સુરહ અલ્ અન્-આમ 63,64,65

 PART:-414


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

 મુસીબતોથી બચાવવાવાળો અલ્લાહ જ છે

                                          

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-63,64,65


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُلۡ مَنۡ يُّنَجِّيۡكُمۡ مِّنۡ ظُلُمٰتِ الۡبَرِّ وَالۡبَحۡرِ تَدۡعُوۡنَهٗ تَضَرُّعًا وَّخُفۡيَةً ۚ لَئِنۡ اَنۡجٰٮنَا مِنۡ هٰذِهٖ لَـنَكُوۡنَنَّ مِنَ الشّٰكِرِيۡنَ‏(63)


(63). તમે કહી દો કે, “રણ અને સમુદ્રના અંધકારમાંથી તમને કોણ બચાવે છે?” જ્યારે તેને નરમી અને ધીમેથી પોકારો છો કે, “જો અમને તેનાથી આઝાદ કરી દીધા તો અમે જરૂર તારા શુક્રગુજાર થઈશું.”


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُلِ اللّٰهُ يُنَجِّيۡكُمۡ مِّنۡهَا وَمِنۡ كُلِّ كَرۡبٍ ثُمَّ اَنۡـتُمۡ تُشۡرِكُوۡنَ‏(64)


(64). તમે પોતે કહો કે, “આનાથી અને દરેક મુસીબતથી તમને અલ્લાહ જ બચાવે છે, પછી પણ તમે શિર્ક કરો છો."


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُلۡ هُوَ الۡقَادِرُ عَلٰٓى اَنۡ يَّبۡعَثَ عَلَيۡكُمۡ عَذَابًا مِّنۡ فَوۡقِكُمۡ اَوۡ مِنۡ تَحۡتِ اَرۡجُلِكُمۡ اَوۡ يَلۡبِسَكُمۡ شِيَـعًا وَّيُذِيۡقَ بَعۡضَكُمۡ بَاۡسَ بَعۡضٍ‌ؕ اُنْظُرۡ كَيۡفَ نُصَرِّفُ الۡاٰيٰتِ لَعَلَّهُمۡ يَفۡقَهُوۡنَ(65)


(65). તમે કહી દો, “તે તમારા ઉપર કોઈ અઝાબ તમારા ઉપરથી મોકલવા અથવા તમારા પગ નીચેથી' (અઝાબ) મોકલવા અથવા તમારા અનેક જૂથો બનાવી પરસ્પર લડાઈ ની મજા, ચખાડવાની તાકાત રાખે છે. તમે જુઓ અમે કેટલી રીતે કેવી નિશાનીઓ રજૂ કરી રહ્યા છીએ જેથી તેઓ સમજી જાય.''


તફસીર(સમજુતી):-


ઉપરથી અઝાબ એટલે કે ભારે વરસાદ વાવાઝોડું, પથ્થર પડવા, પગ નીચેથી એટલે  જેમ કે દટાઈ જવું અને પૂર જેમાં બધું જ ડૂબી જાય છે અથવા મતલબ છે કે આધિન કર્મચારી, ગુલામો અને નોકરોથી અઝાબ કે તેઓ વિશ્વાસધાતી અને બેઈમાન થઈ જાય.


અનેક જુથો બનાવવા થી મુરાદ તમારી એક જમાતમા મતભેદ પૈદા કરીને તમને અલગ અલગ ગિરોહમા વહેંચી દેવામાં આવે પછી તમે એકબીજાથી લડાઈ કરો અને એકબીજાને કતલ કરો અને આવી રીતે લડાઈની મજા ચખાડવાની તાકાત રાખે છે


હદીસમાં છે કે નબી (ﷺ) ત્રણ દુઆઓ કરેલી કે મારી ઉમ્મત પર (૧).આસમાનથી પથરાવ ના થાય અને (૨).ફિરઔન ની જેમ ડુબીને વિનાશ ના થાય.(૩). અંદરોઅંદર લડી ને વિનાશ ના થાય. તો અલ્લાહ તઆલાએ પહેલી બે દુઆઓ કબુલ કરી લીધી અને ત્રીજી દુઆ પર મને રોકી દીધા (સહીહ મુસ્લિમ:-૨૨૧૬)


એટલે કે અલ્લાહ તઆલાએ પોતાના ઈલ્મમા લખી દીધું કે ઉમ્મતે મુહમ્મદીયા માં ઈખ્તિલાફ થશે. અને અલ્લાહની નાફરમાની અને કુરઆન અને હદીસથી દુરી જેના નતીજા માં અઝાબની આ સુરતથી ઉમ્મતે મુહમ્મદીયા મહફુઝ નહીં રહી શકે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92