સુરહ અન્-નિસા 139,140


PART:-316
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-139,140
       
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

       કાફિરોને દોસ્ત ન બનાવો 

☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

الَّذِيۡنَ يَتَّخِذُوۡنَ الۡـكٰفِرِيۡنَ اَوۡلِيَآءَ مِنۡ دُوۡنِ الۡمُؤۡمِنِيۡنَ‌ ؕ اَيَبۡتَغُوۡنَ عِنۡدَهُمُ الۡعِزَّةَ فَاِنَّ الۡعِزَّةَ لِلّٰهِ جَمِيۡعًا(139)

(139).જે મુસલમાનોને છોડીને કાફિરોને દોસ્ત બનાવે છે શું તેઓ તેમની પાસે ઈજ્જત શોધી રહ્યા છે ? (તો યાદ રહે કે) તમામ ઈજ્જત અલ્લાહના અધિકારમાં છે.

તફસીર (સમજુતી):-

એટલે કે ઈજ્જત કાફિરો સાથે મુહબ્બત રાખવાથી નહીં મળે, કારણકે આ તો અલ્લાહના ઈખ્તિયાર મા છે અને તે પોતાના ફરમાબરદારોને જ આપે છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَقَدۡ نَزَّلَ عَلَيۡكُمۡ فِى الۡـكِتٰبِ اَنۡ اِذَا سَمِعۡتُمۡ اٰيٰتِ اللّٰهِ يُكۡفَرُ بِهَا وَيُسۡتَهۡزَاُبِهَا فَلَا تَقۡعُدُوۡا مَعَهُمۡ حَتّٰى يَخُوۡضُوۡا فِىۡ حَدِيۡثٍ غَيۡرِهٖۤ‌ ‌ ۖ اِنَّكُمۡ اِذًا مِّثۡلُهُمۡ‌ؕ اِنَّ اللّٰهَ جَامِعُ‌‌‌الۡمُنٰفِقِيۡنَ وَالۡكٰفِرِيۡنَ فِىۡ جَهَـنَّمَ جَمِيۡعَا(140)

(140).અને અલ્લાહ (તઆલા)એ તમારા પર પોતાની કિતાબ (પવિત્ર કુરઆન)માં આ હુકમ ઉતાર્યો છે કે
જયારે તમે અલ્લાહની આયતોની સાથે ઈન્કાર અને મજાક થતો સાંભળો તો તેમની સાથે તે મહેફિલમાં ન
બેસો, જયાં સુધી કે તેઓ બીજી વાતોમાં ન લાગી જાય, કેમ કે તે વખતે તમે તેમના સમાન હશો, બેશક
અલ્લાહ (તઆલા) મુનાફિકો અને કાફિરોને જહન્નમમાં ભેગા કરનાર છે.

તફસીર (સમજુતી):-

એટલે કે મનાઈ કરવાં છતાં જો તમે એવી મજલિસોમા જ્યાં અલ્લાહની આયતોનો મજાક ઉડાવવામાં આવી રહ્યો હોય ત્યાં બેસસો અને તેમને રોકશો નહિં, તો પછી તમે પણ તેમના સાથે સમાન રીતે ગુનાહના ભાગીદાર થશો.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92