સુરહ અલ્ અન્-આમ 120,121,122

PART:-437


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

   (૧). અલ્લાહના નામ વગર ઝબેહ કરેલ

                જાનવર હરામ

     

    (૨). કાફિર અને મોમિન ની મિસાલ

               

=======================        

     

            પારા નંબર:- 08

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-120,121,122


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَذَرُوۡا ظَاهِرَ الۡاِثۡمِ وَبَاطِنَهٗ‌ؕ اِنَّ الَّذِيۡنَ یَکْسِبُوۡنَ الۡاِثۡمَ سَيُجۡزَوۡنَ بِمَا كَانُوۡا يَقۡتَرِفُوۡنَ(120)


(120). તમે ખુલ્લા અને છૂપા ગુનાહોને છોડી દો, બેશક જેઓ ગુનાહોની કમાણી કરે છે તેમને પોતાના ગુનાહ કરવાનો બદલો નજીકમાં જ આપવામાં આવશે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَلَا تَاۡكُلُوۡا مِمَّا لَمۡ يُذۡكَرِ اسۡمُ اللّٰهِ عَلَيۡهِ وَاِنَّهٗ لَفِسۡقٌ ؕ وَاِنَّ الشَّيٰطِيۡنَ لَيُوۡحُوۡنَ اِلٰٓى اَوۡلِيٰٓـئِـهِمۡ لِيُجَادِلُوۡكُمۡ‌ ۚ وَاِنۡ اَطَعۡتُمُوۡهُمۡ اِنَّكُمۡ لَمُشۡرِكُوۡنَ(121)


(121). અને તેને ન ખાઓ જે જાનવર ઉપર (ઝબેહ કરતી વખતે) અલ્લાહનું નામ ન લેવામાં આવ્યું હોય અને આ (કર્મ) ફિસ્ક (અવજ્ઞા) છે, અને શેતાન પોતાના સાથીઓને વસવસો આપે છે જેથી તેઓ તમારા સાથે ઝઘડો કરે અને જો તમે તેમનું અનુસરણ કર્યું તો બેશક તમે મુશરિક (બહુદેવવાદી) થઈ જશો.


તફસીર(સમજુતી):-


એટલે કે જાણી જોઈને અલ્લાહનું નામ જે જાનવર પર ન લેવામાં આવ્યું હોય તેને ખાવું નાફરમાની અને નાજાઈઝ (અમાન્ય) છે. હઝરત ઈબ્ને અબ્બાસ (રદી.)એ તેના આ જ અર્થ બતાવ્યા છે. તે કહે છે કે, “જે ભુલી જાય તેને નાફરમાન કહેતા નથી.”


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


اَوَمَنۡ كَانَ مَيۡتًا فَاَحۡيَيۡنٰهُ وَجَعَلۡنَا لَهٗ نُوۡرًا يَّمۡشِىۡ بِهٖ فِى النَّاسِ كَمَنۡ مَّثَلُهٗ فِى الظُّلُمٰتِ لَـيۡسَ بِخَارِجٍ مِّنۡهَا‌ ؕ كَذٰلِكَ زُيِّنَ لِلۡكٰفِرِيۡنَ مَا كَانُوۡا يَعۡمَلُوۡنَ(122)


(122). અને એવી વ્યક્તિ જે પહેલા મૃત હતી પછી અમે તેને જીવન પ્રદાન કર્યું અને તેના માટે પ્રકાશ બનાવી દીધો જેનાથી લોકોમાં ચાલે છે શું એ શખ્સ તેના સમાન થઈ શકે છે જે અંધકારમાં હોય જેમાંથી નીકળી ન શકે ? આવી જ રીતે કાફિરોના માટે તેમના કાર્યો આકર્ષક બનાવી દેવામાં આવ્યા છે.


તફસીર(સમજુતી):-


આ આયતમાં અલ્લાહ તઆલાએ કાફિરને મરી ગયેલ અને ઈમાનવાળાને જીવિત કહેલ છે એટલા માટે કે કાફિર કુફ્રના અને બદનામીના અંધકારમાં ભટકતો ફરે છે અને તેમાંથી નીકળી શકતો નથી. જેનું પરિણામ મૃત્યુ અને તબાહી છે અને ઈમાનવાળાનું દિલ અલ્લાહ પર ઈમાનને કારણે જીવિત રહે છે, જેનાથી તેની જિંદગીનો રસ્તો પ્રકાશિત થઈ જાય છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92