સુરહ અન્-નિસા 33,34

PART:-268
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-33,34

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلِكُلٍّ جَعَلۡنَا مَوَالِىَ مِمَّا تَرَكَ الۡوَالِدٰنِ وَالۡاَقۡرَبُوۡنَ‌ ؕ وَالَّذِيۡنَ عَقَدَتۡ اَيۡمَانُكُمۡ فَاٰ تُوۡهُمۡ نَصِيۡبَهُمۡ‌ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلٰى كُلِّ شَىۡءٍ شَهِيۡدًا(33)

33).અને માતા-પિતા અથવા નજીકના રિશ્તેદારો જે કંઈ છોડીને મરે, તેમના વારસદાર અમે દરેક
માણસના નક્કી કરી રાખ્યા છે,  અને જેનાથી તમે પોતાના હાથોથી કરાર કર્યો છે તેમને તેમનો હિસ્સો આપો, હકીકતમાં અલ્લાહ (તઆલા) દરેક વસ્તુને જોઈ રહ્યો છે.

તફસીર(સમજુતી):-

શબ્દ( موالي) બહુવચન છે (مولى)નું અને (مولى)ના ઘણા અર્થ છે. દોસ્ત, આઝાદ કરેલ ગુલામ, કાકાનો છોકરો,પડોશી. પરંતુ અહિંયા તેનાથી મુરાદ વારસદાર છે. મતલબ કે દરેક પુરૂષ-સ્ત્રી જે કંઈ પણ છોડીને મૃત્યુ પામે તેના વારસદાર માતા-પિતા અને નજીકના સગાસંબંધીઓ હશે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلرِّجَالُ قَوَّامُوۡنَ عَلَى النِّسَآءِ بِمَا فَضَّلَ اللّٰهُ بَعۡضَهُمۡ عَلٰى بَعۡضٍ وَّبِمَاۤ اَنۡفَقُوۡا مِنۡ اَمۡوَالِهِمۡ‌ ؕ فَالصّٰلِحٰتُ قٰنِتٰتٌ حٰفِظٰتٌ لِّلۡغَيۡبِ بِمَا حَفِظَ اللّٰهُ‌ ؕ وَالّٰتِىۡ تَخَافُوۡنَ نُشُوۡزَهُنَّ فَعِظُوۡهُنَّ وَاهۡجُرُوۡهُنَّ فِى الۡمَضَاجِعِ وَاضۡرِبُوۡهُنَّ‌ ۚ فَاِنۡ اَطَعۡنَكُمۡ فَلَا تَبۡغُوۡا عَلَيۡهِنَّ سَبِيۡلًا‌ ؕاِنَّ اللّٰهَ كَانَ عَلِيًّا كَبِيۡرًا‏(34)

34).પુરૂષ સ્ત્રી પર હાકિમ છે, એટલા માટે કે અલ્લાહે એક ને બીજા પર શ્રેષ્ઠતા આપી છે, અને એટલા માટે કે પુરૂષોએ પોતાનો માલ ખર્ચ કર્યો છે, એટલા માટે નેક
ફરમાબરદાર સ્ત્રીઓ પતિની ગેરહાજરીમાં અલ્લાહની
સુરક્ષા વડે (ઈજ્જત અને માલની) રક્ષણ કરનાર સ્ત્રીઓ છે અને જે સ્ત્રીઓથી તમને નાફરમાનીનો ડર
હોય તેમને ચેતવણી આપો, અને તેમનું પાથરણું અલગ કરી દો (પછી પણ ન માને) તો મારો અને જો તમારૂ કહેવું માની લે તો તેમના પર રસ્તાની શોધ ન કરો, બેશક અલ્લાહ ઘણો મહાન અને ઉચ્ચતર છે.

તફસીર(સમજૂતી):-

આમાં પુરૂષોની માલિકી અને શ્રેષ્ઠતાના બે કારણો બતાવવામાં આવ્યા છે. એક પ્રાકૃતિક છે જે તેની શારીરિક તાકાત અને તીવ્ર બુદ્ધિ છે. જેમાં પુરૂષ, સ્ત્રીથી નિશ્ચિત રૂપે બહેતર છે. બીજુ કારણ એ છે કે જેને પાછા ફરવાના
અધિકારને પ્રાપ્ત કરવાનો હક ઈસ્લામે પુરૂષોને આપેલ છે અને સ્ત્રીઓને તેમની પ્રાકૃતિક કમજોરી અને ખાસ ઈલ્મના કારણે ઈસ્લામે સ્ત્રીઓને ઈજ્જત અને તેની પવિત્રતાની સુરક્ષા માટે જરૂરી બતાવેલ છે, સ્ત્રીઓને આર્થિક સમસ્યાઓથી દૂર રાખેલ છે.

નાફરમાનીની સ્થિતિમાં સૌ પ્રથમ સ્ત્રીને સમજાવવામાં આવે, પછી થોડા સમય માટે અલગ થઈ જવામાં આવે,જે એક અકલમંદ સ્ત્રી માટે ઘણી મોટી ચેતવણી છે. જયારે આનાથી પણ ન માને તો થોડો માર મારવાનો હુકમ છે પરંતુ આ માર પશુઓવાળો અથવા ક્રુર ન હોય જેવું કે અજ્ઞાનિ લોકોની આદત હોય છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92