સુરહ અન્-નિસા 113,114


PART:-304
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-113,114
       
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

અલ્લાહની મહેરબાની

 નેક કામ કરો તો અલ્લાહની મરજી પ્રાપ્ત કરવા માટે કરો

☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَوۡلَا فَضۡلُ اللّٰهِ عَلَيۡكَ وَرَحۡمَتُهٗ لَهَمَّتۡ طَّآئِفَةٌ مِّنۡهُمۡ اَنۡ يُّضِلُّوۡكَ ؕ وَمَا يُضِلُّوۡنَ اِلَّاۤ اَنۡفُسَهُمۡ‌ وَمَا يَضُرُّوۡنَكَ مِنۡ شَىۡءٍ ‌ؕ وَاَنۡزَلَ اللّٰهُ عَلَيۡكَ الۡكِتٰبَ وَالۡحِكۡمَةَ وَعَلَّمَكَ مَا لَمۡ تَكُنۡ تَعۡلَمُ‌ؕ وَكَانَ فَضۡلُ اللّٰهِ عَلَيۡكَ عَظِيۡمًا(113)

113).અને જો તમારા પર અલ્લાહની મહેરબાની અને
૨હમત ન હોત તો તેમના એક જૂથે તમને ગુમરાહ કરવાની સાઝિશ કરી લીધી હતી, પરંતુ તેઓ પોતાને ગુમરાહ કરતા રહ્યા અને તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી અને અલ્લાહે તમારા પર કિતાબ અને ઈલ્મ ઉતાર્યું છે અને તમે જેને જાણતા ન હતા તેનું ઈલ્મ આપ્યું છે અને તમારા પર અલ્લાહની ઘણી
મહેરબાની છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

لَا خَيۡرَ فِىۡ كَثِيۡرٍ مِّنۡ نَّجۡوٰٮهُمۡ اِلَّا مَنۡ اَمَرَ بِصَدَقَةٍ اَوۡ مَعۡرُوۡفٍ اَوۡ اِصۡلَاحٍۢ بَيۡنَ النَّاسِ‌ ؕ وَمَن يَّفۡعَلۡ ذٰ لِكَ ابۡتِغَآءَ مَرۡضَاتِ اللّٰهِ فَسَوۡفَ نُـؤۡتِيۡهِ اَجۡرًا عَظِيۡمًا(114)

114).તેમની વધારે પડતી કાનાફૂસીમાં કોઈ ભલાઈ નથી
પરંતુ જેણે અહેસાન અથવા ભલાઈ અથવા લોકોની વચ્ચે સુધાર માટે હુકમ આપ્યો, અને જે કોઈ આ કામ અલ્લાહની મરજી પ્રાપ્ત કરવા માટે કરશે,
અમે તેને ખરેખર ઘણો મોટો બદલો આપીશું.

તફસીર (સમજુતી):-

"નજવા" (કાનાફૂસી)થી મુરાદ તે વાતો છે જે મુનાફિક પરસ્પર મુસલમાનોની વિરુધ્ધ અથવા એકબીજાની વિરુધ્ધ કરતા હતા.
એટલે કે દાન-પુણ્ય, ભલાઈ અને લોકો વચ્ચે સુધાર કરવાના બારામાં મશવરો સવાબ પર આધારિત છે. જેવું કે આ કામોની શ્રેષ્ઠતા અને મહત્વ પર હદીસોમાં પણ ભાર મૂકવામાં આવ્યો છે.
કેમકે જો ઈબ્લાસ (એટલે કે મકસદ અલ્લાહની ખુશી) નહિ હોય તો મોટામાં મોટો કર્મ પણ બેકાર જશે.બલ્કે ફિતનો બની જશે. અલ્લાહ આપણને ફિતના અને દેખાવના કામથી બચાવે. આમીન.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92