સુરહ અન્-નિસા 35,36


PART:-269
         (Quran-Section)
     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-35,36
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَاِنۡ خِفۡتُمۡ شِقَاقَ بَيۡنِهِمَا فَابۡعَثُوۡا حَكَمًا مِّنۡ اَهۡلِهٖ وَحَكَمًا مِّنۡ اَهۡلِهَا‌ ۚ اِنۡ يُّرِيۡدَاۤ اِصۡلَاحًا يُّوَفِّـقِ اللّٰهُ بَيۡنَهُمَا‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِيۡمًا خَبِيۡرًا(35)
35).જો તમને (પતિ-પત્ની વચ્ચે) અનબન હોવાનો ડર હોય તો એક પંચ પતિના પરિવારમાંથી અને એક
પત્નીના પરિવારમાંથી નક્કી કરો, જો તે બંને સમાધાન કરાવવા ઈચ્છે તો અલ્લાહ તે બંનેને મેળવી દેશે, બેશક અલ્લાહ જાણવાવાળો ખબર રાખવાવાળો છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَاعۡبُدُوا اللّٰهَ وَلَا تُشۡرِكُوۡا بِهٖ شَيۡـئًـا‌ ؕ وَّبِالۡوَالِدَيۡنِ اِحۡسَانًا وَّبِذِى الۡقُرۡبٰى وَالۡيَتٰمٰى وَ الۡمَسٰكِيۡنِ وَالۡجَـارِ ذِى الۡقُرۡبٰى وَالۡجَـارِ الۡجُـنُبِ وَالصَّاحِبِ بِالۡجَـنۡۢبِ وَابۡنِ السَّبِيۡلِ ۙ وَمَا مَلَـكَتۡ اَيۡمَانُكُمۡ‌ ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ مَنۡ كَانَ مُخۡتَالًا فَخُوۡرَا(36)
36).અને અલ્લાહની બંદગી કરો, તેના સાથે કોઈને શરીક ન કરો, અને માતા-પિતા, રિશ્તેદારો, અનાથો,ગરીબો, નજીકના પડોશીઓ, દૂરના પડોશીઓ અને
સાથી મુસાફરો સાથે અહેસાન કરો, અને મુસાફરો અને જે તમારા આધિન છે (તેમના સાથે), બેશક અલ્લાહ બડાઈ હાંકનાર, ઘમંડીને પસંદ નથી કરતો.
તફસીર(સમજુતી):-
શબ્દ ( الجار الجنب) રિશ્તેદાર પડોશીના મુકાબલામાં ઉપયોગ થયો છે. જેનો અર્થ એવો પડોશી જે સગો ન હોય, એટલે કે પડોશીથી પડોશીના રૂપમાં સારો વ્યવહાર કરવામાં આવે, તે રિશ્તેદાર હોય કે ન હોય, જેવી રીતે
હદીસમાં પણ આ બાબતને ઘણું મહત્વ આપેલ છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92