સુરહ અન્-નિસા 120,121,122

PART:-307
       
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-120,121,122
     
☘☘☘☘☘☘☘☘☘☘☘                       
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

શયતાનના જુઠ્ઠા વાયદા અને અલ્લાહનો સાચો વાયદો

☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

يَعِدُهُمۡ وَيُمَنِّيۡهِمۡ‌ ؕ وَمَا يَعِدُهُمُ الشَّيۡـطٰنُ اِلَّا غُرُوۡرًا‏(120)

120).તે તેમનાથી (જુબાની) વાયદો કરતો રહેશે અને લીલાછમ બગીચા બતાવતો રહેશે (પરંતુ યાદ રાખો)
શયતાનના જે વચનો તેમના સાથે છે તે પૂરી રીતે ધોખો છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اُولٰٓئِكَ مَاۡوٰٮهُمۡ جَهَـنَّمُ وَلَا يَجِدُوۡنَ عَنۡهَا مَحِيۡصًا(121)

121).આ તે લોકો છે જેમનું ઠેકાણું જહન્નમ છે, જ્યાંથી તેઓને છૂટકારો નહિ મળે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَالَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ سَنُدۡخِلُهُمۡ جَنّٰتٍ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ خٰلِدِيۡنَ فِيۡهَاۤ اَبَدًا‌ ؕ وَعۡدَ اللّٰهِ حَقًّا‌ ؕ وَمَنۡ اَصۡدَقُ مِنَ اللّٰهِ قِيۡلًا(122)

122).અને જેઓ ઈમાન લાવે અને નેક કામ કરે, અમે
તેમને તે જન્નતોમાં લઈ જઈશું, જેની નીચે નહેરો વહી
રહી છે, જ્યાં તેઓ હંમેશા રહેશે. આ છે અલ્લાહનો
વાયદો જે બેશક સાચો છે અને અલ્લાહથી વધારે સાચો
પોતાની વાતમાં કોણ હોઈ શકે છે ?

તફસીર (સમજુતી):-

શયતાનનો વાયદો તો ધોખો જ છે જે માણસને જહન્નમ સુધી લઈ જાય છે અને અલ્લાહનો વાયદો સાચો અને બરહક છે, પરંતુ માણસો પણ અજીબ છે કે જુઠ્ઠા ની પાછળ જ ચાલે છે એટલે તો શયતાની ચીઝોનુ ચલન આમ છે અને રબ રાજી થાય તેવા કામ કરવાવાળાની સંખ્યા ઓછી છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92