ؕ وَمَنۡ يُّبَدِّلۡ نِعۡمَةَ اللّٰهِ مِنۡۢ بَعۡدِ مَا جَآءَتۡهُ فَاِنَّ اللّٰهَ شَدِيۡدُ الۡعِقَابِ(211) 211).ઈસરાઈલની સંતાનોને પૂછો કે અમે તેમને કેટલી સ્પષ્ટ નિશાનીઓ આપી અને જેઓ અલ્લાહ(તઆલા)ની ને’મત પોતાની પાસે પહોંચી ગયા પછી પણ બદલી નાખે (તેઓ જાણી લો) કે અલ્લાહ (તઆલા) પણ સખત સજાઓ આપવાવાળો છે. તફસીર(સમજુતી):- જેમ કે મૂસાની લાકડી, જેના વડે અમે જાદુગરોના જાદુને તોડ્યુ, સમુદ્રમાં રસ્તો બનાવ્યો, પથ્થરથી બાર ઝરણાં ફૂટી નીકળ્યા, વાદળોનો છાંયડો, મન્ન અને સલ્વાનું ઉતરવું, અને જે અલ્લાહ તઆલાની તાકાત અને અમારા પયગમ્બરોની સચ્ચાઈના સબૂત હતા, પરંતુ એના પછી પણ તેઓએ અલ્લા...

સુરહ બકરહ 209,210

PART:-117          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-209,210                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاِنۡ زَلَـلۡتُمۡ مِّنۡۢ بَعۡدِ مَا جَآءَتۡکُمُ الۡبَيِّنٰتُ فَاعۡلَمُوۡٓا اَنَّ اللّٰهَ عَزِيۡزٌ حَکِيۡمٌ (209) 209).જો તમે નિશાનીઓના આવી ગયા પછી પણ લપસી જાઓ, તો જાણી લો કે અલ્લાહ (તઆલા) જબરદસ્ત અને હિકમતવાળો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ هَلۡ يَنۡظُرُوۡنَ اِلَّاۤ اَنۡ يَّاۡتِيَهُمُ اللّٰهُ فِىۡ ظُلَلٍ مِّنَ الۡغَمَامِ وَالۡمَلٰٓئِکَةُ وَقُضِىَ الۡاَمۡرُ‌ؕ وَاِلَى اللّٰهِ تُرۡجَعُ الۡاُمُوۡرُ(210) 210).શું લોકો એ વાતની રાહ જોઈ રહ્યા છે કે અલ્લાહ (તઆલા) પોતે વાદળોના સમૂહમાં આવી જાય ,અને ફરિશ્તાઓ પણ, અને કામનો અંત કરી દેવામાં આવે, અલ્લાહની જ તરફ બધા કામો પલટાવવામા આવે છે. તફસીર(સમજુતી):- અહીં કયામત ની વાત કરવામાં આવી છે એટલે કે કાફિરો ન...

સુરહ બકરહ 205,206,207,208

PART:-116          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-205,206,                         207,208 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذَا تَوَلّٰى سَعٰى فِى الۡاَرۡضِ لِيُفۡسِدَ فِيۡهَا وَيُهۡلِكَ الۡحَـرۡثَ وَالنَّسۡلَ‌ؕ وَاللّٰهُ لَا يُحِبُّ الۡفَسَادَ(205) 205).અને જ્યારે તે પાછો ફરે છે, તો જમીનમાં ફસાદ ફેલાવવા, ખેતી અને નસલની બરબાદીની કોશિશમાં લાગેલ રહે છે અને અલ્લાહ (તઆલા) ફસાદને પસંદ નથી કરતો. તફસીર(સમજુતી):- ઝઈફ રીવાયત ના પ્રમાણે આ આયત એક વ્યક્તિ જેનુ નામ અખનસ બિન શરીક ષફકી જે સાહિત્યકાર હતો આપ (સ.અ.વ) ની ખિદમતમા જુઠી અલ્લાહ ની કસમ ખાઈને પોતાને મુસ્લિમ કહેતો અને ત્યાંથી પાછો ફરે તો ફસાદ ફેલાવવાના કામ કરતો પણ હકીકતમાં બધા જ મુનાફિકો આવા જ હતાં ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذَا قِيۡلَ لَهُ اتَّقِ اللّٰهَ اَخَذَتۡهُ الۡعِزَّةُ بِالۡاِثۡمِ‌ فَحَسۡ...

સુરહ બકરહ 203,204

PART:-115         (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-203,204 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاذۡكُرُوا اللّٰهَ فِىۡٓ اَيَّامٍ مَّعۡدُوۡدٰتٍ‌ؕ فَمَنۡ تَعَجَّلَ فِىۡ يَوۡمَيۡنِ فَلَاۤ اِثۡمَ عَلَيۡهِ ۚ وَمَنۡ تَاَخَّرَ فَلَاۤ اِثۡمَ عَلَيۡه‌ِ ۙ لِمَنِ اتَّقٰى ؕ وَاتَّقُوا اللّٰهَ وَاعۡلَمُوۡٓا اَنَّکُمۡ اِلَيۡهِ تُحۡشَرُوۡنَ(203) 203).અને અલ્લાહ (તઆલા)ની યાદ તે ગણતરીના થોડા દિવસો (તશરીકના દિવસો)માં કરો, બે દિવસ જલ્દી કરવાવાળા પર કોઈ ગુનોહ નથી અને જે પાછળ રહી જાય તેના પર પણ કોઈ ગુનોહ નથી.” આ પરહેઝગારો માટે છે, અને અલ્લાહ (તઆલા)થી ડરતા રહો, અને જાણી લો, કે તમે બધા તેના તરફ જમા કરવામાં આવશો. તફસીર(સમજુતી):-  તશરીકના દિવસો 11, 12 અને 13 ઝીલહજના છે. આ દિવસોમાં અલ્લાહ તઆલાના ઝિકથી મુરાદ ઊંચી અવાજ સાથે સુન્નત તરીકાથી મુકર્રર તકબીર કહે. ફક્ત ફર્ઝ નમાઝો પછી જ નહિં (જેવું કે એક અસ્પષ્ટ હદીષના આધાર પર મશહૂર ...

સુરહ બકરહ 201,202

PART:-114          (Quran-Section)        (2)સુરહ બકરહ          આયત નં.:-201,202 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمِنۡهُمۡ مَّنۡ يَّقُوۡلُ رَبَّنَآ اٰتِنَا فِى الدُّنۡيَا حَسَنَةً وَّفِى الۡاٰخِرَةِ حَسَنَةً وَّ قِنَا عَذَابَ النَّارِ (201) 201).અને કેટલાક લોકો એવા પણ છે જેઓ કહે છે, "અય અમારા પાલનહાર! અમને આ દુનિયામાં ભલાઈ આપ અને આખિરતમાં પણ ભલાઈ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે.” તફસીર(સમજુતી):- મતલબ કે એહલે ઈમાન દુનિયામાં પણ દુનિયા નથી માગતા પરંતુ નેકી ની તૌફીક તલબ કરે છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ لَهُمۡ نَصِيۡبٌ مِّمَّا كَسَبُوۡا ‌ؕ وَاللّٰهُ سَرِيۡعُ الۡحِسَابِ(202) 202).આ તે લોકો છે જેમના માટે તેમના અમલોનો હિસ્સો છે. અને અલ્લાહ (તઆલા) જલ્દી હિસાબ લેનાર છે.

સુરહ બકરહ 199,200

PART:-113          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-199,200 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ ثُمَّ اَفِيۡضُوۡا مِنۡ حَيۡثُ اَفَاضَ النَّاسُ وَاسۡتَغۡفِرُوا اللّٰهَ‌ؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(199) 199).પછી તમે તે જગ્યાએથી પાછા ફરો જે જગ્યાએથી બધા લોકો પાછા ફરે છે અને અલ્લાહ (તઆલા)થી તૌબા કરતા રહો, બેશક અલ્લાહ તઆલા માફ કરવાવાળો મહેરબાન છે. તફસીર(સમજુતી):- મક્કા ના કુરેશ અરફાત સુધી ન જતાં પરંતુ મુઝદલફા થી પાછા આવી જતાં એટલા માટે આદેશ આપવામાં આવે છે કે તમે તે જગ્યાએથી પાછા ફરો જે જગ્યાએથી બધા લોકો પાછા ફરે છે મતલબ કે અરફાત થી ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاِذَا قَضَيۡتُمۡ مَّنَاسِكَکُمۡ فَاذۡکُرُوا اللّٰهَ كَذِكۡرِكُمۡ اٰبَآءَکُمۡ اَوۡ اَشَدَّ ذِکۡرًا ؕ فَمِنَ النَّاسِ مَنۡ يَّقُوۡلُ رَبَّنَآ اٰتِنَا فِى الدُّنۡيَا وَمَا لَهٗ فِى الۡاٰخِرَةِ مِنۡ خَلَاقٍ (200) 200).પછી જ્યારે તમે હજના દરેક કામ પૂરા ...

સુરહ બકરહ 197,198

PART:-112          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-197,198 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلۡحَجُّ اَشۡهُرٌ مَّعۡلُوۡمٰتٌ ‌ۚ فَمَنۡ فَرَضَ فِيۡهِنَّ الۡحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوۡقَۙ وَلَا جِدَالَ فِى الۡحَجِّ ؕ وَمَا تَفۡعَلُوۡا مِنۡ خَيۡرٍ يَّعۡلَمۡهُ اللّٰهُ ‌ؕ وَتَزَوَّدُوۡا فَاِنَّ خَيۡرَ الزَّادِ التَّقۡوٰى ۚ وَاتَّقُوۡنِ يٰٓاُولِى الۡاَلۡبَابِ(197) 197).હજના મહિનાઓ નિર્ધારીત છે એટલા માટે જે તેમાં હજ અનિવાર્ય કરે તે પોતાની પત્નીથી હમબિસ્તરી કરવા, ગુનાહ કરવા, અને લડાઈ-ઝઘડા કરવાથી બચતો રહે, તમે જે ભલાઈના કામો કરશો તેને અલ્લાહ (તઆલા) જાણવાવાળો છે, અને પોતાની સાથે રસ્તાનો ખર્ચ લઈ લો, બધાથી બેહતર રસ્તાનો ખર્ચ તો અલ્લાહનો ડર છે અને અય અકલમંદો! મારાથી ડરતા રહો. તફસીર(સમજુતી):- ઉમરાહ વર્ષ માં ગમે તે સમયે કરી શકો પણ હજ તો હજ ના મહી...