સુરહ અલ્ અન્-આમ 61,62

 PART:-413


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

  અલ્લાહે જુદા-જુદા કામ માટે ફરિશ્તાઓ

                 તૈનાત કરેલાં છે  

                         

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-61,62


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَهُوَ الۡقَاهِرُ فَوۡقَ عِبَادِهٖ‌ وَيُرۡسِلُ عَلَيۡكُمۡ حَفَظَةً ؕ حَتّٰٓى اِذَا جَآءَ اَحَدَكُمُ الۡمَوۡتُ تَوَفَّتۡهُ رُسُلُـنَا وَهُمۡ لَا يُفَرِّطُوۡنَ(61)


(61). તે પોતાના બંદાઓ ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે અને તમારા ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તાઓ) મોકલે છે, ત્યાં સુધી કે તમારામાંથી કોઈના મૃત્યુ (નો સમય) આવી જાય તો અમારા ફરિશ્તા તેનો જીવ કાઢી લે છે અને તેઓ જરા પણ સુસ્તી કરતા નથી.


તફસીર(સમજુતી):-


શબ્દ (وَيُرۡسِلُ) બહુવચનમાં છે એટલે કે એક ફરિશ્તો નહીં પરંતુ એકથી વધારે હશે.



ثُمَّ رُدُّوۡۤا اِلَى اللّٰهِ مَوۡلٰٮهُمُ الۡحَـقِّ‌ؕ اَلَا لَهُ الۡحُكۡمُ وَهُوَ اَسۡرَعُ الۡحَاسِبِيۡنَ(62)


(62). પછી તે પોતાના સાચા રબ (અલ્લાહ) તરફ પાછા લાવવામાં આવશે, હોંશિયાર! તેનો જ હુકમ ચાલશે અને તે ઘણો જલ્દી હિસાબ લેશે.


તફસીર(સમજુતી):-


અહીં કેટલાક નું કહેવું છે કે ફરિશ્તાઓ રૂહ કબ્ઝ કરીને અલ્લાહ તરફ જાય છે તો કેટલાક નું કહેવું છે કે બધા હશ્રના મેદાનમાં અલ્લાહની બારગાહ માં હાજર થશે પછી તેમનો હિસાબ કરવામાં આવશે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92