સુરહ અન્-નિસા 153,154


PART:-323
  
      આજની આયાતના વિષય
      ~~~~~~~~~~~~~~
 
   યહુદીઓ ની બેહુદા માંગણીઓ
                      ~~~~~~~~~~~~~~
          
       પારા નંબર:- 06
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-153,154
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

يَسۡـئَـلُكَ اَهۡلُ الۡـكِتٰبِ اَنۡ تُنَزِّلَ عَلَيۡهِمۡ كِتٰبًا مِّنَ السَّمَآءِ‌ فَقَدۡ سَاَ لُوۡا مُوۡسٰٓى اَكۡبَرَ مِنۡ ذٰ لِكَ فَقَالُوۡۤا اَرِنَا اللّٰهَ جَهۡرَةً فَاَخَذَتۡهُمُ الصّٰعِقَةُ بِظُلۡمِهِمۡ‌‌ ۚ ثُمَّ اتَّخَذُوا الۡعِجۡلَ مِنۡۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ الۡبَيِّنٰتُ فَعَفَوۡنَا عَنۡ ذٰ لِكَ‌‌‌‌ ۚ وَاٰتَيۡنَا مُوۡسٰى سُلۡطٰنًا مُّبِيۡنًا(153)

(153). તમારાથી કિતાબવાળાઓ એવો પ્રશ્ન કરે છે કે તમે તેમના પર આકાશમાંથી કોઈ કિતાબ ઉતારો, તો
તેઓએ મૂસા પાસે આનાથી મોટી માંગણી કરી હતી અને કહ્યું હતું કે અમને સ્પષ્ટ રીતે અલ્લાહને દેખાડો,
પછી તેમને વીજળીએ ઘેરી લીધા તેમના જુલમના કારણે, ત્યારબાદ તેમણે સ્પષ્ટ નિશાનીઓ આવી ગયા પછી વાછરડાને (પૂજ્ય) બનાવી લીધો, અને અમે તેમને માફ કરી દીધા અને મૂસા(નબી) ને સ્પષ્ટ દલીલો આપી.

તફસીર (સમજુતી):-

એટલે કે જેવી રીતે હજરત મૂસા (અ.સ) તૂર પહાડ પર ગયા અને તખ્તીઓ પર લખેલી તૌરાત લઈને આવ્યા તેવી રીતે તમે આકાશ પર જઈ લખેલા કુરઆન મજીદ લઈને આવો, આ માંગણી ફક્ત ફિતનો શોધવા, ઈન્કાર કરવા અને ઈર્ષાના કારણે હતી.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَرَفَعۡنَا فَوۡقَهُمُ الطُّوۡرَ بِمِيۡثَاقِهِمۡ وَقُلۡنَا لَهُمُ ادۡخُلُوا الۡبَابَ سُجَّدًا وَّقُلۡنَا لَهُمۡ لَا تَعۡدُوۡا فِى السَّبۡتِ وَاَخَذۡنَا مِنۡهُمۡ مِّيۡثَاقًا غَلِيۡظًا(154)

(154). અને તેમનાથી વચન લેવા માટે તૂર (પહાડ) ને અમે તેમના ઉપર લાવી દીધો અને તેમને હુકમ આપ્યો કે સિજદો કરતા દરવાજામાં દાખલ થાઓ અને એવો પણ હુકમ કર્યો કે શનિવારના દિવસે ઉલ્લંઘન ન કરતા અને અમે તેમનાથી પાકું વચન લીધું.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92