સુરહ અન્-નિસા 19,20

PART:-260
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-19,20

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا يَحِلُّ لَـكُمۡ اَنۡ تَرِثُوا النِّسَآءَ كَرۡهًا‌ ؕ وَلَا تَعۡضُلُوۡهُنَّ لِتَذۡهَبُوۡا بِبَعۡضِ مَاۤ اٰتَيۡتُمُوۡهُنَّ اِلَّاۤ اَنۡ يَّاۡتِيۡنَ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ‌ ۚ وَعَاشِرُوۡهُنَّ بِالۡمَعۡرُوۡفِ‌ ۚ فَاِنۡ كَرِهۡتُمُوۡهُنَّ فَعَسٰۤى اَنۡ تَكۡرَهُوۡا شَيۡـئًـا وَّيَجۡعَلَ اللّٰهُ فِيۡهِ خَيۡرًا كَثِيۡرًا(19)

19).અય ઈમાનવાળાઓ! તમારા માટે મનાઈ છે કે બળજબરી સ્ત્રીઓના વારસદાર બની બેસો, તેમને એટલા માટે ન રોકી રાખો કે જે તમે તેમને આપી રાખ્યું છે તેમાંથી થોડુંક લઈ લો. હા, એ વાત અલગ છે કે તે કોઈ ખુલ્લી બૂરાઈ અથવા વ્યભિચારનો વ્યવહાર કરે, તેમના સાથે સારો વ્યવહાર કરો, ભલે ને તમે તેમને પસંદ ન કરો, પરંતુ બની શકે છે કે તમે એક વસ્તુને ખરાબ જાણો, અને અલ્લાહ(તઆલા) તેમાં ઘણી ભલાઈ કરી દે.”

તફસીર(સમજુતી):-

 ઈસ્લામથી પહેલા સ્ત્રીઓ પર આ જુલમ પણ થતો હતો કે કોઈના મૃત્યુ પછી તેના ઘરના લોકો તેના માલની જેમ તેની પત્નીના પણ જબરજસ્તીથી વારસદાર બની જતા હતા અને પોતાની મરજીથી તેની ખુશી વગર તેનાથી નિકાહ કરી લેતા,અથવા પોતાના ભાઈ, ભત્રીજા સાથે તેના નિકાહ કરાવી દેતા, ત્યાં સુધી કે સોતેલો પુત્ર પોતાના મૃત્યુ પામેલા પિતાની પત્નીથી નિકાહ કરી લેતો, અથવા જો ઈચ્છતા તો તેને કોઈની સાથે નિકાહ કરવાની ઈજાજત ન આપતા અને તે પૂરી જિંદગી
એમ જ પસાર કરવા માટે મજબૂર રહેતી, ઇસ્લામે જુલમના આ બધા તરીકાઓને હરામ કરી દીધા.

ખુલી બૂરાઈથી આશય વ્યભિચાર અને બદજુબાની અને નાફરમાની છે આ બંને સ્થિતિમાં પતિને એ ઈજાજત આપવામાં આવી છે કે તેની સાથે એવો વ્યવહાર કરે કે તેનો આપેલો માલ અથવા મહેર પરત કરી ખુલાઅ કરવા પર મજબૂર થઈ જાય(જેમ કે ખુલાઅમાં પતિને મહેર પરત લેવાનો હક આપવામાં આવ્યો છે) (જુઓ સૂરઃ બકરહ-229)

આ પત્ની સાથે સારા વ્યવહારનો તે હુકમ છે જેના પર કુરઆને ઘણું મહત્વ આપેલ છે અને હદીસમાં પણ નબી(કિ.)એ તેને ઘણું મહત્વ આપ્યું છે. એક હદીસમાં આયતના અર્થને આજ પ્રમાણે વર્ણવેલ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِنۡ اَرَدتُّمُ اسۡتِبۡدَالَ زَوۡجٍ مَّكَانَ زَوۡجٍ ۙ وَّاٰتَيۡتُمۡ اِحۡدٰٮهُنَّ قِنۡطَارًا فَلَا تَاۡخُذُوۡا مِنۡهُ شَيۡــئًا‌ ؕ اَ تَاۡخُذُوۡنَهٗ بُهۡتَانًا وَّاِثۡمًا مُّبِيۡنًا(20)

20).અને જો તમે એક પત્નીની જગ્યાએ બીજી પત્ની કરવા
ઈચ્છો અને તેમનામાંથી કોઈને તમે માલનો ખજાનો આપી રાખ્યો હોય તો પણ તેમાંથી કશું જ ન લો, શું તમે તેને બદનામ કરીને ખુલા ગુનાહથી લઈ લેશો.

તફસીર(સમજુતી):-

પોતે તલાક આપવાની સ્થિતિમાં મહેર પરત લેવાને સખ્તીથી રોકવામાં આવ્યા છે. માલનો ખજાનો અને ઘણા વધારે માલને કહે છે, એટલે કે ગમે તેટલી મહેર આપી હોય પાછી નથી લઈ શકતા, જો આવું કરશો તો આ જુલમ, ખુલ્લો ગુનોહ થશે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92