સુરહ અલ્ અન્-આમ 59,60

 PART:-412


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

       મૌત અને જીવન ફક્ત અલ્લાહના

                 હાથમાં જ છે

                         

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-59,60


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَعِنۡدَهٗ مَفَاتِحُ الۡغَيۡبِ لَا يَعۡلَمُهَاۤ اِلَّا هُوَ‌ؕ وَيَعۡلَمُ مَا فِى الۡبَرِّ وَالۡبَحۡرِ‌ؕ وَمَا تَسۡقُطُ مِنۡ وَّرَقَةٍ اِلَّا يَعۡلَمُهَا وَلَا حَبَّةٍ فِىۡ ظُلُمٰتِ الۡاَرۡضِ وَلَا رَطۡبٍ وَّلَا يَابِسٍ اِلَّا فِىۡ كِتٰبٍ مُّبِيۡنٍ(59)


(59). અને તેની (અલ્લાહની) પાસે ગૈબની ચાવીઓ છે જેને ફક્ત તે જ જાણે છે, અને જે કંઈ ધરતી અને સમુદ્રમાં છે તે બધાને જાણે છે અને જે પાંદડું પડે છે તેને પણ જાણે છે અને ધરતીના અંધકારમાં કોઈ પણ દાણો નથી પડતો અને ન કોઈ ભીની અને સુકી વસ્તુ પડે છે, પરંતુ આ બધુ સ્પષ્ટ કિતાબમાં છે.


તફસીર(સમજુતી):-


"કિતાબ મુબીન" થી આશય ‘મહેફૂઝ કિતાબ' છે. આ આયતથી માલુમ થયુ કે ગૈબનું ઈલ્મ ફક્ત અલ્લાહને જ છે, તમામ ગૈબનો ખજાનો તેની પાસે છે, એટલા માટે નાશુક્રા, મૂર્તિપૂજકો અને વિરોધીઓ ઉપર ક્યારે અઝાબ નાખવામાં આવશે તેનું ઈલ્મ પણ અલ્લાહને છે અને તે જ પોતાની મરજીથી આનો ફેંસલો કરવાવાળો છે.


હદીસમાં આવે છે કે ગૈબની વાતો પાંચ છે.

1. કયામતનું ઈલ્મ,

2. વરસાદનું આવવું,

3. માતાના ગર્ભમાં પરવરિશ પામતું બાળક,

4. આવતીકાલે ભવિષ્યમાં થનાર ઘટના,

5. મૃત્યુ કયા સ્થળે આવશે. આ પાંચ વાતોનું ઈલ્મ ફક્ત અલ્લાહને છે. (સહીહ બુખારી તફસીર, સૂરઃ અલ અન્-આમ)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَهُوَ الَّذِىۡ يَتَوَفّٰٮكُمۡ بِالَّيۡلِ وَ يَعۡلَمُ مَا جَرَحۡتُمۡ بِالنَّهَارِ ثُمَّ يَـبۡعَثُكُمۡ فِيۡهِ لِيُقۡضٰٓى اَجَلٌ مُّسَمًّى‌ۚ ثُمَّ اِلَيۡهِ مَرۡجِعُكُمۡ ثُمَّ يُنَبِّئُكُمۡ بِمَا كُنۡتُمۡ تَعۡمَلُوۡنَ(60)


(60). તે (અલ્લાહ) છે જે રાત્રિમાં તમારી આત્માઓને ખેંચી લે છે અને દિવસમાં જે કંઈ કરો છો તેને જાણે છે, પછી તમને તેમાંથી એક નિર્ધારીત મુદ્દત પૂરી કરવા માટે જગાડે છે, છેવટે તમારે તેના તરફ પાછા ફરવાનું છે, પછી તમને બતાવી દેશે જે કંઈ તમે કરતા રહ્યા.


તફસીર(સમજુતી):-


અહીં ઊંઘને મુત્યુ કહેલ છે. એટલા માટે તેને ‘નાની મોત’ અને મૃત્યુને 'મોટી મોત’ કહેવામાં આવે છે. મૃત્યુના કારણ માટે જુઓ સૂર: આલે ઈમરાન આયત-55ની તફસીર.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92