સુરહ અલ્ અન્-આમ 66,67,68

 PART:-415


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

       ઈસ્લામના વિરોધીઓનો બૉયકાટ

                    જરૂરી છે

                                          

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-66,67,68


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَكَذَّبَ بِهٖ قَوۡمُكَ وَهُوَ الۡحَـقُّ‌ ؕ قُلْ لَّسۡتُ عَلَيۡكُمۡ بِوَكِيۡلٍؕ(66)


(66). અને તમારી કૌમે તેને જૂઠાડી દીધું જયારે કે તે સત્ય છે. તમે કહી દો, “હું તમારા ઉપર નિરીક્ષક નથી.”


તફસીર(સમજુતી):-


શબ્દ (بِهٖ) થી મુરાદ કુરઆન અથવા અઝાબ (ફત્હુલ કદીર)


એટલે કે "મને તે કામ પર લગાવી દેવામાં નથી આવ્યો કે હું તમને હિદાયત ના માર્ગ પર લાવીને જ છોડુ પરંતુ મારુ કામ ફક્ત દઅવત અને તબલીગનુ છે."

 فمن شاء فلیومن ومن شاء فلیکفر (الکھف) (સુરહ કહફ-૨૯)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


لِكُلِّ نَبَاٍ مُّسۡتَقَرٌّ‌ وَّسَوۡفَ تَعۡلَمُوۡنَ(67)


(67). દરેક ખબરનો એક નિશ્ચિત સમય છે અને તમે જલ્દી જાણી લેશો.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَاِذَا رَاَيۡتَ الَّذِيۡنَ يَخُوۡضُوۡنَ فِىۡۤ اٰيٰتِنَا فَاَعۡرِضۡ عَنۡهُمۡ حَتّٰى يَخُوۡضُوۡا فِىۡ حَدِيۡثٍ غَيۡرِهٖ‌ ؕ وَاِمَّا يُنۡسِيَنَّكَ الشَّيۡطٰنُ فَلَا تَقۡعُدۡ بَعۡدَ الذِّكۡرٰى مَعَ الۡقَوۡمِ الظّٰلِمِيۡنَ(68)


(68). અને જયારે તમે તે લોકોને જુઓ જે અમારી આયતોમાં નુકતેચીની કરી રહ્યા છે તો તે લોકોથી અલગ થઈ જાઓ, ત્યાં સુધી કે તેઓ બીજા કામમાં લાગી જાય અને જો તમને શયતાન ભૂલાવી પણ દે, તો યાદ આવી ગયા પછી આવા જાલિમ લોકો સાથે ન બેસો.


(નોંધ:- "નુકતેચીની" એટલે આયતોના અર્થ માં છેડછાડ કરવી) 


તફસીર(સમજુતી):-


આ આયતમાં ભલે ને નબી (ﷺ) ને કહેવામાં આવ્યું છે પરંતુ આનાથી દરેક મુસલમાનને સંબોધિત કરેલ છે, આ અલ્લાહનો બળપૂર્વક હુકમ છે જેને પવિત્ર કુરઆનમાં ઘણી જગ્યાએ વર્ણન કરવામાં આવેલ છે. સૂરઃ નિસા આયત નંબર-140માં પણ આ વિષયની ચર્ચા થઈ ચૂકી છે.


તેનાથી આશય એવી દરેક મહેફીલ છે જેમાં અલ્લાહ અને તેના રસૂલના હુકમોનો મજાક ઉડાવવામાં આવતો હોય અથવા એવા કાર્યો કરે જેનાથી અલ્લાહ અને તેના રસૂલની નાફરમાની થતી હોય અથવા ગુમરાહ લોકો પોતાના ખોટા વિચારો વડે આયતના અર્થઘટનને છિન્ન-ભિન્ન કરી રહ્યા હોય, આવી મહેફીલોમાં આલોચના અને સત્યની મદદ માટે જવું જાઈઝ છે નહિતર ઘણા મોટા ગુનાહ અને અલ્લાહના ગુસ્સાનું કારણ છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92