સુરહ અલ્ અન્-આમ 117,118,119

 PART:-436


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

   દરેક વસ્તુને હરામ અથવા હલાલ હોવામાં 

       અલ્લાહનો જ ફેંસલો લાગું પડે છે     

                    

=======================        

     

            પારા નંબર:- 08

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-117,118,119


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


اِنَّ رَبَّكَ هُوَ اَعۡلَمُ مَنۡ يَّضِلُّ عَنۡ سَبِيۡلِهٖ‌ۚ وَهُوَ اَعۡلَمُ بِالۡمُهۡتَدِيۡنَ(117)


(117). બેશક તમારો રબ તેમને સારી રીતે જાણે છે, જેઓ તેના માર્ગ પરથી ભટકી જાય છે અને તેમને પણ સારી રીતે જાણે છે, જેઓ તેના માર્ગ ઉપર ચાલે છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


فَـكُلُوۡا مِمَّا ذُكِرَ اسۡمُ اللّٰهِ عَلَيۡهِ اِنۡ كُنۡتُمۡ بِاٰيٰتِهٖ مُؤۡمِنِيۡنَ‏(118)


(118). તો જે (જાનવર) પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય તેમાંથી ખાઓ, જો તમે તેની આયતો પર ઈમાન રાખતા હોય.


તફસીર(સમજુતી):-


એટલે કે જે જાનવરને શિકાર કરતી વખતે, અથવા કુરબાની અથવા ઝબેહ કરતી વખતે અલ્લાહનું નામ લેવામાં આવે તેને ખાઈ લો, પરંતુ શર્ત એ કે તે જાનવરોમાંથી હોય જેને ખાવાની છૂટ છે, એનો અર્થ એ થયો કે જે જાનવર પર જાણી જોઈને અલ્લાહનું નામ ન લેવામાં આવે તે હલાલ અને પવિત્ર નથી. આપ(ﷺ)એ ફરમાવ્યું, “તમે અલ્લાહનું નામ લઈને ખાઈ લો," (સહીહ બુખારી બાબ જબીહતુલ આરાબ-5507)  શંકાની હાલતમાં એની છૂટ છે. તેનો અર્થ એ નથી કે દરેક પ્રકારના જાનવરોનું માંસ બિસ્મીલ્લાહ પઢી લેવાથી જાઈઝ થઈ જશે, આનાથી વધારેમાં વધારે એટલું સાબિત થાય છે કે મુસલમાનોના બજારો અને દુકાનો પર મળતું માંસ હલાલ છે, જો કોઈને શંકા હોય તો તે ખાતી વખતે બિસ્મીલ્લાહ પઢી લે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَمَا لَـكُمۡ اَلَّا تَاۡكُلُوۡا مِمَّا ذُكِرَ اسۡمُ اللّٰهِ عَلَيۡهِ وَقَدۡ فَصَّلَ لَـكُمۡ مَّا حَرَّمَ عَلَيۡكُمۡ اِلَّا مَا اضۡطُرِرۡتُمۡ اِلَيۡهِؕ وَاِنَّ كَثِيۡرًا لَّيُضِلُّوۡنَ بِاَهۡوَآئِهِمۡ بِغَيۡرِ عِلۡمٍ‌ؕ اِنَّ رَبَّكَ هُوَ اَعۡلَمُ بِالۡمُعۡتَدِيۡنَ(119)


(119). અને તમારા માટે એવું તો શું કારણ હોઈ શકે છે કે તમે એવા જાનવરોમાંથી ન ખાઓ. જેના ઉપર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય ? જો કે અલ્લાહ (તઆલા)એ તે બધા જાનવરોની વિગત બતાવી દીધી છે જેને તમારા ઉપર હરામ કરવામાં આવ્યા છે, પરંતુ તે પણ જયારે તમને વધારે જરૂર પડી જાય (તો જાઈઝ છે) અને આ વાત નક્કી છે કે ઘણાંખરા લોકો પોતાના ખોટા ઈરાદાઓ પર વગર કોઈ દલીલે ભટકાવે છે, તેમાં કોઈ શંકા નથી કે અલ્લાહ (તઆલા) હદથી વધી જનારાઓને સારી રીતે જાણે છે.


તફસીર(સમજુતી):-


હરામ અને હલાલ વિશેની તફસીર અને વિગત આ જ સુરહ માં આગળ આવશે તથા હદીસો માં પણ વિગતવાર બયાન કરવામાં આવ્યું છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92