સુરહ અન્-નિસા 21,22


PART:-261
         (Quran-Section)
     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-21,22
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَ كَيۡفَ تَاۡخُذُوۡنَهٗ وَقَدۡ اَفۡضٰى بَعۡضُكُمۡ اِلٰى بَعۡضٍ وَّاَخَذۡنَ مِنۡكُمۡ مِّيۡثَاقًا غَلِيۡظًا‏(21)
21).અને તમે તે કેવી રીતે લઈ લેશો? જયારે કે તમે એકબીજાને મળી ચૂક્યા છો, અને તે સ્ત્રીઓએ
તમારાથી મજબૂત વચન લઈ રાખ્યું છે.”
તફસીર(સમજુતી):-
એક બીજાને મળી ચૂક્યાનો અર્થ હમબિસ્તરી છે જેને અલ્લાહ તઆલાએ ઈશારા સ્વરૂપે બયાન કરેલ છે.
મજબૂત વચનથી મુરાદ છે જે નિકાહ વખતે પુરૂષ પાસેથી લેવામાં આવે છે કે તમે તેને સારી રીતે રાખશો અથવા નરમી સાથે છોડી દેશો
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَلَا تَنۡكِحُوۡا مَا نَكَحَ اٰبَآؤُكُمۡ مِّنَ النِّسَآءِ اِلَّا مَا قَدۡ سَلَفَ‌ ؕ اِنَّهٗ كَانَ فَاحِشَةً وَّمَقۡتًا ؕ وَسَآءَ سَبِيۡلًا(22)
22).અને તે સ્ત્રીઓથી નિકાહ ન કરો, જેનાથી તમારા પિતાઓએ નિકાહ કર્યા હોય, પરંતુ જે થઈ ગયું તે થઈ ગયુ, આ બેશરમીનું કામ અને કપટના કારણે છે અને
ઘણો ખરાબ રસ્તો છે.
તફસીર(સમજુતી):-
અજ્ઞાનતાના સમયમાં સોતેલો પુત્ર પોતાના પિતાની પત્નીથી નિકાહ કરી લેતો હતો તેનાથી રોકવામાં આવી રહ્યા છે કે આ ઘણું બેશરમીનું કામ છે.જે આવી સ્ત્રીથી નિકાહને પણ હરામ જાહેર કરી રહ્યું છે જેનાથી તેના પિતાએ નિકાહ કર્યા હોય, પરંતુ હમબિસ્તરી પહેલા તલાક આપી દીધી. આ વાત હજરત ઈબ્ને અબ્બાસથી સાબિત છે અને આલિમો તેને માને છે (તફસીર તબરી)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92