સુરહ અન્-નિસા 29,30

PART:-266
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-29,30

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَاۡكُلُوۡۤا اَمۡوَالَـكُمۡ بَيۡنَكُمۡ بِالۡبَاطِلِ اِلَّاۤ اَنۡ تَكُوۡنَ تِجَارَةً عَنۡ تَرَاضٍ مِّنۡكُمۡ‌ ۚ وَلَا تَقۡتُلُوۡۤا اَنۡـفُسَكُمۡ‌ؕ اِنَّ اللّٰهَ كَانَ بِكُمۡ رَحِيۡمًا(29)

29).અય મુસલમાનો!એકબીજાનો માલ પરસ્પર
નાજાઈઝ તરીકાથી ન ખાઓ, પરંતુ એ કે તમારી પરસ્પર સહમતિથી વેપાર હોય, અને પોતે પોતાની જાતને કતલ ન કરો, બેશક અલ્લાહ (તઆલા) તમારા પર રહમ કરવાવાળો છે.

તફસીર(સમજુતી):-

તેના માટે શરત છે કે લેવડ-દેવડ જાઈઝ વસ્તુઓની હોય, હરામનો વેપાર પરસ્પર રાજીખુશીથી પણ નાજાઈઝ જ રહેશે, તેના સિવાય રાજીખુશીમાં મહેફીલના અધિકારની પણ સમસ્યા આવે છે એટલે કે જયાં સુધી એક બીજાથી
અલગ ન થાય, સોદો ખતમ કરવાનો હક રહેશે. જેવું કે હદીસમાં છે “બંને પરસ્પર
સોદો કરનારાઓને જ્યાં સુધી અલગ ન થાય હક છે.” (સહીહ બુખારી અને મુસ્લિમ કિતાબુલ બોયુઅ)

તેનો મતલબ આત્મહત્યા પણ હોઈ શકે છે, જે મોટો ગુનોહ છે, અને ગુનોહ કરવો પણ બરબાદીનું કારણ છે અને કોઈ મુસલમાનનું કતલ કરવું પણ, કેમકે બધા મુસલમાન એક શરીરની જેમ છે એટલે તેને કતલ કરવું પણ
એવું જ છે જાણે પોતાની જાતને કતલ કરી લીધી હોય.

☘☘☘☘☘☘☘☘☘☘☘     

وَمَنۡ يَّفۡعَلۡ ذٰ لِكَ عُدۡوَانًا وَّظُلۡمًا فَسَوۡفَ نُصۡلِيۡهِ نَارًا‌ ؕ وَكَانَ ذٰ لِكَ عَلَى اللّٰهِ يَسِيۡرًا‏(30)

30).અને જે વ્યક્તિ આ (નાફરમાનીની) સીમા ઓળંગે
અને જુલમ કરશે તો નજીકના ભવિષ્યમાં અમે તેને આગમાં નાખીશું, અને આ અલ્લાહ માટે ઘણું સહેલું છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92