સુરહ અન્-નિસા 150,151,152


PART:-322
  
      આજની આયાતના વિષય
      ~~~~~~~~~~~~~~
 
   અમ્બિયા અને રસૂલો પર ઈમાન   લાવવુ વાજીબ(ફર્ઝ) છે
                      ~~~~~~~~~~~~~~
          
       પારા નંબર:- 06
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-150,151,152
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ الَّذِيۡنَ يَكۡفُرُوۡنَ بِاللّٰهِ وَرُسُلِهٖ وَيُرِيۡدُوۡنَ اَنۡ يُّفَرِّقُوۡا بَيۡنَ اللّٰهِ وَرُسُلِهٖ وَيَقُوۡلُوۡنَ نُؤۡمِنُ بِبَعۡضٍ وَّنَكۡفُرُ بِبَعۡضٍۙ وَّيُرِيۡدُوۡنَ اَنۡ يَّتَّخِذُوۡا بَيۡنَ ذٰ لِكَ سَبِيۡلًا(150)

(150).જે લોકો અલ્લાહ અને તેના રસૂલો પર ઈમાન નથી રાખતા અને ઈચ્છે છે કે અલ્લાહ અને તેના
રસૂલની વચ્ચે જુદાઈ કરે અને કહે છે કે અમે કોઈને માનીએ છીએ અને કોઈને નથી માનતા અને (કુફ્ર તથા ઈમાન) વચ્ચે માર્ગ બનાવવા ઈચ્છે છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

اُولٰٓئِكَ هُمُ الۡـكٰفِرُوۡنَ حَقًّا‌ ۚ وَ اَعۡتَدۡنَا لِلۡكٰفِرِيۡنَ عَذَابًا مُّهِيۡنًا(151)

(151).યકીન કરો, કે આ બધા લોકો અસલ કાફિરો છે, અને કાફિરો માટે અમે ઘણો સખત અઝાબ તૈયાર કરી રાખ્યો છે.

તફસીર (સમજુતી):-

આયત નંબર (૧૫૦) અને (૧૫૧) ની તફસીર:-
કિતાબવાળાઓના બારામાં પહેલા વર્ણન થઈ ચૂક્યું છે કે તેઓ કેટલાક નબીઓને માને છે અને કેટલાકને નથી
માનતા. જેમકે યહૂદી હજરત ઈસા અને હજરત મોહંમદ રસૂલુલ્લાહ (ﷺ)ને નથી માનતા, અને ઈસાઈ હજરત મોહંમદ રસૂલુલ્લાહ (ﷺ)ને કબૂલ નથી કરતા, અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે નબીઓની વચ્ચે ફરક કરનારા ચોક્કસપણે કાફિરો છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَالَّذِيۡنَ اٰمَنُوۡا بِاللّٰهِ وَرُسُلِهٖ وَلَمۡ يُفَرِّقُوۡا بَيۡنَ اَحَدٍ مِّنۡهُمۡ اُولٰٓئِكَ سَوۡفَ يُؤۡتِيۡهِمۡ اُجُوۡرَهُمۡ ‌ؕ وَكَانَ اللّٰهُ غَفُوۡرًا رَّحِيۡمًا(152)

(152).અને જે લોકો અલ્લાહ અને તેના રસૂલો પર ઈમાન લાવ્યા અને તેમનામાંથી કોઈના વચ્ચે ભેદભાવ
ન કરે, તેમને અલ્લાહ પૂરો બદલો આપશે અને અલ્લાહ દરગુજર કરનાર મહેરબાન છે.

તફસીર (સમજુતી):-

આ ઈમાનવાળાઓની સિફત છે કે તેઓ તમામ અમ્બિયા (અલયહ વસ્સલામ) પર ઈમાન રાખે છે જેવી રીતે કે મુસલમાનો કોઈ જ નબી નો ઈન્કાર નથી કરતાં
કુરઆન ની આ આયતે સાબિત કરી દીધું છે કે ગૈર મુસ્લિમોએ પણ મુહંમદ (સલ્લલ્લાહુ અલયહ વસ્સલમ) આખરી રસુલ પર ઈમાન લાવવુ જરૂરી છે અને આખરી રિસાલત નો ઈન્કાર કરવાવાળાઓનો ઈમાન નાકબૂલ છે

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92