સુરહ અન્-નિસા 117,118,119


PART:-306
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-117,118,119
       
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

શિર્ક સૌથી મોટો જુર્મ છે

શયતાનની દોસ્તી ખુલ્લું નુકસાન

☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنۡ يَّدۡعُوۡنَ مِنۡ دُوۡنِهٖۤ اِلَّاۤ اِنٰـثًـا‌ ۚ وَاِنۡ يَّدۡعُوۡنَ اِلَّا شَيۡـطٰنًا مَّرِيۡدًا(117)

117).તેઓ તો અલ્લાહ (તઆલા)ને છોડીને ફક્ત
દેવીઓને પોકારે છે અને હકીકતમાં તેઓ દુષ્ટ
શયતાનને પોકારે છે.

તફસીર (સમજુતી):-

(ઈનાસ)=(સ્ત્રીઓ)થી આશય મૂર્તિઓ છે, જેમના નામ સ્ત્રીલિંગમાંથી હતા. જેમ કે  (લાત),(ઉજજા),(મનાત) અને (નાઈલહ) વગેરે. અથવા તેનાથી આશય ફરિશ્તાઓ છે કેમકે અરબના મૂર્તિપૂજકો ફરિશ્તાઓને અલ્લાહની પુત્રીઓ સમજતા હતા અને તેમની બંદગી કરતા હતા.
મૂર્તિ, ફરિશ્તાઓ અને બીજા લોકોની બંદગી હકીકતમાં શયતાનની બંદગી છે. કેમકે શયતાન જ મનુષ્યને અલ્લાહના દરવાજાથી ભટકાવીને બીજાઓના દરબારમાં અને ચોખટ પર ઝુકાવે છે જેવું કે આગળની આયતમાં છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

لَّـعَنَهُ اللّٰهُ‌ ۘ وَقَالَ لَاَ تَّخِذَنَّ مِنۡ عِبَادِكَ نَصِيۡبًا مَّفۡرُوۡضًا(118)

118).જેને અલ્લાહ (તઆલા)એ લા’નત કરી છે અને તેણે કહ્યું છે કે તારા બંદાઓમાંથી હું મારો નક્કી કરેલ હિસ્સો લઈને રહીશ.

તફસીર (સમજુતી):-

“નિશ્ચિત હિસ્સા'' થી આશય નજર-નિયાઝ પણ હોઈ શકે છે, જેને મૂર્તિપૂજકો કબરોમાં દફન વ્યક્તિના નામ પર કાઢે છે અને જહન્નમીઓનો તે ભાગ પણ હોઈ શકે છે જેને શયતાન ભટકાવીને પોતાની સાથે જહન્નમમાં લઈ જશે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَّلَاُضِلَّـنَّهُمۡ وَلَاُمَنِّيَنَّهُمۡ وَلَاٰمُرَنَّهُمۡ فَلَيُبَـتِّكُنَّ اٰذَانَ الۡاَنۡعَامِ وَلَاٰمُرَنَّهُمۡ فَلَيُغَيِّرُنَّ خَلۡقَ اللّٰهِ‌ؕ وَمَنۡ يَّتَّخِذِ الشَّيۡطٰنَ وَلِيًّا مِّنۡ دُوۡنِ اللّٰهِ فَقَدۡ خَسِرَ خُسۡرَانًا مُّبِيۡنًا(119)

119).અને તેમને માર્ગથી ભટકાવતો રહીશ અને જૂઠી આશાઓ આપતો રહીશ અને તેમને તાલીમ આપીશ કે જાનવરોના કાન ચીરે અને તેમને કહીશ કે અલ્લાહની બનાવેલ સૂરતને બગાડી
નાખે. સાંભળો! જે અલ્લાહને છોડીને શયતાનને પોતાનો દોસ્ત બનાવશે તે ખુલ્લા નુકસાનમાં હશે.

તફસીર (સમજુતી):-

આ તે જૂઠી ઉમ્મીદો છે જે શયતાનની લાલચ અને દખલઅંદાજીથી પેદા થાય છે અને મનુષ્યના ભટકાવનું કારણ બને છે.
આ (બહીરહ) અને (સાયબહ) જાનવરોના નિશાન અને સૂરત છે મુશરિક તેમને મૂર્તિઓના નામથી દાન કરી દેતા હતા, તો ઓળખ માટે કાન વગેરે ચીરી નાખતા હતા.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92