સુરહ અલ્ અન્-આમ 123,124

 PART:-438


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

  મોટા માથાઓ પોતાના કરતૂતો ના સબબે

            મોટો અંજામ ભોગવશે 

    

=======================        

     

            પારા નંબર:- 08

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-123,124


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَكَذٰلِكَ جَعَلۡنَا فِىۡ كُلِّ قَرۡيَةٍ اَكٰبِرَ مُجۡرِمِيۡهَا لِيَمۡكُرُوۡا فِيۡهَا‌ ؕ وَمَا يَمۡكُرُوۡنَ اِلَّا بِاَنۡفُسِهِمۡ وَمَا يَشۡعُرُوۡنَ(123)


(123). અને આવી જ રીતે અમે દરેક વસ્તીમાં ત્યાંના મોટા-મોટા અપરાધીઓને કાવતરા રચવા માટે બનાવ્યા જેથી તેઓ કાવતરા રચે અને તેઓ પોતાના વિરુધ્ધ જ કાવતરા રચે છે અને તેમને તેનું ભાન નથી.


તફસીર(સમજુતી):-


"મોટા-મોટા અપરાધીઓ" મુરાદ સરદારો ઉચા હોદ્દાઓ ફર હોય જેઓ ખુબ ધનવાન હોય અને આવા લોકો જ અંબિયા અલયહ સલામ વિરુદ્ધ ઉભા થાય છે બાકી તો સામાન્ય માણસો તેમની પાછળ ચાલે છે એટલે કે તેઓ જેવું કહે અને કરાવે તેવું કરે છે. 


"પોતાના વિરુધ્ધ જ કાવતરા રચે છે" એટલે કે તેઓ જે કરી રહ્યા છે તેની વબાલ તેમના ઉપર ઉલટ થઈને આવશે અને તેમની પાછળ અને તેમના કહ્યા પર ચાલનારાઓની વબાલ પણ તેમના પર પલટીને આવશે જેની તેમને ખબર નથી.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَاِذَا جَآءَتۡهُمۡ اٰيَةٌ قَالُوۡا لَنۡ نُّـؤۡمِنَ حَتّٰى نُؤۡتٰى مِثۡلَ مَاۤ اُوۡتِىَ رُسُلُ اللّٰهِؔ‌ۘؕ اَللّٰهُ اَعۡلَمُ حَيۡثُ يَجۡعَلُ رِسٰلَـتَهٗ‌ ؕ سَيُصِيۡبُ الَّذِيۡنَ اَجۡرَمُوۡا صَغَارٌ عِنۡدَ اللّٰهِ وَعَذَابٌ شَدِيۡدٌۢ بِمَا كَانُوۡا يَمۡكُرُوۡنَ(124)


(124). અને જયારે તેમની પાસે કોઈ આયત આવી તો તેઓએ કહ્યું કે, “અમે કદી યકીન નહિં કરીએ જયાં સુધી અમને પણ તેના બરાબર આપવામાં ન આવે જે અલ્લાહના રસૂલોને આપવામાં આવ્યું.” અલ્લાહ સારી રીતે જાણે છે કે તે પોતાની રિસાલત ક્યાં રાખે,' નજીકમાં જ જેમણે ગુનાહ કર્યા છે તેમને અલ્લાહ પાસે અપમાનિત થવાનું છે અને જે કાવતરા કરતા રહ્યા તેનો બદલો ઘણી મોટી સજા છે.


તફસીર(સમજુતી):-


એટલે કે ઈનકાર કરનારાઓ કેહતા હતા કે અમારી પાસે પણ ફરિશ્તાઓ વહી લઈને આવે અને નબુવતનો તાજ અમને પહેરાવવામાં આવે તો અમે માનીએ અને ઈમાન લાઈએ.



"રિસાલત ક્યાં રાખે" એટલે કે એ નિર્ણય કરવો કે કોને નબી બનાવવામાં આવે ? આ તો અલ્લાહનું કામ છે કારણ કે તે જ દરેક વાતની જરૂરીયાત અને શ્રેષ્ઠતાને જાણે છે અને તે જ જાણે છે કે કોણ આ પદનો હકદાર છે? મક્કાનો કોઈ ચૌધરી અથવા ધનવાન અથવા હઝરત અબ્દુલ્લાહ અને હઝરત આમેનાનો અનાથ પુત્ર?

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92