સુરહ અન્-નિસા 142,143


PART:-318
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-142,143
       
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

     મુનાફિકોની ચાલ  અને ફરેબ

☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ الۡمُنٰفِقِيۡنَ يُخٰدِعُوۡنَ اللّٰهَ وَهُوَ خَادِعُوْهُمۡ‌ ۚ وَاِذَا قَامُوۡۤا اِلَى الصَّلٰوةِ قَامُوۡا كُسَالٰى ۙ يُرَآءُوۡنَ النَّاسَ وَلَا يَذۡكُرُوۡنَ اللّٰهَ اِلَّا قَلِيۡلًا(142)

(142). બેશક મુનાફિકો અલ્લાહ (તઆલા)થી છેતરપિંડી કરી રહ્યા છે, અને તે તેમને તેમની છેતરપિંડીનો બદલો આપવાવાળો છે, અને જ્યારે નમાઝ માટે ઊભા થાય છે, તો ઘણી સુસ્તીની હાલતમાં ઊભા થાય છે, ફક્ત લોકોને દેખાડે છે અને અલ્લાહનો ઝિક્ર ઘણો ઓછો કરે છે.

તફસીર(સમજુતી):-

નમાઝ ઈસ્લામનો ખાસ અરમાન છે અને સૌથી મોટો અમલ છે અને તેમાં પણ તેઓ આળસ અને સુસ્તીનો દેખાવ કરતા હતા. કેમ કે તેમના દિલ ઈમાન અને અલ્લાહનો ડર તથા પવિત્રતાથી વંચિત હતા. આ જ કારણ હતું કે ઈશા અને ફજરની નમાઝ ખાસ કરીને તેમના પર ભારી હતી. જેવું કે
નબી (%)નું ફરમાન છે,
أثقل الصلاة على المنافقين صلاة العشاء وصلاة الفجر... »
“મુનાફિકોની ઉપર ઈશા અને ફજરની નમાઝ ભારી છે.” (સહીહ બુખારી, મવાકીતુસ્સલાત, સહીહ મુસ્લિમ,
કિતાબુલ મસાજિદ)
આ નમાઝ પણ તેઓ મક્કારી અને દેખાવ કરવા માટે પઢતા હતા જેથી મુસલમાનોને ધોખો આપી શકે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

مُّذَبۡذَبِيۡنَ بَيۡنَ ذٰ لِكَ لَاۤ اِلٰى هٰٓؤُلَاۤءِ وَلَاۤ اِلٰى هٰٓؤُلَاۤءِ‌ ؕ وَمَنۡ يُّضۡلِلِ اللّٰهُ فَلَنۡ تَجِدَ لَهٗ سَبِيۡلًا(143)

(143). તેઓ (કુફ્ર અને ઈમાનની) વચ્ચે જ દ્વિધામાં છે, ન પૂરી રીતે આ તરફ છે અને ન પૂરી રીતે તે તરફ, અને
અલ્લાહ જેને ભટકાવી દે, તો તમે તેમના માટે કોઈ માર્ગ પામી શકતા નથી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92