સુરહ અન્-નિસા 148,149



PART:-321
 
      આજની આયાતના વિષય
      ~~~~~~~~~~~~~~

બુરાઈઓ ફેલાવવી ખરાબ કામ છે

      ~~~~~~~~~~~~~~
           પારા નંબર:- 06
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-148,149

☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

لَا يُحِبُّ اللّٰهُ الۡجَــهۡرَ بِالسُّوۡٓءِ مِنَ الۡقَوۡلِ اِلَّا مَنۡ ظُلِمَ‌ؕ وَكَانَ اللّٰهُ سَمِيۡعًا عَلِيۡمًا‏(148)

(148).અલ્લાહ બુરાઈ ની સાથે ઊંચી આવાઝ થી મુહબ્બત નથી કરતો પરંતુ મજલૂમ ને (જેના સાથે અન્યાય કરવામાં આવ્યો હોય) તેની પરવાનગી છે અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.

તફસીર (સમજુતી):-

શરિઅતે હુકમ આપ્યો છે કે કોઈ ની બુરાઈ જુઓ તો તેની ચર્ચા જાહેરમાં ન કરો પરંતુ તેને એકલતામાં લઈ જઈને સમજાવો,એવી જ રીતે ખુલેઆમ બુરાઈ કરવુ સખત નાપસંદ કરવામાં આવે છે, બુરાઈ હરગીઝ નાપસંદ છે એ પછી પરદા ની અંદર પર કેમ ન હોય અને સરેઆમ બુરાઈ કરવી સૌથી મોટો જુલ્મ છે.

પરંતુ જો જે જાલિમ બીજાઓ ઉપર જુલ્મ જ કરતો હોય તો તેના જુલમને જાહેર કરી શકો છો કારણકે તેના થી ફાયદો એ કે અન્ય લોકો બચવાની કોશિશ કરી શકે છે અથવા તે લોકોના તાના સાભળીને પણ કદાચ જુલ્મ કરવાનું છોડી દે

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنۡ تُبۡدُوۡا خَيۡرًا اَوۡ تُخۡفُوۡهُ اَوۡ تَعۡفُوۡا عَنۡ سُوۡٓءٍ فَاِنَّ اللّٰهَ كَانَ عَفُوًّا قَدِيۡرًا‏(149)

(149).જો તમે કોઇ નેક કામ જાહેરમાં કરો અથવા છૂપાવીને અથવા કોઈ બૂરાઈને માફ કરો , તો બેશક અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો સામર્થ્યવાન છે.

તફાસીર (સમજુતી):-

કોઈ વ્યક્તિ કોઈ ની સાથે જુલ્મ કરે તો શરિઅતે ઈજાજત આપી છે કે તે બદલો લઈ શકે છે એટલી હદ સુધી કે તેના પર જેટલો જુલ્મ કરવામાં આવ્યો હોય પરંતુ જ્યાદતી ન કરે, અને જો  માફ કરી દે તો માફ કરનાર માટેનો બદલો અલ્લાહ પાસે છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92